Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad EDII: રવાન્ડા અને કેન્યાના 43 ઇન્ટરનેશનલ પ્રોફેશનલ્સે EDIIમાં તેમની કુશળતા અને ક્ષમતાઓનું કર્યું નિર્માણ

Ahmedabad EDII: આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) અમદાવાદે કેન્યા અને રવાન્ડાના 43 પ્રોફેશનલ્સને તેના કેમ્પસમાં યોજાયેલા એક સમાપનવિધિમાં સર્ટિફિકેટ્સ એનાયત કર્યા હતા. ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઈન્ડિયન ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (ITEC) ડિવિઝન દ્વારા સ્પોન્સર કરાયેલા બે પ્રોગ્રામ્સમાં Gender...
ahmedabad edii  રવાન્ડા અને કેન્યાના 43 ઇન્ટરનેશનલ પ્રોફેશનલ્સે ediiમાં તેમની કુશળતા અને ક્ષમતાઓનું કર્યું નિર્માણ
Advertisement

Ahmedabad EDII: આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) અમદાવાદે કેન્યા અને રવાન્ડાના 43 પ્રોફેશનલ્સને તેના કેમ્પસમાં યોજાયેલા એક સમાપનવિધિમાં સર્ટિફિકેટ્સ એનાયત કર્યા હતા. ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઈન્ડિયન ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (ITEC) ડિવિઝન દ્વારા સ્પોન્સર કરાયેલા બે પ્રોગ્રામ્સમાં Gender Responsive Governance in Entrepreneurship (2-Week Programmed) and Bringing Digital Efficiency in Cooperatives, (3-Week Programmed) સમાવિષ્ટ હતા અને તે EDII ખાતે 22 માર્ચે સંપન્ન થયા હતા.

Advertisement

આ સમાપનવિધિમાં નવી દિલ્હીમાં કેન્યા હાઇ કમિશનના હાઇ કમિશ્નર ઓજીડબ્લ્યુ માનનીય પીટર મેઇના મુન્યિરિ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લા અને ઈડીઆઈઆઈ તથા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

કાર્યક્રમનું આયોજન 11થી 12 માર્ચ દરમિયાન કરાયું

કેન્યા સરકારના 20 અધિકારીઓ માટે જ ખાસ રખાયેલા પ્રથમ કાર્યક્રમમાં Entrepreneurshipમાં જેન્ડર રિસ્પોન્સિવ ગવર્નન્સ પર ધ્યાન આપવામાં આવ્યું હતું. 11થી 22 માર્ચ, 2024 સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં આ ઇન્ટેન્સિવ બે-સપ્તાહના કાર્યક્રમનો ઉદ્દેશ ભાગ લેનારાઓને Gender-Inclusive Entrepreneurship Policy અને પ્રેક્ટિસીસને પ્રોત્સાહન આપવા માટે જરૂરી ટૂલ્સ તથા ઇનસાઇટ્સથી સશક્ત બનાવવાનો હતો.

Advertisement

એડવાન્સ્ડ ટૂલ્સ અને ટેક્નિક્સથી સજ્જ કરવામાં આવ્યા

4 માર્ચના રોજ શરૂ થયેલો અને 22 માર્ચ, 2024ના રોજ પૂરો થયેલો બીજો કાર્યક્રમ કોઓપરેટિવ્સમાં ડિજિટલ ક્ષમતા લાવવા પર કેન્દ્રિત હતો. રવાન્ડાના 23 સહભાગીઓના સમૂહ સાથે આ ત્રણ સપ્તાહના કાર્યક્રમનો ઉદ્દેશ ડિજિટલ હસ્તક્ષેપ દ્વારા કો-ઓપરેટિવ કામગીરીમાં ક્રાંતિ લાવવાનો હતો. સહભાગીઓને કામગીરીઓ સરળ બનાવવા, નિર્ણયો લેવાની પ્રક્રિયા વધારવા તથા ટકાઉ વિકાસ તેમજ સહકારી સંસ્થાઓના વિકાસ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સનો લાભ લેવા માટે એડવાન્સ્ડ ટૂલ્સ અને ટેક્નિક્સથી સજ્જ કરવામાં આવ્યા હતા.

Ahmedabad EDII

Ahmedabad EDII

એમ્બેસડર પીટર મેઇના મુન્યિરિનું નિવેદન

સહભાગીઓને સંબોધતા માનનીય એમ્બેસડર પીટર મેઇના મુન્યિરિએ જણાવ્યું હતું કે “EDII ખાતે આ સમૃદ્ધ સફર સફળતાથી પૂરી કરવા પર ઇસ્ટ આફ્રિકા રિજનના સહભાગીઓને હું શુભેચ્છા પાઠવું છું. આ પ્રોગ્રામ્સમાંથી મેળવવામાં આવેલી પરિવર્તનકારી અસરનો લાભ લઈને આવો આપણા સંબંધિત ક્ષેત્રોમાં પરિવર્તન લાવીએ. હવે તમે તમારા સમુદાયોમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે જરૂરી કૌશલ્યો અને સમજથી સજ્જ છો ત્યારે હું તમને વિનંતી કરું છું કે તમારા જીવનમાં કદી પણ નિષ્ઠા, દ્રષ્ટિકોણ તેમજ ઇશ્વરીતત્વને ન છોડશો.”

EDIIના ડિરેક્ટર જનરલનું નિવેદન

પોતાના વક્તવ્યમાં EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાએ જણાવ્યું હતું કે “આ બંને પ્રોગ્રામ્સ ખૂબ જ મહત્વના વિષયો પર તૈયાર કરાયા હતા જે આજના એવા સમયમાં ખૂબ જ મહત્વના છે જ્યારે મહિલાઓ સમાજના કેન્દ્રસ્થાને છે અને તેમની ક્ષમતાઓને અર્થતંત્રના વિશ્વસનીય ચાલકબળમાં ફેરવી શકાય છે અને એવા સમયે જ્યારે ડિજિટલ ટેક્નોલોજીના ડાયનામિક્સ વિકાસના આવશ્યક એન્જિન બની શકે છે. આ પ્રોગ્રામ્સે આ વિષયો કવર કર્યા હતા અને સહભાગીઓ તેને યોગ્ય રીતે સમજ્યા હતા.”

સહભાગીઓએ મહત્વપૂર્ણ સમજ કેળવી હતી અને થિયરીના નોલેજ સાથે સંબંધિત એક્સપોઝર વિઝિટ્સ થકી પ્રેક્ટિકલ બાબતો વિશે પણ સમજ મેળવી હતી.

અહેવાલ સંજ્ય જોશી 

આ પણ વાંચો: Swaine Flu Cases: બેવડી ઋતુને કારણે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ધરખમ વધારો

Tags :
Advertisement

Related News

featured-img
ગાંધીનગર

Nursing Exam Scam : મોટી સંખ્યામાં ઉમેદવારોનો ગાંધીનગરમાં 'હલ્લાબોલ'! કરી આ માગ

featured-img
બિઝનેસ

Share Market : સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ

featured-img
ગાંધીનગર

સેવકોને મળ્યું સન્માન...વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સેવકો સાથે આઈસ્ક્રીમની મોજ માણી

featured-img
ગુજરાત

VADODARA : ભાજપના કોર્પોરેટરનો બળાપો, 'કમિશનર ના ગણકારતા હોય તો...'

featured-img
ગાંધીનગર

Gandhinagar : ગૃહમાં ગૌવંશ સંવર્ધન વિધેયક સર્વાનુમતે પસાર, જાણો કાયદા-દંડની જોગવાઈ વિશે

featured-img
રાષ્ટ્રીય

Noida Fire : ગર્લ્સ હોસ્ટેલના બીજા માળે AC માં થયો બ્લાસ્ટ,જીવ બચવવા યુવતીઓએ મારી છલાંગ,જુઓ video

Trending News

.

×