Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : સામાજીક સંસ્થાઓ વૃક્ષોની નનામી બનાવી આપી શ્રદ્ધાજંલી

Ahmedabad : નાવીઈ લાગે એવુ કામ આજે અમદાવાદીઓ થકિ કરવામાં આવ્યુ છે.. વૃક્ષોની નનામી સાંભળોને આખો ચાર થાય પણ આ વાત હકિકત છે. આજે સીજી રોડ પર ઝવેરી એન્ડકંપની બહારી એક એનજીઓ થકિ વૃક્ષોની નનામી બનાવી અને તેની આગળ દેવા...
ahmedabad   સામાજીક સંસ્થાઓ વૃક્ષોની નનામી બનાવી આપી શ્રદ્ધાજંલી

Ahmedabad : નાવીઈ લાગે એવુ કામ આજે અમદાવાદીઓ થકિ કરવામાં આવ્યુ છે.. વૃક્ષોની નનામી સાંભળોને આખો ચાર થાય પણ આ વાત હકિકત છે. આજે સીજી રોડ પર ઝવેરી એન્ડકંપની બહારી એક એનજીઓ થકિ વૃક્ષોની નનામી બનાવી અને તેની આગળ દેવા અને મીણબત્તી મુકિને શ્રદ્ધાજંલી આપી હતી જેનુ કારણ છે ઝવેરી એન્ડ કંપની અને ચીત્રા(બી) જાહેરત માટે હોર્ડિંગ્સ લગાવતી કંપની દ્વારા શહેરની અંદર પોતાની જાહેરાત દેખાય તે માટે 600થી વધારે વૃક્ષો કાપી નાખ્યા છે આ માટેજ આ સમાજસેવીઓ થકિ માંગણી કરવામાં આવી છે કે કોર્ટમાં સુઓ મોટો દાખલ થાય અને પીઆઈએલ પણ થાય જેથી આવી કંપનીઓને ભાન આવે.

Advertisement

વૃક્ષો કાપવાના કારણે એએમસી 1 કોરડનો દંડ અને વૃક્ષો વાવની સજા ફટકારી

એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા ઝવેરી એન્ડ કંપની લીમીટેડને એએમીસીના વિસ્તારમાં આવેલા સ્ટ્રીટ પોલ ઉપર કિઓસ્ક દ્વારા જાહેરાત કરવાનો પરવાનો ટેન્ડરથી આપવામાં આવી છે. એએસસીના ગાર્ડન વિભાગ દ્વારા રોડની વચ્ચે ડિવાઈડરમાં મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.ગાર્ડન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામા આવતા ટેન્ડરની શરતનો ભંગ કરી જાહેરાત દેખાય એ માટે ગેરકાયદે વૃક્ષ કપાવવામા આવ્યા હોવાનુ સામે આવ્યુ. રોડ ઉપર લગાવવામા આવેલા વૃક્ષોને કપાવવા બદલ રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો છે સાથે સાથે ઝવેરી એન્ડ કંપનીને પણ રૂ 50 લાખનો દંડ ફટકારાયો છે અને શહેરમાં વૃક્ષ વાવવા માટે અને તેનુ જતન કરવા માટે ફરમાન કરાયુ છે સાથે જ તેનો નિભાવ ખર્ચ પણ આજ કંપનીઓ ભોગવવાનો રહેશે

Advertisement

મ્યુનિસિપાલિટીએ બંને કંપનીને ફટકાર્યો 50-50 લાખનો દંડ

આ મામલે મ્યુનિસિપાલિટી એસ્ટેટ અધિકારીએ જણાવ્યું કે, આ કંપનીએ ટેન્ડરના નિયમોનો ભંગ કરીને ઝાડવા કાપ્યા છે, જેના કારણે પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેની બંને એજન્સીઓને 50-50 લાખનો દંડ કરવામાં આવ્યો અને આ દંડની રકમ એક અઠવાડિયામાં જમા કરાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.

Advertisement

અહેવાલ -ઉમંગ રાવલ-અમદાવાદ

આ પણ  વાંચો - જાહેરાતો દેખાડવા માટે બે કંપનીઓએ કાપ્યા 536 વૃક્ષો, AMC એ ફટકાર્યો 1 કરોડનો દંડ

આ પણ  વાંચો - Ahmedabad : બે એજન્સીએ 600 વૃક્ષની હત્યા કરી! AMC એ ફટકાર્યો આટલા લાખનો દંડ

આ પણ  વાંચો - Ahmedabad : વિદેશોમાંથી ગાંજાની હેરાફેરી કરવા માફિયાઓએ અપનાવ્યો ગજબનો કીમિયો, જાણી ચોંકી જશો!

Tags :
Advertisement

.