Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છના રણોત્સવમાં ચાર ચાંદ લગાવવા અનોખા કાર્યક્રમનું થયું નિર્માણ

અહેવાલ કૌશિક છાંયા કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે આ રણોત્સવમાં ચાર ચાંદ લગાવવા માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેથી આ કાર્યક્રમનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં...
કચ્છના રણોત્સવમાં ચાર ચાંદ લગાવવા અનોખા કાર્યક્રમનું થયું નિર્માણ

અહેવાલ કૌશિક છાંયા

Advertisement

કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે આ રણોત્સવમાં ચાર ચાંદ લગાવવા માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેથી આ કાર્યક્રમનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યના તમામ સાંસ્કૃતિ અને ઐતિહાસિક પાસાઓ રજૂ કરવામાં આવ્યાં

Advertisement

તે ઉપરાંત આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મારી ભૂમિ-કચ્છની ભૂમિ-રણની ભૂમિ-યદ્ધની ભૂમિ થીમ પર તૈયાર થયેલ શોમાં સફેદ રણ, હડડપીય સભ્યતાનું ધોળાવીરા, લખપતમાં આવેલી બૌદ્ધ ધર્મની ગુફાઓ, કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર, કચ્છના કુરુક્ષેત્ર સમું ઝરાનું યુદ્ધ, કચ્છની વિરાંગનાઓએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તૂટેલા એર સ્ટ્રીપને ફરી ઉભો કર્યાની ઘટના, રક્ષક વન, કચ્છની હસ્તકલા, કસબ અને કારીગરી, કચ્છની શોર્ય અને વીરતા, ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ અને તેમની સ્મૃતિમાં ભુજમાં બનેલ સ્મૃતિ વન, વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્ક વગેર આકર્ષિત રીતે રજૂ થયેલા કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિના પાસાઓ બતાવવામાં કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમના નિર્માણ અને પ્રવાસીઓની લગતી માહિતી

Advertisement

આ લાઈટ એન્ડ સાઉન્ડ શો રૂ. ૭.૨૯ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. દર વર્ષે સફેદ રણમાં રણોઉત્સવ દરમિયાન આવેલ પ્રવાસીઓને વધુ આકર્ષણ મળી રહે તથા નાઈટ ટુરિઝમને પ્રાધાન્ય મળી રહે તેને ધ્યાને લઈને ડેકોરેટીવ/ઇનોવેટીવ લાઈટીંગ તથા લાઈટ અને સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. આ ૧૮ મિનીટની અવધિનો લાઈટ અને સાઉન્ડ શો કચ્છના ઈતિહાસ ઉપર રણ અને ભૂમિની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. આ શો કાયમી ધોરણે રાતના સમયે બે વાર બતાવવામાં આવશે જે એકસાથે ૨૫૦ માણસો બેસીને નિહાળી શકાશે.

Tags :
Advertisement

.