ભારતીય ક્રિકેટ ટીમના આ સ્ટાર ખેલાડીઓને થયો કોરોના, નોન-કોચિંગ સ્ટાફના સભ્યો પણ પોઝિટિવ
અમદાવાદ ખાતે ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે ક્રિકેટ મેચ યોજાવા જઇ રહી છે. ત્યારે મેચની શરૂઆત પહેલા જ ભારતની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના 4 ખેલાડીઓ પોઝિટિવ આવ્યા છે. જેમાં ઓપનર શિખર ધવન, રિઝર્વ ઓપનર રુતુરાજ ગાયકવાડ અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર તથા ફાસ્ટ બોલર નવદીપ સૈની સહિત સપોર્ટ સ્ટાફના ચાર સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવે આવ્યો છે. એ વાતની પુષ્ટિ થઈ છે કે કેપ્
અમદાવાદ ખાતે ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે ક્રિકેટ મેચ યોજાવા જઇ રહી છે. ત્યારે મેચની શરૂઆત પહેલા જ ભારતની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના 4 ખેલાડીઓ પોઝિટિવ આવ્યા છે. જેમાં ઓપનર શિખર ધવન, રિઝર્વ ઓપનર રુતુરાજ ગાયકવાડ અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર તથા ફાસ્ટ બોલર નવદીપ સૈની સહિત સપોર્ટ સ્ટાફના ચાર સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવે આવ્યો છે. એ વાતની પુષ્ટિ થઈ છે કે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સહિતના કોચ અને ખેલાડીઓનો કોરોના રિપોર્ટ બુધવારે નેગેટિવ આવ્યો છે.
BCCIએ જણાવ્યું હતું કે, મેમ્બર્સને પ્રવાસ શરૂ કરતાં પહેલા RT-PCR ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતુ. નેગેટિવ ટેસ્ટ વાળા મેમ્બર્સ જ પ્રવાસમાં આવી શકે છે તેમ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટીમ અમદાવાદ આવી ત્યારે 31 જાન્યુઆરી થી 02 ફેબ્રુઆરી એમ સતત ત્રણ દિવસ ત્રણ રાઉન્ડમાં મેમ્બર્સના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મતલબ કે, ટીમ મેમ્બર્સ પ્રવાસ દરમિયાન કે હોટેલમાં કોરોના પોઝિટિવ થયા હોવાની શક્યતા વધુ છે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એમ. શાહરૂખ ખાન, આર સાઈ કિશોર અને ઋષિ ધવન, જેમને શ્રેણી માટે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા ત્યારે હવે ટીમમાં સામેલ થઈ શકે છે. જ્યાં સુધી રોહિત શર્માના ઓપનિંગ પાર્ટનરની વાત છે તો T20 ટીમના ઓપનર વેંકટેશ ઐયરને અજમાવી શકે છે.
કોરોનાની નવી ગાઈડલાઈનમાં મળી શકે છે રાહત: ગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઈનની આજે થશે જાહેરાત, નવી છૂટછાટો અને મર્યાદાઓ પર રહેશે સૌની નજર
Advertisement