Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bladder Atrophy Camp: Civil Hospital માં 2 વિદેશી બાળકોની બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ

Bladder Atrophy Camp: અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં બે વિદેશી બાળકોની Bladder Atrophy એટલે કે પેશાબની કોથળીમાં સમસ્યા હોય તેની સફળ સર્જરી કરીને બાળકોને પીડા મુક્ત કરાયા છે. બંને કિસ્સાની વિગતો જોઇએ તો.... બાંગ્લાદેશની 3 વર્ષની દીકરીનું ઓપરેશન કરાયું...
bladder atrophy camp  civil hospital માં 2 વિદેશી બાળકોની બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ

Bladder Atrophy Camp: અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં બે વિદેશી બાળકોની Bladder Atrophy એટલે કે પેશાબની કોથળીમાં સમસ્યા હોય તેની સફળ સર્જરી કરીને બાળકોને પીડા મુક્ત કરાયા છે. બંને કિસ્સાની વિગતો જોઇએ તો....

Advertisement

  • બાંગ્લાદેશની 3 વર્ષની દીકરીનું ઓપરેશન કરાયું
  • આફ્રિકાની દર્દી પણ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરી
  • આ સર્જરી આશરે 8 થી 10 કલાક ચાલે છે

Bangladesh ના રાજીબ દાસની 3 વર્ષની દીકરી પ્રિયા ગોપિકા દાસને Bladder Atrophy ની તકલીફ હોવાનું નિદાન થયું હતું. જેના માટે દર્દીના જન્મ સમયે બાંગલાદેશની હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. કમનસીબેએ નિષ્ફળ જતા પ્રિયાના મૂત્રાશયનો ભાગ પેટની ઉપર ફરીથી ખુલ્લો થઇ ગયો. અમદાવાદ Civil Hospital માં જાન્યુઆરી 2024 માં યોજાયેલા Bladder Atrophy Camp દરમિયાન મોન્સપ્લાસ્ટી અને વાય-વી વેજીનોપ્લાસ્ટી સાથે ફરીથી Bladder Atrophy રિપેર કરાવી હતી.

બાંગ્લાદેશની 3 વર્ષની દીકરીનું ઓપરેશન કરાયું

તેણીનો પોસ્ટઓપરેટિવનો સમય કોઇ તકલીફ વગર રહેતા અંતે રજા આપવામાં આવી હતી. તેવી જ રીતે South Africa ના કેન્યાના લ્યુસીનીની 1.5 વર્ષની દીકરી સ્ટેલાને પણ Bladder Atrophy માટે 2 મહિનાની ઉંમરે ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ તે નિષ્ફળ ગયું હતું. અંતે દર્દીના માતા-પિતાને અમદાવાદની Civil Hospital માં પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં થતી Bladder Atrophy ઓપરેશનની માહિતી મળી હતી.

Advertisement

આફ્રિકાની દર્દી પણ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરી

ત્યારે સ્ટેલા સાથે તેની માતા 7 સમંદર પાર કરીને સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા આવ્યા હતા. સ્ટેલાની પણ જાન્યુઆરી 2024 માં Bladder Atrophy ઓપરેશનના કેમ્પમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના પીડીયાટ્રીક સર્જરી વિભાગ ના અને આંતરરાષ્ટ્રીય ડોક્ટરો ની ટીમ દ્વારા તેણીનુ ફરીથી Bladder Atrophy રીપેર સાથે મોન્સપ્લાસ્ટી અને વાય-વી વજાઇનોપ્લાસ્ટીનુ સફળતાપુર્વક ઓપરેશન કરવામાં આવ્યુ.

Advertisement

આ સર્જરી આશરે 8 થી 10 કલાક ચાલે છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી જણાવે છે કે , બ્લેડર એસ્ટ્રોફી સર્જરી એ અત્યંત જટિલ કહી શકાય તે પ્રકારની છે .જેમાં બાળકોને જન્મજાત પેશાબની કોથળીમાં કોઈપણ પ્રકારની તકલીફ હોવાના કારણે આ પ્રકારની સર્જરી કરવી પડે છે. આ બ્લેડર એસ્ટ્રોપી સર્જરી લગભગ 8 થી 10 કલાક ચાલે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી માસ દરમિયાન આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય વર્કશોપ કરવામાં આવે છે. જેમાં વિભિન્ન દેશોમાંથી આ પ્રકારની તકલીફો ધરાવતા બાળકો સર્જરી માટે આવે છે .

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: CR Patil : ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હેટ્રીક કરાશે

આ પણ વાંચો: Lok Sabha Elections : દાદરાનગર હવેલીના સાંસદ ભાજપમાં જોડાયા, ભવ્ય રેલી યોજી શક્તિપ્રદર્શન કર્યું!

આ પણ વાંચો: VADODARA : આચાર સંહિતા લાગુ થતા હોદ્દેદારોના સરકારી વાહન જમા, જાણો હવે ક્યાં ઉપયોગ થશે

Tags :
Advertisement

.