Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Girsomnath:ભારે વરસાદથી ત્રિવેણી સંગમમાં નવા નીર

Girsomnath:ગીર સોમનાથ જિલ્લામાં અને ગીર જંગલમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદને પગલે તમામ નદીઓ જીવંત બની છે ત્યારે સોમનાથ ખાતે આવેલ પવિત્ર ત્રિવેણી સંગમ (triveni confluence)ખાતે હિરણ,સરસ્વતી અને કપિલા ત્રણેય નદીઓના પાણીની આવક ભેગી થતા ત્રિવેણી ઘાટ થયો...
05:44 PM Jul 19, 2024 IST | Hiren Dave
triveni confluence

Girsomnath:ગીર સોમનાથ જિલ્લામાં અને ગીર જંગલમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદને પગલે તમામ નદીઓ જીવંત બની છે ત્યારે સોમનાથ ખાતે આવેલ પવિત્ર ત્રિવેણી સંગમ (triveni confluence)ખાતે હિરણ,સરસ્વતી અને કપિલા ત્રણેય નદીઓના પાણીની આવક ભેગી થતા ત્રિવેણી ઘાટ થયો પાણીમાં ગરકાવ.

 

ત્રિવેણી સંગમ ડૂબ્યો પાણીમાં

આ દ્રશ્યો છે સોમનાથના ત્રિવેણી ઘાટના આ પવિત્ર ઘાટ ખાતે હિરણ કપિલા અને સરસ્વતી ત્રણેય મુખ્ય નદીઓનો સંગમ થાય છે અહીંયા સંગમ થયા બાદ આ નદીઓ સોમનાથના દરિયાને મળે છે ત્યારે છેલ્લા બે દિવસના પડી રહેલા ભારે વરસાદને કારણે આ નદીઓમાં ભારે પ્રમાણ માં પાણી આવતા પૂરની સ્થિત સર્જાઈ છે ત્યારે આ ત્રિવેણી ઘાટ ખાતે ભારે પ્રમાણમાં પાણીની આવક થતા મુખ્ય ત્રિવેણી ઘાટ પાણીની અંદર ગરકાવ થયો છે

ત્રિવણી ઘાટનું અનોખું મહત્વ

પ્રભાસ તીર્થના આ પવિત્ર ઘાટ ખાતે સમગ્ર ભારતમાંથી સોમનાથ આવતા લોક પોતાનું પુણ્યનું ભાથું બાંધવા તેમજ પિતૃ તર્પણ અને સ્નાન કરવા આવતા હોય ત્યારે અહીં તંત્ર દ્વારા ભારે વરસાદને કારણે અહીં નાહવા ઉપર પ્રતિબંધ પણ કરવામાં આવ્યો છે. જોકે હાલ વરસાદે વિરામ લેતાં અહીં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આ ત્રિવેણી સંગમનો દુર્લભ નજારો જોઈ અને ધન્યતા અનુભવે છે.

NDRFની ટીમ તૈનાત

રાજ્યમાં ભારે વરસાદથી NDRF સ્ટેન્ડબાય છે. જેમાં નર્મદા, કચ્છમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, વલસાડમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. જેમાં દ્વારકા, જૂનાગઢમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા ભાવનગર, અમરેલીમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા સુરત, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. આમ ગુજરાતમાં દસ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.

આ પણ  વાંચો  -Junagadh:જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું

આ પણ  વાંચો  - Ahmedabad: હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

આ પણ  વાંચો  -VADODARA : MBA યુવકોએ ખેતપેદાશોના વેચાણને વ્યવસાય બનાવ્યો

Tags :
followingGirSomnathGujaratGujarat Heavy rainsgujarat rainHeavyRainsinundatedtriveni confluence
Next Article