Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીનગરમાં નકલી FCI ડાયરેક્ટર પકડાયો,IPSને આમંત્રણ આપવા પહોંચતા ભાંડો ફૂટ્યો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યાં છે. આ નકલી અધિકારીઓ મહાઠગ બનીને લોકોને છેતરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં 24 કલાકના ગાળામાં જ બે નકલી અધિકારીઓ પકડાયા છે. ગાંધીનગરમાંથી નકલી FCI નો ડાયરેક્ટર પકડાયો છે.   વિઝિટિંગ કાર્ડ...
ગાંધીનગરમાં નકલી fci ડાયરેક્ટર પકડાયો ipsને આમંત્રણ આપવા પહોંચતા ભાંડો ફૂટ્યો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓ પકડાઈ રહ્યાં છે. આ નકલી અધિકારીઓ મહાઠગ બનીને લોકોને છેતરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં 24 કલાકના ગાળામાં જ બે નકલી અધિકારીઓ પકડાયા છે. ગાંધીનગરમાંથી નકલી FCI નો ડાયરેક્ટર પકડાયો છે.

Advertisement

વિઝિટિંગ કાર્ડ બતાવી રૉફ જમાવતો

Advertisement

ગાંધીનગરમાંથી નકલી FCI નો ડાયરેક્ટર પકડાયો છે. એફસીઆઈ ડાયરેક્ટરની ઓળખ આપતા જમાદાર પુણ્યદેવ રાયની ધરપકડ કરાઈ છે. પુણ્યદેવ રાય ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરીનું વિઝિટિંગ કાર્ડ બતાવી રૉફ જમાવતો હતો. પોલીસ ભવનમાં સિનિયર IPS અધિકારીને વિઝિટિંગ કાર્ડ આપી કાર્યક્રમનું આમંત્રણ આપવા પહોંચ્યો હતો. પરંતું આઈપીએસ અધિકારીને શંકા જતા તેણે તપાસ કરાવી હતી, જેથી આ નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો હતો. જમાદાર પુણ્યદેવ રાય સામે ખોટા રાજ્ય સેવકનો ઢોંગ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.

આ  પણ  વાંચો -લ્યો બોલો,, હવે સુરતમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો

Advertisement

Tags :
Advertisement

.