રાજ્યમાં વધતા કોરોનાના કેસ વચ્ચે દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાથી રાહત
વિશ્વ સહિત દેશ આજે પણ કોરોના સામે લડાઇ લડી રહ્યો છે. આ તમામ વચ્ચે વર્તમાનમાં પણ દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં સામે આવી રહેલા કોરોનાના દર્દીની જો એકંદરે વાત કરીએ તો હાલત સ્થિતિ સ્થિર જણાઇ રહી છે. આંકડાઓ પરથી એટલો અંદાજ લગાવી શકાય છે કે, બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેર અત્યાર સુધી ઘાતક નથી રહી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. આ તમામ વચ્ચે જો અમદાવાદ શહેરન
વિશ્વ સહિત દેશ આજે પણ કોરોના સામે લડાઇ લડી રહ્યો છે. આ તમામ વચ્ચે વર્તમાનમાં પણ દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં સામે આવી રહેલા કોરોનાના દર્દીની જો એકંદરે વાત કરીએ તો હાલત સ્થિતિ સ્થિર જણાઇ રહી છે. આંકડાઓ પરથી એટલો અંદાજ લગાવી શકાય છે કે, બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેર અત્યાર સુધી ઘાતક નથી રહી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. આ તમામ વચ્ચે જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 378 દર્દીઓ દાખલ છે જેમાંથી 232 દર્દીઓ ઓક્સિજન વેન્ટિલેટર અને ICU પર દાખલ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 106, સોલા સિવિલમાં 23 જ્યારે ખાનગી હોસ્પિટલમાં 249 દર્દીઓ દાખલ છે. સિવિલમાં 107 દર્દીઓ એડમિટ છે જેમાંથી 49 દર્દીઓએ વેકસિનનો એક પણ ડોઝ લીધો નથી. જ્યારે 17 દર્દીઓએ એક જ ડોઝ લીધો છે. સિવિલ હોસ્પિટલમા દાખલ દર્દીઓના 60 ટકા દર્દીઓએ બંને ડોઝ નથી લીધા. એટલે કે આ આંકડા દર્શાવી રહ્યા છે કે, વેકસિન લીધા વગરના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં વધારે દાખલ છે
Advertisement