Bhavnagar Check Dam: ધૂળેટીના દિવસે 3 યુવાનો પર મોતનું મોજું ફરી વળ્યું
Bhavnagar Check Dam: ભાવનગર (Bhavnagar)જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ પાસે આવેલ ચેકડેમમાં ધુળેટી (Dhuleti) ના દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે આ ઘટનાને લઈ મણાર ગામ સહિત તાલુકામાં શોકની લહેરી પ્રસરી ગઈ છે.
3 યુવાનો પર મોતનું મોજું ફરી વળ્યું
મળતી માહિતી મુજબ મણાર ગામ પાસે આવેલી ચેકડેમમાં ન્હાવા માટે 3 યુવાનો ઊંડા પાણીમાં પડ્યા હતા. ત્યારે જોતજોતામાં આ 3 યુવાનો પાણી ઝોર પ્રવારના મારને માત આપી શક્યા નહીં. તેથી આ 3 યુવાનો પર મોતનું મોજું ફરી વળ્યું હતું.

Bhavnagar Check Dam
સ્થળ પર પોલીસ કાફલો અને બચાવકર્મીઓ હાજર થયા
જોકે આ 3 યુવાનોને ડૂબતા જોઈને સ્થાનિકો દ્વારા તેમને બચાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ ક્ષણભરમાં યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ઘટના સ્થળ પર પોલીસ કાફલો અને બચાવકર્મીઓ હાજર થઈ ગયા હતા.
3 યુવાનોના પરિવારમાં શોકનું માતમ છવાયું

Bhavnagar Check Dam
ત્યારે પાણીની અંદર તરવૈયાઓ દ્વારા યુવાનો શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જૈ પૈકી અથાગ પરિશ્રમ બાદ 3 યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે ઘુળેટીના પાવન પર્વે 3 યુવાનોના પરિવારમાં શોકનું માતમ છવાયું છે. તો મૃતકોના નામ મુકેશ મકવાણા, રવિ મકવાણા અને રવિ કુડેચા સામે આવ્યા છે. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધીને આગળ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Chhotaudepur Chul Fair: મનોકામનાઓ પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ ચુલના મેળામાં ધગધગતા અંગારા પર દોડ્યા
આ પણ વાંચો: Surendranagar BJP Candidate: ભાજપના લોકસભા માટે નિયુક્ત કરાયેલા ઉમેદવારનો તળપદા કોળી સમાજ દ્વારા વિરોધ
આ પણ વાંચો: Vadtal Lake News: તંત્રની વધુ એક ઘોર બેદરકારી, હરણી લેક બાદ ખેડા જિલ્લાના તળાવમાં વિદ્યાર્થીઓ ડૂબ્યા