Bhavnagar : ગુરૂઆશ્રમ બગદાણાના મેનેજીંગ ટ્રસ્ટી મનજીદાદાનું નિધન, PM મોદીએ Tweet કરી શોક વ્યક્ત કર્યો
Bhavnagar : આજે સૌરાષ્ટ્રમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, ભાવનગરના (Bhavnagar) બગદાણા ગુરુ આશ્રમના (Bagdana Guru Ashram) મેનેજિંગ ટ્રસ્ટી અને સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના ભક્ત મનજીબાપાનું નિધન થયુ છે. માનજીબાપાના નિધનના સમાચાર સાંભળતા જ ભક્તજનોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. આવતીકાલે બપોર સુધી બગદાણામાં માનજીબાપાના પાર્થિવદેહને દર્શનાર્થે રાખવામાં આવશે. અને બાદમાં તેમની અંતિમયાત્રા નીકળશે.
PM મોદીએ ગુજરાતીમાં Tweet કરીને વ્યક્ત કર્યો શોક
બગદાણા આશ્રમના મોભી મનજીદાદાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Tweet કરી શોકાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં જણાવ્યું છે કે ગુરુ આશ્રમ, બગદાણાના મનજીદાદાના અવસાનના સમાચારથી દુ:ખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના. ૐ શાંતિ..!!
ગુરુ આશ્રમ, બગદાણાના પૂજ્ય મનજીદાદાના અવસાનના સમાચારથી દુઃખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.
ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥
ૐ શાંતિ...!! pic.twitter.com/Z5324p2R1D
— Narendra Modi (@narendramodi) February 14, 2024
ભાવનગર જિલ્લાના બગદાણાના ગુરુઆશ્રમ મોભી મનજીબાપાનું આજે 14મી ફેબ્રુઆરીએ નિધન થયુ છે. મનજીબાપાના પાર્થિવ દેહના અંતિમદર્શન બગદાણામાં 15 ફેબ્રુઆરી બપોરે 3 વાગ્યા સુધી દર્શનાર્થે રાખવામાં છે. મનજીબાપાની અંતિમયાત્રા 15 ફેબ્રુઆરી 2024એ બપોરે 3.00 કલાકે નીકળશે.
આ પણ વાંચો - Banaskantha : ‘હરણી હત્યાકાંડ’ પછી પણ નથી સુધરતા શાળા સંચાલકો! વિધાર્થીઓની જોખમી સવારીનો Video વાયરલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ