Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલમાં જન્માષ્ટમીની ભવ્યાતિભવ્ય ઉજવણી, દિગ્ગજ ગાયકોએ પાથર્યો અવાજનો જાદુ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલના અગ્રણી ઉદ્યોગપતિ અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ ગોંડલ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ભવ્યાતિભવ્ય  ઉજવણી કરાઇ, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક...
ગોંડલમાં જન્માષ્ટમીની ભવ્યાતિભવ્ય ઉજવણી  દિગ્ગજ ગાયકોએ પાથર્યો અવાજનો જાદુ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Advertisement

ગોંડલના અગ્રણી ઉદ્યોગપતિ અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ ગોંડલ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ભવ્યાતિભવ્ય  ઉજવણી કરાઇ, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા

Advertisement

પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને ધડુક પરિવાર દ્વારા અનેક તહેવારો ભવ્ય થી અતિભવ્ય રીતે ઉજવવામાં આવે છે ત્યારે જન્માષ્ટમી ઉત્સવને લઈને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની કૈંક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

Advertisement

ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટમાં 10 વિઘા માં ભવ્ય મંડપ ડેકોરેશન, ઓરિજનલ કુલ્લો થી સ્ટેજ, એન્ટ્રી ગેઇટ, ટૂસ લાઈટો જેવી અનેક લાઈટો થી ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું

કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે ખુબજ સુંદર ડેકોરેશનમાં 1500 કિલો જેટલા ઓરિજનલ ફૂલો થી શણગાર કરવામાં આવ્યો હતો.પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક સહિત તેમના પરિવારજનો આ ઉત્સવમાં જોડાયા હતા.

કાર્યક્રમમાં ગીતા રબારી, નિધિ ધોળકિયા, આસિફ જેરિયા, મીનાક્ષી વાઢેર સહિતના કલાકારોએ પોતાના સ્વરનો જાદુ પાથર્યો હતો.

સ્ટેજ પર ભગવાન શ્રીકૃષ્ણની લીલા, કૃષ્ણ ભગવાનનો જન્મ જે જેલ માં થયો હતો ત્યાર થી લઈને ભગવાનના લગ્ન સુધીની અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી આ કૃતિઓ માટે પરફોર્મન્સ ગ્રુપ વડોદરા થી ગોંડલ આવી પોહચ્યું હતું.

ગ્રાઉન્ડમાં વિશાળ LED સ્ક્રીનો મુકવામાં આવી હતી ટોટલ 5000 સ્કવેર ફૂટથી એન્ટ્રી ગેટ અને સ્ટેજ પર બેગ્રાઉન્ડ માં LED સ્ક્રીન પર અલગ અલગ ગ્રાફિક્સ ડિઝાઇન કરવામાં આવી હતી. આ તકે  મોટી સંખ્યા માં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.