Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયુક્તની કમાન ગીતિકા શ્રીવાસ્તવને, ટુંક સમયમાં સંભાળી શકે છે ચાર્જ

ગીતિકા શ્રીવાસ્તવ ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં ભારતના નવા ઈન્ચાર્જ હશે. તેઓ હાલમાં વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. આ મામલા સાથે જોડાયેલા લોકોએ સોમવારે જણાવ્યું કે તે સુરેશ કુમારનું સ્થાન લેશે. સુરેશ કુમાર નવી દિલ્હી પરત...
ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયુક્તની કમાન ગીતિકા શ્રીવાસ્તવને  ટુંક સમયમાં સંભાળી શકે છે ચાર્જ

ગીતિકા શ્રીવાસ્તવ ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં ભારતના નવા ઈન્ચાર્જ હશે. તેઓ હાલમાં વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. આ મામલા સાથે જોડાયેલા લોકોએ સોમવારે જણાવ્યું કે તે સુરેશ કુમારનું સ્થાન લેશે. સુરેશ કુમાર નવી દિલ્હી પરત ફરી શકે છે.

Advertisement

ગીતિકા શ્રીવાસ્તવ, વિદેશ મંત્રાલયના ઈન્ડો-પેસિફિક વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. વાસ્તવમાં, ઓગસ્ટ 2019 માં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પાછો ખેંચવાના ભારતના નિર્ણય પર પાકિસ્તાને રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કર્યા પછી ઇસ્લામાબાદ અને દિલ્હીમાં ભારતીય અને પાકિસ્તાની હાઈ કમિશનનું નેતૃત્વ તેમના સંબંધિત ઇન્ચાર્જ દ્વારા કરવામાં આવે છે.

ગીતિકા શ્રીવાસ્તવ ટૂંક સમયમાં ઇસ્લામાબાદમાં ચાર્જ સંભાળે તેવી અપેક્ષા છે, ઉલ્લેખનીય છે કે ભારત કે પાકિસ્તાને ઓગસ્ટ 2019 થી કોઈ હાઈ કમિશનરની નિમણૂક કરી નથી. તાજેતરમાં જ પાકિસ્તાને ભારતમાં હાઈ કમિશન માટે સાદ વારૈચનું નામ શોર્ટલિસ્ટ કર્યું હતું

Advertisement

Tags :
Advertisement

.