Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : આગ ઓકતી ગરમીમાં કેવી રીતે રાખવી કાળજી? જાણો AMA ની ગાઈડલાઈન વિશે

Ahmedabad : હાલમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે 45 ડિગ્રીને પણ ગરમીનો પારો પાર કરી ગયો છે ત્યારે મહત્વનું છે કે ગરમી જીવલેણ સાબિત થઈ શકે છે જો ધ્યાન ના રાખવામાં આવે. ત્યારે આ બાબતે લોકોએ શું કાળજી લેવી અને કઈ...
ahmedabad   આગ ઓકતી ગરમીમાં કેવી રીતે રાખવી કાળજી  જાણો ama ની ગાઈડલાઈન વિશે

Ahmedabad : હાલમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે 45 ડિગ્રીને પણ ગરમીનો પારો પાર કરી ગયો છે ત્યારે મહત્વનું છે કે ગરમી જીવલેણ સાબિત થઈ શકે છે જો ધ્યાન ના રાખવામાં આવે. ત્યારે આ બાબતે લોકોએ શું કાળજી લેવી અને કઈ રીતે ગરમીથી પોતાને બચાવી શકાશે તે બાબતે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડોક્ટર "સાહિલશાહે મહત્વની ગાઇડલાઇન આપી છે જે મુજબ હીટ સ્ટ્રોકમાં ખાસ કરીને બચવા માટે લોકોએ બપોરે 12 વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં જો અનિવાર્ય સંજોગો ના હોય અથવા અગત્યનું કામકાજ ન હોય તો બહાર જવાનું ટાળવું અને જો બહાર જવું પડે તો ખાસ કરીને વિશેષ કાળજી લેવી જોઈએ. જેમાં ગોગલ્સ પહેરવા આખી બાયના કપડાં પહેરવા, કોટન અને લીલન ના કપડા પહેરવા સાથે પાણી અથવા કોઈપણ પ્રકારનું લિક્વિડ સાથે રાખવું અને એ લિક્વિડનો આહાર સતત લેતા રહેવું જરૂરી છે.

Advertisement

હાલમાં ખૂબ ગરમી ચાલી રહી છે ત્યારે નાના બાળકો હોય અથવા મોટી ઉંમરના વ્યક્તિ વૃદ્ધ લોકો હોય અને જે ગંભીર રોગોથી પીડાતા હોય તે લોકોએ બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. પૂરતો આહાર લેવો જોઈએ લિક્વિડ ડાયટ લેવું જોઈએ અને જે લોકો અન્ય રોગથી પીડાતા હોય એ લોકોએ એમનો જે પણ દવાઓ ચાલતી હોય એનો ડોઝ ડોક્ટર પાસે સેટ કરાવવો જોઈએ નિયમિત પ્રમાણે લેવો જોઈએ કોઈપણ તકલીફ થાય તો ત્વરિત એ લોકોએ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ જેથી તમે આ સ્ટ્રોક અથવા લુ થી બચી શકો.

Advertisement

ડોક્ટર સલોની શાહ પેથોલોજિસ્ટ ..

Image preview

Advertisement

ગરમીને કારણે થતા રોગો ને લઈને થતા લેબટેસ્ટમાં 30% નો ઉછાળો

ડોક્ટર સલોની શાહ પેથોલોજીસ્ટ એસ.વી.પી હોસ્પિટલ ખાસ જણાવે છે કે અત્યારે જ્યારે ખૂબ ગરમી વધી રહી છે. ત્યારે જોવા જઈએ તો હિટ ટ્રક અને લુના કેસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ખૂબ મોટા કેસિસ સરકારી હોસ્પિટલને પ્રાઇવેટ હોસ્પિટલમાં આવી રહ્યા છે. એમાં ખાસ કરીને ડી હાઇડ્રેશનના કેસિસ, શરીરમાં શરીર દુખવું માથું દુખવું ઉલટી ઉબકા શરીર ઉપર લાલ ચકામાં પડી જવા શરીરમાં પાણી ઓછું થઈ જવું આ પ્રકારના ખૂબ વધારે કેસિસ જોવા મળી રહ્યા છે. ત્યારે લેબોરેટરી ટેસ્ટમાં ખાસ કરીને cbc ટેસ્ટ હોય ઇએસઆર, રીનલ ફંકશન ટેસ્ટ હોય આ બધા જ ટેસ્ટમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જોવા જઈએ તો અંદાજિત 25 થી 30 ટકા કેસિસમાં અત્યારે ખૂબ વધારે આ પ્રકારના ઇન્વેસ્ટિગેશન ડોક્ટર તરફથી લખીને આપવામાં આવે છે. કે જેનાથી આપણને આગળની ટ્રીટમેન્ટ નક્કી કરવામાં આ ટેસ્ટ ખૂબ ઉપયોગી થાય અને એના લીધે જરા આવા સિમટમ્સ જોવા મળે ત્યાં આ પ્રકારના ટેસ્ટ ડોક્ટર તરફથી એડવાઈઝ કરવામાં આવે છે. અને એના લીધે 25 થી 30 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. હિટ સ્ટોકમાં ખાસ કરીને બચવા માટે લોકોએ બપોરે 12:00 વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં અનિવાર્ય સંજોગો સિવાય બહાર જવું ટાળવું હિતાવવા રહેશે

ડો. ઝરણા શાહ, પીડીયાટ્રીક, શારદાબેન હોસ્પિટલ

Image preview

અત્યારે જ્યારે હીટ સ્ટ્રોક અને લુના કેસિસ ખૂબ વધી રહ્યા છે અને ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી રહી છે ત્યારે શારદાબેન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા બાળકોના ડોક્ટર ઝરણા શાહ જણાવે છે કે નાના બાળકોમાં ખાસ ખૂબ કાળજી રાખવી જોઈએ. ગરમીમાં બહાર રમવા જતા પહેલા જ્યારે ખૂબ ગરમી પડતી હોય 12:00 વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને પુરી બાયના કપડાં પહેરીને બાળકોને બહાર રમવા જવું જોઈએ. સાથે જ બાળકોએ પાણીની બોટલ એમની સાથે રાખવી જોઈએ અને એમના માતા પિતાએ ખાસ કાળજી રાખવી જોઈએ. તેમનું હાઇડ્રેશન જળવાઈ રહે તે માટે ખાસ કરીને પાણી, ors લીંબુ પાણી, નાળિયેર, પાણી, છાસ, કેરીનો બાફલો આ બધી જ વસ્તુઓ આપી શકાય છે. ખાસ કરીને બાળકોમાં કોઈપણ પ્રકારના લક્ષણ જેમ કે તાવ આવવો માથું દુખવું શરીર દુખવું આ શરીર ઉપર લાલ ચકામાં પડી જવા વોમીટીંગ થવી, ચિડચિડાપણું, સુસસ્તા, પેશાબ ઓછો થવો, આવા કોઈ પણ પ્રકારના લક્ષણ જોવામાં આવે તો ત્વરિત બાળકોના ડોકટરનો સંપર્ક કરવો. અને નવજાત બાળક જ્યારે ધાવણ બરાબર ના લેતું હોય ત્યારે હાઇપર નાઈટ્રેમિક ડિહાઇડ્રેશન જોવા મળતું હોય છે એટલે ખાસ કરીને એમને ધાવણ બરાબર આપવું તથા ધાવણ આપતી માતાએ પાણી અને અન્ય પ્રવાહી વધારે લેવા જોઈએ. કોઈ પણ પ્રોબ્લેમ થાય તો પીડિયાટ્રિશન ડોક્ટરનો સંપર્ક કરવો. એ જે પણ પ્રકારના ટેસ્ટ કરવાનું કે એ ટેસ્ટ કરાવી ટ્રીટમેન્ટ એમના નેજા હેઠળ કરવી જેથી નાના બાળકો અને ભૂલકાઓ હિટ સ્ટ્રોક અથવા લુ થી બહાર આવી શકે.

અહેવાલ -સંજય જોષી -અમદાવાદ 

આ પણ  વાંચો - Gandhinagar : મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી કરોડોનું સોનું ગાયબ! HC પહોંચ્યો મામલો

આ પણ  વાંચો - Panchmahal : પરુના ગામની મહિલાઓ ભર ઉનાળે પાણી માટે કરી રહી છે રઝળપાટ

આ પણ  વાંચો - Amreli : વૃક્ષ કાપનારા કોઈ હત્યારાથી ઓછા નથી! BJP અગ્રણીનો આક્રોશ

Tags :
Advertisement

.