Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોના સામે લડવા ફરી એકવાર સજ્જ થઇ જાઓ

હાલમાં ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર ફરી જોવા મળી રહ્યો છે. આજના વર્તમાનપત્રમાં આપણા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ કોરોના થયાના સમાચાર છે. રાજ્યના બીજા એક કેબીનેટ મંત્રી શ્રી પૂર્ણેશ મોદી પણ કોરોના પોઝીટીવ થતાં હોમ આઇસોલેશનમાં મુકાયા છે.​સમાચારો પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 550 જેટલા નવા કેસ નોંધાયા છે. રીકવરી રેટ પણ ઘટી રહ્યો છે અને કેટલાંક અન્ય રાજ્àª
કોરોના સામે લડવા ફરી એકવાર સજ્જ થઇ જાઓ
હાલમાં ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર ફરી જોવા મળી રહ્યો છે. આજના વર્તમાનપત્રમાં આપણા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ કોરોના થયાના સમાચાર છે. રાજ્યના બીજા એક કેબીનેટ મંત્રી શ્રી પૂર્ણેશ મોદી પણ કોરોના પોઝીટીવ થતાં હોમ આઇસોલેશનમાં મુકાયા છે.
​સમાચારો પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 550 જેટલા નવા કેસ નોંધાયા છે. રીકવરી રેટ પણ ઘટી રહ્યો છે અને કેટલાંક અન્ય રાજ્યમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાંના સમાચાર છે. ​આપણા તાજેતરમાં વીતેલા વર્ષોનો તાજો અનુભવ કહે છે કે કોરોનાના વાઇરસ ખુબ જ ઝડપથી ફેલાઈ શકે છે અને તેમ થતું અટકાવવા માટે કઈ કઈ કાળજીઓ લેવી જોઈએ તેનો અનુભવ આપણી પાસે બહોળો છે. આ પહેલાં આપણે પહેલી અને બીજી લહેર દરમિયાન ઘણી ખુવારી જોઇ છે. તેમ છતાં આપણી ઉદાસીનતા આજા પણ આરોગ્ય બાબાતે વર્તાય છે. મોટી સંખ્યામાં મેળાવડાં કરવાં માસ્ક પહેરવામાં ઉદાસીનતા તેમજ કોરોના ગાઇડલાઇનનું ઉલ્ધંન કરતાં પહેલાં આપણે એકવાર ફરી ચેતી જવું જોઇએ. 
વ્યક્તિગત રીતે, પારિવારિક રીતે, સામાજીક રીતે તથા સરકારી વ્યવસ્થાતંત્રની જાગૃતતાના રીતે આપણે ફરી એકવાર આપણી જાતને, આપણા સમાજને, આપણા પ્રદેશને અને આપણા રાષ્ટ્રને સંભવિત મહામારીમાંથી બચાવવા માટે પુનઃવિશેષ જાગૃતિ દાખવવી પડશે.
હવે જે સમય આવ્યો છે તેમાં આરોગ્યતંત્ર કે સરકારી નિયંત્રણો તો જરૂરી બનશે જ પણ એથી વિશેષ તાજા અનુભવને ધ્યાનમાં લઈને દરેક વ્યક્તિની પોતાની વ્યક્તિગત જાગૃતતા અને સાવધાની સંભવિત કોરોનાની આપત્તિ સામેનું રક્ષા કવચ બનશે. તો જ આપણે માનવ જાતને બચાવવાના આ ભગીરથ પ્રયાસમાં સફળ થઇ શકીશું 
Advertisement
Tags :
Advertisement

.