Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Organic Farming Process: ગાંધીનગરમાં એક ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવા પર અન્ય ખેડૂતોને આપ્યું પ્રોત્સાહન

Organic Farming Process: આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં આજે પણ મોટે ભાગે ખેતી થાય છે. ત્યારે આજે વાત કરીશું Organic Farming ની જો આવનારી પેઢી અને ઉત્પાદનની ગુણવત્તા સાથે ઓછા સિંચનના પાણી સાથે મબલખ પાક...
organic farming process  ગાંધીનગરમાં એક ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવા પર અન્ય ખેડૂતોને આપ્યું પ્રોત્સાહન

Organic Farming Process: આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં આજે પણ મોટે ભાગે ખેતી થાય છે. ત્યારે આજે વાત કરીશું Organic Farming ની જો આવનારી પેઢી અને ઉત્પાદનની ગુણવત્તા સાથે ઓછા સિંચનના પાણી સાથે મબલખ પાક મેળવવો હોય, તો Organic Farming તરફ વળવું પડશે. આજે એક એવા ખેડૂતની વાત કરીશું જેમને Organic Farming માં અઢી વીઘામાં સવા પાંચ લાખની કમાણી કરી છે. વાત કરીશું Gandhinagar જિલ્લાના દેલવાડ ગામના પ્રેરણાદાયી ખેતી કરનાર ખેડૂત રસિકલાલ પટેલની.

Advertisement

  • જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું નથી

  • પોતાના જ ખાતરનો ઉપયોગ કરીને Organic Farming કરે

  • રસિકભાઈને લંડનાથી પણ આમંત્રણ મળ્યું છે

રસિકભાઈ પટેલના પૂર્વજોના સમયગાળાથી તેઓ ખેતી ક્ષેત્રે જોડાયેલા છે. ત્યારે રસિકલાલ પટેલને છેલ્લા 7 વર્ષથી ખેતીમાં મબલખ પાક અને આવકમાં ફાયદો થયો છે. તેનું કારણ Organic Farming છે. Organic Farming માટે કોઈ રાસાયણિક ખાતર કે જંતુ નાશક દવાની જરૂર પડતી નથી. રસિકભાઈ પટેલે તેમના જેવા અન્ય ખેડૂત મિત્રો Organic Farming તરફ આગળ વધે તે માટે તેમને આખી આ Organic Farming ની સાધન સામગ્રીની પ્રક્રિયા જાતે પ્રયોગ કરી અને અન્ય લોકો પ્રેરણા લે તે માટે બનાવીને બતાવી છે.

જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું નથી

Organic Farming ના ફાયદાની વાત કરીએ, તો Organic Farming થી જમીનની ફળદ્રુપતા ઉત્તમ થાય છે. સાથે ઓછા પાણી અને જમીનમાંથી અળસિયા ઉત્પન્ન થાય છે, જે જમીનને છીદ્રાળું કરે છે જેનાથી વરસાદનું પાણી રિચાર્જ થાય છે અને ખેતરનું પાણી ખેતરમાંનો સિધ્ધાંત ખર્ચ વગર પાર પડે છે. સાથે-સાથે ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા જળવાઇ રહેવાની સાથે ખાતરનો ખર્ચ ઘટતો હોવાથી ખેડૂત માટે અત્યંત ફાયદાકારક જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું નથી. પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઇ રહે છે અને તેમાં વધારો થાય છે. જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઇ રહે છે. જે આવનાર પેઢી માટે પણ ઉત્તમ રહે છે. સાથે સ્વાસ્થ્ય માટે પણ આ ઉત્પાદન ખૂબ કારગર સાબિત થાય છે.

Advertisement

પોતાના જ ખાતરનો ઉપયોગ કરીને Organic Farming કરે

Gandhinagar જિલ્લાના દેલવાડ ગામના રસિકભાઈ પટેલને Organic Farmingની પ્રેરણા રાજપાલ દેવવ્રતની પ્રેરણા અને તેમના પ્રવચન પરથી મળી હતી. ત્યારે આજે Organic Farming કરતા તેમને 7 વર્ષ થઈ ગયાં છે. કોઈ પણ જાતના વધારાના ખર્ચ કરતા માત્ર ઓછી પડોજડ અને સાવચેતીથી ઘરની સામગ્રી અને ખાસ ગૌ મૂત્ર સાથે ગોબર અને દેશી ગોળ સાથે પાણી મિશ્ર કરીને આ સિસ્ટમ બનાવી. તેઓ જાતે જ જમીનમાં આ પોતાના જ ખાતરનો ઉપયોગ કરીને Organic Farming કરે છે.

રસિકભાઈને લંડનાથી પણ આમંત્રણ મળ્યું છે

Organic Farming થી થતા ઉત્પાદકથી થતા સ્વાસ્થ્યના ફાયદા પણ અદભુત છે. રસિકભાઇ પટેલ અન્ય ખેડૂત મિત્રોને પણ આ Organic Farming તરફ વળવા માટે અપીલ કરે છે. કેમ કે Organic Farming તરફ આજે નહીં તો કાલે આવવું જ પડેશે. તો તે આજથી કેમ નહિ તેવા ઉમદા વિચારો સાથે રસિકભાઈના રસિકભાઈને લંડન ખેતીની પ્રક્રિયા બતાવવા માટે પણ તેમને આમંત્રણ મળ્યું છે. તેવી તેમની કામગીરી અને Organic Farming ના ફાયદા છે. આવો તો આપડા ખેતી પ્રધાન દેશને બચાવીએ અને ખેડૂતો જમીન વેચી અને વિદેશ જઈ રહ્યા છે. તેવા ખેડૂતોને આજે ફરી એકવાર ખેતી તરફ વળે અને Organic Farming કરે અને જમીનની સાથે-સાથે સ્વાસ્થ્ય પણ ઉત્તમ થાય તેવી આશાઓ સાથે Organic Farming તરફ જઈએ.

Advertisement

અહેવાલ સચિન કડિયા

Tags :
Advertisement

.