Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ જરૂરતમંદ ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ ભોજન

અહેવાલ  -સંજય જોષી -અમદાવાદ  પાટનગર ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નિયમીત પણે ગરમ અને પૌષ્ટીક ભોજન સેવા માત્ર વીસ રૂપીયાના નજીવા દરે મળતી થઇ છે. સમાજ સેવી સંસ્થા જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-૬ માં પેટ્રોલ પંપ સામે અપના બજાર...
અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ જરૂરતમંદ ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ ભોજન
અહેવાલ  -સંજય જોષી -અમદાવાદ 
પાટનગર ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નિયમીત પણે ગરમ અને પૌષ્ટીક ભોજન સેવા માત્ર વીસ રૂપીયાના નજીવા દરે મળતી થઇ છે. સમાજ સેવી સંસ્થા જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-૬ માં પેટ્રોલ પંપ સામે અપના બજાર નજીકના મેદાનમાં આ ભોજન પ્રસાદ સેવાનો શનિવાર 16  સપ્ટેમ્બરે પ્રારંભ થયો છે.
જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ શહેરના ગોતા, સુભાષબ્રીજ, દૂધેશ્વર અને ઇન્કમટેક્ષ ખાતે જીવન પ્રસાદ ઘર છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે.દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં 30 થી વધુ બહેનોને રોજગારી મળે છે. આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે અહિ ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા તથા પોતાનુ ટિફિન લાવે તો ટિફિનમાં પણ ભોજન ભરી આપવામાં આવે છે.
Image preview
જીવન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નિલેશ જાની એ આ સેવાનો લાભ જરૂરતમંદ લોકોને અપિલ કરી છે અને સેવા આપવા ઇચ્છુક સ્વયં સેવક, દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવા અનુરોધ પણ કર્યો છે. વધુ વિગતો માટે શ્રી નિલેશ જાની નો 7575065555 ઉપર સંપર્ક સાધી શકાય છે.
આ  પણ  વાંચો -AHMEDABAD : સતત 189 વર્ષથી ચાલતા શ્રી આનંદી ઇન્દ્રરમણ ( લાલ ડંડાવાળા) ટ્રસ્ટ અંબાજી માતાના પગપાળા યાત્રા સંઘનો પ્રારંભ 
Advertisement
Tags :
Advertisement

.