Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NEET-UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CBIને સોંપાઈ તપાસ

NEET UG 2024: પરીક્ષામાં ગેરરીતિના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત સરકારે પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસ રાજ્ય સરકારને સોંપવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી FIRની તપાસ સીબીઆઈને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય...
neet ug પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય  cbiને સોંપાઈ તપાસ

NEET UG 2024: પરીક્ષામાં ગેરરીતિના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત સરકારે પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસ રાજ્ય સરકારને સોંપવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી FIRની તપાસ સીબીઆઈને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

Advertisement

8 મેના રોજ એક ફરિયાદ ગોધરામાં નોંધાઇ હતી

ગત તારીખ 5 મે,2024ના રોજ લેવાયેલી NEET UG - 2024ની પરીક્ષામાં ગેરરીતિઓ થઇ હોવાના સમાચાર વહેતા થયા હતા. ત્યાર બાદ ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં 8 મેના રોજ એક ફરિયાદ ગોધરામાં પણ નોંધાઇ હતી. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને રાજ્ય સરકારના ગૃહ વિભાગે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.

દિલ્હીની ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે

CBIએ NEET પરીક્ષા પેપર લીક મામલામાં શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ રેગ્યુલર કેસ નોંધી લીધો છે. CBIએ આઈપીસીની કલમ 420 છેતરપીંડી અને 120 બી એટલે કે ષડયંત્ર રચવાની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી દીધી છે. સીબીઆઈ તરફથી નોંધવામાં આવેલી ફરિયાદમાં ipc ની કલમ 406 પણ જોડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર  CBIની દિલ્હી યૂનિટ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Advertisement

CBI એ એક સેપ્રેટ કેસ નોંધ્યો છે. બિહાર અને ગુજરાતવાળા કેસને ટેકઓવર નહીં કરવામાં આવે. બંને રાજ્યોની પોલીસ હાલમાં પોતાના લેવલે તપાસ અને ધરપકડ કરી રહી છે. સીબીઆઈએ અલગ કેસ નોંધી લીધો છે. આગળની તપાસમાં સીબીઆઈને જ્યારે લાગશે તો બિહાર અને ગુજરાત પોલીસનો સંપર્ક કરશે.આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે.

આ પણ  વાંચો  - Kutch: મુન્દ્રામાં દેશી દારૂ અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલેના દરોડા,9 લોકોની કરી ધરપકડ

Advertisement

આ પણ  વાંચો  - Gujarat: CM ભૂપેન્દ્ર પટેલની ઉ.ગુજરાતને મોટી ભેટ,399 કરોડના ખર્ચે બનશે 2 નવા બ્રિજ

આ પણ  વાંચો  - VADODARA : સાંસદ યુસુફ પઠાણને મદદ કરનારાઓની તપાસ કરો, મુખ્યમંત્રીને પત્ર

Tags :
Advertisement

.