કોરોનાના આ નવા વેરિઅન્ટના કારણે દર 3માંથી 1 દર્દીનું થઇ શકે છે મૃત્યુ
કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કારણે બીજી લહેર આવી અને ઓમિક્રોનના કારણે ત્રીજી લહેરે કહેર મચાવ્યો છે. ત્યારે કોરોનાનો વધુ એક વેરિઅન્ટ નિયોકોવ સામે આવ્યો છે. અને આ ડેલ્ટા અને એમિક્રોન બંને કરતા વધુ ખતરનાક હોવાનો દાવો વુહાનના વૈજ્ઞાનિકો દ્વારા કરાઇ રહ્યો છે. નિયોકોવ વેરિઅન્ટ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને તેના કારણે વધુ દર્દીઓના મોત થઈ શકે છે. કોરોના
કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કારણે બીજી લહેર આવી અને ઓમિક્રોનના કારણે ત્રીજી લહેરે કહેર મચાવ્યો છે. ત્યારે કોરોનાનો વધુ એક વેરિઅન્ટ નિયોકોવ સામે આવ્યો છે. અને આ ડેલ્ટા અને એમિક્રોન બંને કરતા વધુ ખતરનાક હોવાનો દાવો વુહાનના વૈજ્ઞાનિકો દ્વારા કરાઇ રહ્યો છે. નિયોકોવ વેરિઅન્ટ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને તેના કારણે વધુ દર્દીઓના મોત થઈ શકે છે. કોરોનાનો આ વેરિઅન્ટ એટલો ખતરનાક છે કે તે દર 2 દર્દીઓમાંથી એકને મારી શકે છે. વુહાનના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. તે ચીનના વુહાનમાં સ્થિત છે અને તે એ જગ્યા છે જ્યાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.
વુહાનના વૈજ્ઞાનિકોની ચેતવણી
ચીનના વુહાનમાં વૈજ્ઞાનિકોએ દક્ષિણ આફ્રિકામાં નવા પ્રકારના કોરોના વાયરસ 'નિયોકોવ' વિશે ચેતવણી આપી છે. આ વેરિન્ટ ઝડપથી ફેલાય છે અને તે જલ્દી જ લોકોને મારી શકે છે. તો રશિયન સમાચાર એજન્સીએ કહ્યું કે નિયોકોવ વાયરસ નવો નથી. તે 2012 અને 2015 માં મધ્ય પૂર્વના દેશોમાં સામે આવ્યો હતો. આ વેરિઅન્ટ SARS-CoV-2 જેવો જ હોવાનું માનવામાં આવે છે, જે મનુષ્યમાં કોરોના વાયરસનું કારણ બને છે.
નિયોકોવ વેરિઅન્ટ આફ્રિકન ચામાચીડિયામાં જોવા મળે છે. તેના સંક્રમણની વાત કરીએ તો અત્યાર સુધી તે પ્રાણીઓમાં જોવા મળે છે. જો કે, BioRxiv વેબસાઈટના અહેવાલ મુજબ, નિયોકોવ અને તેની નજીકનો સ્ટ્રેન PDF-2180-CoV મનુષ્યોને સંક્રમિત કરી શકે છે. ચાઇનાની વુહાન યુનિવર્સિટી અને ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સની ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોફિઝિક્સના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વાયરસને મનુષ્યને સંક્રમિત કરવા માટે માત્ર એક જ પરિવર્તનની જરૂર છે.
બીજી તરફ, રશિયન સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેકનોલોજી દ્વારા વેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ ચીની વૈજ્ઞાનિકોના અહેવાલોથી માહિતગાર છે અને હાલમાં વાયરસ માનવોમાં ફેલાવાની શક્યતા ઓછી છે.
હાલ વૈજ્ઞાનિકો નિયોકોવ વિશે વધુ માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે. જો કે, આ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બીજી તરફ, કોરોના સામે રક્ષણ માટે વેક્સિન બનાવનાર ભારત બાયોટેકને ઇન્ટ્રાનાસલ બૂસ્ટર ડોઝના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે મંજૂરી મળી ગઈ છે.
Advertisement