Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિકે સંભાળ્યો ચાર્જ, ગાર્ડ ઓફ ઓનર આપી કરાયુ સન્માન

અમદાવાદ શહેરને મળ્યા નવા પોલીસ કમિશ્નર આજે મળી ચૂક્યા છે. જી હા અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે આજે જી.એસ.મલિકે ચાર્જ સંભાળી લીધો છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરાયુ હતું. આ પ્રસંગે અમદાવાદ...
અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે જી એસ મલિકે સંભાળ્યો ચાર્જ  ગાર્ડ ઓફ ઓનર આપી કરાયુ સન્માન

અમદાવાદ શહેરને મળ્યા નવા પોલીસ કમિશ્નર આજે મળી ચૂક્યા છે. જી હા અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે આજે જી.એસ.મલિકે ચાર્જ સંભાળી લીધો છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરાયુ હતું. આ પ્રસંગે અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે જી.એસ.મલિક 1993ના બેચના IPS અધિકારી છે. તેઓ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે. BSFના વડા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ત્રણ મહિના બાદ અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે જી. એસ મલિકને મુકવામાં આવ્યા છે.

Advertisement

જી.એસ મલિક મૂળ હરિયાણાના છે. તેઓએ અભ્યાસમાં બી ટેક (elect.) કર્યું છે. 1993ની બેચના તેઓ ગુજરાત કેડરના IPS છે. 8 જાન્યુઆરી 1994 ના રોજ તેઓની નિમણૂક કરવામાં આવી હતી. પરિવારમાં તેઓના પત્ની હાઉસ વાઈફ છે અને બાળકો છે.

Advertisement

છેલ્લા 30 વર્ષમાં જી.એસ મલિકે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં, સરહદ પર તેમજ રેન્જમાં ફરજ બજાવી છે. અગાઉ તે BSF માં પ્રમુખ હતા, ત્યારે ભારતીય જળસીમામાંથી પાકિસ્તાનીઓને ઝડપી પાડવાનું મોટું ઓપરેશન પાર પાડ્યું હતું.

Advertisement

જી.એસ મલિકે પોતાના કેરિયરની શરૂઆત કચ્છ ASP તરીકે કરી હતી, જે બાદ તે ભરૂચના SP પણ રહ્યા હતા, વર્ષ 2003થી 2005ના સમયગાળા દરમિયાન તેઓ 3 વર્ષ સુધી ભરૂચ SP રહ્યા હતા, તે સમયે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ ભાઈ વસાવા સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી તેઓએ જિલ્લા પોલીસને છોટુ વસાવાને પકડવાનો આદેશ કર્યો હતો. તે સમયે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં PI મીની જોસેફ હતા, તેઓએ આ ચેલેન્જ સ્વીકારી છોટુ વસાવાની ધરપકડ કરી હતી.

Tags :
Advertisement

.