Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : પોલીસની ખોટી ઓળખ આપીને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ્યો

અહેવાલ- અલ્પેશ સુથાર વડોદરા વડોદરા શહેરમાં એચ એમ આંગડિયા માં નોકરી કરતા હરપાલ સિંહ જાડેજા અલકાપુરી સેન્ટર ખાતે આવેલ પેઢી માં નોકરી કરે છે ત્યારે તેઓ અલકાપુરી ખાતે આવેલ પેઢીમાથી 36 લાખ જેટલી રોકડ રકમ લઈ ને નીકળ્યા હતા ત્યારે...
vadodara   પોલીસની ખોટી ઓળખ આપીને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ્યો

અહેવાલ- અલ્પેશ સુથાર વડોદરા

Advertisement

વડોદરા શહેરમાં એચ એમ આંગડિયા માં નોકરી કરતા હરપાલ સિંહ જાડેજા અલકાપુરી સેન્ટર ખાતે આવેલ પેઢી માં નોકરી કરે છે ત્યારે તેઓ અલકાપુરી ખાતે આવેલ પેઢીમાથી 36 લાખ જેટલી રોકડ રકમ લઈ ને નીકળ્યા હતા ત્યારે રસ્તા માં આવેલ ભીમ નાથ બ્રિજ પાસે બે અજાણ્યા બુલેટ ઈસમો દ્વારા ઉભા રાખી ને પોલીસ ની ઓળખ આપી 16 લાખ જેટલી રકમ લઇ ત્યાંથી ફરાર થઇ ગયા હતા

Advertisement

આંગડિયા પેઢી નો કર્મચારી હરપાલસિંહ જાડેજા 36 લાખ જેટલી રોકડ રકમ લઇ એક્ટિવા ઉપર અલકાપુરી થી સુલતાનપુર જઈ રહ્યો હતો તે દરમિયાન બે બુલેટ સવાર તેમનો પીછો કરી અને જેતલપુર રોડ પર આવેલ ભીમનાથ બ્રિજ પાસે ધોળા દિવસે ચેકીંગ ના બહાને પોલીસ ની ખોટી ઓળખ આપી ઉભો રાખી અને હરપાલ સિંહ જાડેજા પાસે બેગ ચેક કરી તેમાં રહેલ 36 લાખ માંથી 16 લાખ રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા ત્યાર બાદ ઘટના ની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જો કે આ ઘટના પોલીસ ભવન થી માત્ર 500 મીટર ના અંતર માં બનતા સમગ્ર વિસ્તાર માં ચકચાર મચી જવા પામી છે સાથે પોલીસ ની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે જયારે ઘટના ને પગલે વડોદરા પોલીસે 17 જેટલી અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ કરી છે

Advertisement

જો કે આ ઘટના ને નજરે જોનાર કલ્પના બહેન કાલે એ જણાવ્યું હતું કે આ બને જણા એ મોઢા ઉપર માસ્ક પહેરી ને આવ્યા હતા અને તેમના બે સાથી આગળ ઉભા હતા આમ લૂંટ કરવામાં ચાર જેટલા શક્ષો સામેલ હતા તેમજ આ લૂંટારું ઓ માત્ર કર્મચારી પાસે રહેલ 500 ની નોટો જ લઇ ગયા અને બાકી 200 તેમજ 100 ની નોટ પરત આપી હતી અને આ લૂંટારું ઓએ પોલીસ ની ઓળખ આપી કોઈને ન કહેવાની ધમકી આપી હતી

જો કે પોલીસે સમગ્ર મામલે કલ્પના બહેન નું નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી છે પોલીસે લૂંટ ની જગ્યા ના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે જેમાં લૂંટારું દેખાય છે તેથી પોલીસ દવારા 17 જેટલી અલગ અલગ ટિમો બનાવી લૂંટારું ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે

આ  પણ  વાંચો-ઉનાથી કચ્છ મા આશાપુરાના મઢ સુધીની પદયાત્રાનો પ્રારંભ, 45થી વધુ યુવાનો જોડાયા

Tags :
Advertisement

.