Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉર્જા ભરતી કૌભાંડમાં કાર્યવાહી : સાબરકાંઠાના 9 અને અરવલ્લીના 2 સહિત કુલ 11 કર્મચારી સસ્પેન્ડ

અહેવાલ -યશ ઉપાધ્યાય , સાબરકાંઠા ગુજરાત સરકારના સાહસ તરીકે ઓળખાતી વીજ કંપનીને સરકારે ચાર વિભાગમાં વહેંચી દીધી છે ત્યારે તેમાં સમયાંતરે જરૂરીયાત મુજબ કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની ધ્વારા અન્ય કંપનીઓ વતી કરાયેલી ભરતીમાં કૌભાંડ...
ઉર્જા ભરતી કૌભાંડમાં કાર્યવાહી   સાબરકાંઠાના 9 અને અરવલ્લીના 2 સહિત કુલ 11 કર્મચારી સસ્પેન્ડ
અહેવાલ -યશ ઉપાધ્યાય , સાબરકાંઠા
ગુજરાત સરકારના સાહસ તરીકે ઓળખાતી વીજ કંપનીને સરકારે ચાર વિભાગમાં વહેંચી દીધી છે ત્યારે તેમાં સમયાંતરે જરૂરીયાત મુજબ કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની ધ્વારા અન્ય કંપનીઓ વતી કરાયેલી ભરતીમાં કૌભાંડ થયાની આશંકાને લઈને સુરત ક્રાઈમબ્રાન્ચ ધ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જે મુજબ લગભગ દોઢ મહિના અગાઉ સુરત ક્રાઈમબ્રાન્ચે સાબરકાંઠા અને અરવલ્લીના અંદાજે 11કર્મચારીઓ ખોટી રીતે પૈસા આપીને નોકરીએ લાગ્યા છે તે આધારે તેમને તપાસ માટે લઈ ગઈ હતી. તો બીજી તરફ અરવલ્લીના 02 વીજ કર્મીઓ કાયદાની છટકબારી શોધી હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈ આવ્યા હોવા છતાં બુધવારે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપનીના સાબરકાંઠા-અરવલ્લી વિભાગીય કચેરી હિંમતનગરના તપાસનીશ અને સુપ્રિટેન્ડેન્ટ ડી.જે.ધનેલાના દાવા મુજબ ઉર્જા ભરતી કૌભાંડનો રેલો સાબરકાંઠા અને અરવલ્લીમાં આવ્યો હતો. ત્યારબાદ ગત તા. ૨૫ જુલાઈની આસપાસ સુરત ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓએ બંને જિલ્લામાં આવીને સ્થાનિક પોલીસને વિશ્વાસમા લઈ તમામ ૧૧ કર્મચારીઓને સુરત લઈ જવાયા હતા અને તેમને પુછપરછ દરમ્યાન કેટલીક ઠોસ કબુલાતને આધારે નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સુરત ક્રાઈમબ્રાન્ચે ઘટતી કાર્યવાહી કરવા વીજ કંપનીની વડી કચેરીને લેખિતમાં જાણ કરી દીધી હતી.
તો બીજી તરફ વીજ કંપનીએ પણ નિયમોને આધીન રહીને તરત જ કાર્યવાહી કરી દીધી હતી. દરમ્યાન અરવલ્લીના 02 મહિલા કર્મચારીઓ નિલમબેન તથા ઝલકબેન ધ્વારા હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈ લીધા હતા. પરંતુ આ બંને મહિલા કર્મચારીઓએ બુધવારે હિંમતનગર વિભાગીય કચેરીમાં રજૂ કર્યા હોવા છતાં બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું સુપ્રિટેન્ડેન્ટ ધ્વારા જણાવાયું છે. હવે જોવાનું એ રહે છે કે સમગ્ર ભરતીકાંડનો મામલો કાયદાકીય રીતે આગળ વધી રહ્યો છે ત્યારે આ કર્મચારીઓને જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી તમામ ૧૧ ને નોકરી વગરના રહેવું પડશે.

કોણ સસ્પેન્ડ થયા ?

Advertisement

  • નિશાબેન પ્રકાશભાઈ પટેલ
  • રોહિતભાઈ મુળજીભાઈ મકવાણા
  • મનિષભાઈ ધનજીભાઈ પારઘી
  • જલ્પાબેન બિપીનભાઈ પટેલ
  • ઉપાસના ખાનાભાઈ સુતરીયા
  • અલ્તાફભાઈ ઉંમરફારૂક લોઢા
  • પ્રકાશભાઈ મગનભાઈ વણકર
  • નિલમબેન નારાયણભાઈ પરમાર
  • અસીમ યુનુફભાઈ લોઢા

આગોતરા કોણ લાવ્યું ?

  • નીલમબેન કમલશેભાઈ પ્રજાપતિ
  • જલકબેન મનહરભાઈ ચૌધરી માનવ જીવ
અગાઉ કેટલાને સસ્પેન્ડ કરાયા હતા ?
થોડાક સમય અગાઉ ઉર્જા ભરતીકાંડ મામલે સુરત ક્રાઈમબ્રાન્ચે તપાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીના અંદાજે ૧૧ કર્મચારીઓને પુછપરછ માટે ઉઠાવી ગઈ હતી. ત્યારબાદ ગત તા. ૨૭ જુલાઈના રોજ યુજીવીસીએલ કચેરી ધ્વારા સાબરકાંઠાના ૦૯ વીજ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
Advertisement
Tags :
Advertisement

.