Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anand BJP Program: આણંદ જિલ્લામાં 2500 કોંગી કાર્યકરોએ કેસરિયો અપનાવ્યો

Anand BJP Program: હાલમાં ગુજરાતમાં Congress તુટી રહી છે, એક પછી એક Congress નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો પક્ષા સાથે છેડો ફાડી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પૂર્વે આણંદ જિલ્લામાં રાજકીય ઉથલપાથળ થશે. આ કડીમાં વધુ એક Congress ધારાસભ્ય ચિરાગ પટેલ આજે...
anand bjp program  આણંદ જિલ્લામાં 2500 કોંગી કાર્યકરોએ કેસરિયો અપનાવ્યો

Anand BJP Program: હાલમાં ગુજરાતમાં Congress તુટી રહી છે, એક પછી એક Congress નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો પક્ષા સાથે છેડો ફાડી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પૂર્વે આણંદ જિલ્લામાં રાજકીય ઉથલપાથળ થશે. આ કડીમાં વધુ એક Congress ધારાસભ્ય ચિરાગ પટેલ આજે કેસરિયો ધારણ કરશે.

Advertisement

  • આજરોજ 2500 કોંગી નેતા કેસરિયો પહેરશે
  • C R Patil ખેસ પહેરાવશે
  • આણંદ જિલ્લો Congress મુક્ત થઈ ગયો

આજરોજ 2500 કોંગી નેતા કેસરિયો પહેરશે

Anand BJP Program

Anand BJP Program

Advertisement

ત્યારે આજ રોજ ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સાથે આજે 2500 થી વધુ Congress કાર્યકરો BJP માં સામેલ થશે. આ તમામ કાર્યક્રમ BJP State president C R Patil ની ઉપસ્થિતિમાં યોજાશે. તે ઉપરાંત આણંદ જિલ્લામાં વધુ એક મોટો ભરતી મેળો યોજાઈ રહ્યા છે.

C R Patil ખેસ પહેરાવશે

Advertisement

જિલ્લાના બોરસદ અને ખંભાતમાં 2500 જેટલા કોંગ્રીસ કાર્યકરોને BJP માં સામેલ કરાશે. આ જોતા કહી શકાય કે લોકસભાની ચૂંટણી પૂર્વે Congress ને રાજ્યમાં મોટો ઝટકો મળી રહ્યો છે. તમામને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ખેસ પહેરાવી પક્ષમાં સામેલ કરશે.

આણંદ જિલ્લો Congress મુક્ત થઈ ગયો

હવે આણંદ જિલ્લામાં Congress નો ગઢ ધરાશાયી થવાની સ્થિતિ બની ગઇ છે. આણંદ જિલ્લો હવે Congress મુક્ત થઇ રહ્યો અને BJP કોંગી કાર્યકરો યુક્ત થઇ રહ્યો છે. આ પહેલા પણ અનેક નામી-બેનામી હોદ્દેદારો Congress છોડીને BJP માં ભળી ગયા છે.

સમારોહમાં C R Patil નું નિવેદન

આણંદ BJP સમારોહમાં C R Patil એ જણાવ્યું કે, વર્ષોથી એક કુટુંબનું અહિયાં રાજ હતું, અને આ રાજની અંદર શોષણ ચાલતું હતું. આજે ખરા અર્થમાં આઝાદીના ફળ આપ સૌના કારણે આ વિસ્તારને મળવાના છે. આજે એવી પાર્ટીઓને ઝાકારો આપી સૌએ ભાજપને તક આપી છે. જે રામનાં નહિ થાય એ તમારા શું થાય અને એટલા માટે જ આપ સૌનો આ નિર્ણય યોગ્ય નિર્ણય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષની અંદર ખાતમુર્હત કરીને પુરા ન થયા હોય, એવા કાર્યો PM Modi સાહેબે પહેલા પાંચ વર્ષની અંદર પૂર્ણ કર્યા છે. આજે દેશમાં ગરીબ વ્યક્તિ કઈ રીતે ગરીબીમાંથી બહાર આવી શકે તેના માટેની યોજનાઓ બનાવી અને તેની ચિંતા કરી અને આજે 24 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે.

આ પણ વાંચો: MS University News: વડોદરામાં મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રી એનાયત કરી

Tags :
Advertisement

.