Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : સિવિલ હોસ્પિટલના નોન એસી વોર્ડમાં મુકાયા કુલર

Ahmedabad :રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ દર્દીઓના હિતાર્થે સમગ્ર વ્યવસ્થા કરાઇ. 70 જેટલા કુલર મુકવામાં આવ્યા હોસ્પિટલમાં આવતા તમામ દર્દીને વાતાનુકુલિત વાતાવરણ મળા રહે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે.રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ (Ahmedabad)સિવિલ હોસ્પિટલ દ્વારા...
ahmedabad   સિવિલ હોસ્પિટલના નોન એસી વોર્ડમાં મુકાયા કુલર

Ahmedabad :રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ દર્દીઓના હિતાર્થે સમગ્ર વ્યવસ્થા કરાઇ. 70 જેટલા કુલર મુકવામાં આવ્યા હોસ્પિટલમાં આવતા તમામ દર્દીને વાતાનુકુલિત વાતાવરણ મળા રહે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે.રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ (Ahmedabad)સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના હિતાર્થે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોન એસી વોર્ડમાં કુલર મુકવામાં આવ્યા છે. વધુમાં અમદાવાદ સિવિલ અને 1200 બેડ હોસ્પિટલમાં રહેલ એ.સી. વોર્ડનો અને બિનઉપયોગી જગ્યાનો મહત્તમ ઉપયોગ થઇ શકે તે પ્રકારનું પણ સમગ્રતયા આયોજન તંત્ર દ્વારા હાથ ધરાયુ છે.

Advertisement

હોસ્પિટલમાં કુલ 70 જેટલા કુલર મુકવામાં આવ્યા

ખાસ કરીને હોસ્પિટલમાં દાખલ બાળકો,વૃધ્ધો સહિતના તમામ દર્દીઓને ગરમીનો સામનો કરવો પડે નહીં તે પ્રકારની આયોજન કરાયું છે. બાળકોને 1200 બેડ હોસ્પિટલના ઓ. પાંચ આઇ.સી.યુ.માં શિફ્ટ કરવામાં આવ્યા છે. ગાયનેક વિભાગના બધાજ દર્દીઓને D-4 અને D-5 વોર્ડમાં શિફ્ટ કરીને કુલર મુકવામાં આવ્યા છે. ઓ.પી.ડી. વિભાગની અંદર પણ વચ્ચે બેસવાની જે જગ્યા છે તે વેટિંગ એરિયામાં કુલ ચાર જેટલા તેમજ સિવિલના બિન વારસી વોર્ડ અને જુની સિવિલ હોસ્પિટલમા રહેલા તમામ વોર્ડમાં બે-બે કુલર મુકવામાં આવ્યા છે. ટી.બી. વોર્ડમાં પણ કુલ ચાર જેટલા કુલર ઇન્ટોલ કરાયા છે.

Advertisement

પાણી વ્યવસ્થા  કરવામાં  આવી

હરતી ફરતી પરબ અને વેઇટીંગ એરિયામાં પાણી પીરસવાની વ્યવસ્થાનાના લીધે બને ત્યા સુધી સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દીને લુ ન લાગે તેનું પુરતુ ધ્યાન હોસ્પિટલ દ્વારા સમયાંતરે રાખવામાં આવતુ હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી એ જણાવ્યું હતુ.

અહેવાલ -સંજય  જોશી -અમદાવાદ 

Advertisement

આ પણ  વાંચો - SBI : ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોલીસકર્મીના પરિવારને 1 કરોડનો ચેક અર્પણ કરાયો

આ પણ  વાંચો - Rajkot Game Zone Tragedy : મુખ્ય 3 આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર, બદલીઓનો દોર પણ શરૂ!

આ પણ  વાંચો - Gujarat Government : બદલી કરી કથિત આરોપી IAS IPS અધિકારીઓને બચાવી લીધાં ?

Advertisement

.