વિશ્વમાં એક દિવસમાં 18.60 લાખ નવા કેસ, 6000થી વધુના મોત
વિશ્વમાં કોરના વાયરસના કેસમાં સતત ઘટાળો થઇ રહ્યો છે. વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 18.60 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે. તેમાંથી 18.62 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6,352 લોકોના મોત થયા હતા. નવા કેસની દ્રષ્ટિએ રશિયા નંબર વન પર છે. રશિયામાં 1.80 લાખ નવા કેસ મળી આવ્યા છે. જ્યારે ફ્રાન્સ 1.55 લાખ દર્દીઓ સાથે બીજા નંબરે છે. અને જર્મની 1.14 લાખ દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે.યુરોપમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુયુરà
વિશ્વમાં કોરના વાયરસના કેસમાં સતત ઘટાળો થઇ રહ્યો છે. વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 18.60 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે. તેમાંથી 18.62 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6,352 લોકોના મોત થયા હતા. નવા કેસની દ્રષ્ટિએ રશિયા નંબર વન પર છે. રશિયામાં 1.80 લાખ નવા કેસ મળી આવ્યા છે. જ્યારે ફ્રાન્સ 1.55 લાખ દર્દીઓ સાથે બીજા નંબરે છે. અને જર્મની 1.14 લાખ દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે.
યુરોપમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ
યુરોપમાં કોરોનાને કારણે એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. રશિયામાં 661 અને મેક્સિકોમાં 588 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસમાં પણ અમેરિકા ટોપ પર છે. હાલ વિશ્વમાં 7.54 કરોડ એક્ટિવ કેસ છે. તેમાંથી 2.90 કરોડ કેસ એકલા અમેરિકામાં જ છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 39.59 કરોડથી વધુ લોકો મહામારીના ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી 31.48 કરોડ સાજા થઈ ગયા છે. તેમજ 57.58 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. રિપોર્ટ્સ મુજબ ઓસ્ટ્રેલિયા પ્રવાસીઓ માટે 21 ફેબ્રુઆરીથી પોતાની સીમા ખોલશે.
ચીનનું બોસ શહેર સીલ કરવામાં આવ્યું
કોવિડના પ્રકોપને કારણે ચીનના બોસ શહેરને સીલ કરી દેવામાં આવ્યું છે. તે દક્ષિણ ચીનમાં ગુઆંગસી ઝુઆંગમાં આવે છે. અહીં શહેરમાં લોકોનો પ્રવેશ અને બહાર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે બોસમાં ઓમિક્રોન વેરિયન્ટ શેનજેનમાંથી ફેલાયો છે.
Advertisement