Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : લાંચ અને ખંડણીના કેસમાં હવેથી શહેર પોલીસ ડિકોય ટ્રેપનું આયોજન કરશે

અહેવાલ -પ્રદીપ કચીયા , અમદાવાદ   સોલા વિસ્તાર માં પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવેલ તોડકાંડ ની નોંધ પોલીસ કમિશ્નર એ ગંભીરતા થી લીધી છે.. ફરિયાદ માં વધુ કેટલીક કલમો નો ઉમેરો કરી દાખલારૂપ કાર્યવાહી કરી છે.. ઉપરાંત આગામી સમય માં...
ahmedabad   લાંચ અને ખંડણીના કેસમાં હવેથી શહેર પોલીસ ડિકોય ટ્રેપનું આયોજન કરશે

અહેવાલ -પ્રદીપ કચીયા , અમદાવાદ

Advertisement

સોલા વિસ્તાર માં પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવેલ તોડકાંડ ની નોંધ પોલીસ કમિશ્નર એ ગંભીરતા થી લીધી છે.. ફરિયાદ માં વધુ કેટલીક કલમો નો ઉમેરો કરી દાખલારૂપ કાર્યવાહી કરી છે.. ઉપરાંત આગામી સમય માં આવા કોઈ બનાવો ના બને તે માટે હવે પોલીસ ડિકોય ટ્રેપ નું આયોજન કરશે.

Advertisement

શહેરના એસ પી રીંગ રોડ પર આવેલ ઓગણેજ સર્કલ નજીક એરપોર્ટ થી ઘરે જઈ રહેલ દંપતી ને વાહન ચેકીંગ ની ડ્રાઈવ ના બહાના હેઠળ રોકી ને રૂપિયા 60 હજાર પડાવી લેવાના મામલે પોલીસ કમિશ્નર એ ગંભીર નોંધ લીધી છે..સમગ્ર મામલે એ સી પી ને તપાસ સોંપવામાં આવી છે.આરોપી ઓ વિરૂદ્ધ પોલીસ એ કડક અને દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે કરપ્શન ની કલમ નો ઉમેરો કર્યો છે.અને પોલીસ એ આરોપી ઓની ઓળખ પરેડ પણ કરાવી છે.એટલું જ નહિ પોલીસ એ કેટલાક સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે..પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે ટી આર બી જવાન ને બંન્ને પોલીસ કર્મચારી ડ્રાઈવર તરીકે લઈ ગયા હતા. અને તેમની ફરજ ઓવર સ્પીડ માં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે ની હતી.

Advertisement

પોલીસ ખાનગી વ્યક્તિ ઓની પણ મદદ લેશે

DCP ઝોન 1 લવિના સિંહા એ જણાવ્યુ હતું કે આ પ્રકાર ના બનાવો આગામી સમય માં ના બને તે માટે પોલીસ કમિશ્નર દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી ઓને સમયાંતરે ડીકોય કરવા માટે ની સૂચના પણ આપવામાં આવી છે..જેમાં પોલીસ ખાનગી વાહન માં નીકળશે અને જો કોઈ પણ પોલીસ કર્મચારી દ્વારા તેને વાહન ચેકીંગ દરમિયાન રોકી ને તેની પાસે રૂપિયા ની માંગણી કરશે કે ગેરવર્તણૂક કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે..જો કે ડીકોય ટ્રેપ કરવા માટે પોલીસ ખાનગી વ્યક્તિ ઓની પણ મદદ લેશે..

પોલીસ એ આ ત્રણેય આરોપી ઓની પૂછપરછ કરી
હાલ માં પોલીસ એ આ ત્રણેય આરોપી ઓની પૂછપરછ કરી ને તેમણે અન્ય કોઈ વ્યક્તિ પાસે થી આ રીતે રૂપિયા પડાવ્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે...અને આ તોડ કાંડ માં પડવેલ રૂપિયા માંથી કોણે કેટલા રૂપિયા મેળવ્યા તે અંગે પણ તપાસ હાથ ધરી છે...પકડાયેલ એ એસ આઇ મુકેશ ચૌધરી ને અગાઉ રૂપિયા 5 હજાર નો દંડ કરવામાં આવ્યો હતો. જે કયા કારણોસર કરવામાં આવ્યો છે તેની પણ તપાસ પોલીસ કરી રહી છે..
Tags :
Advertisement

.