ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ થશે

ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેથી હવે ત્રીજી લહેરના વળતા પાણી થયા છે તેવું કહી શકાય. આવી સ્થિતિમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી તમામ રાજ્યોને પત્ર લખીને હવે કોરોના નિયંત્રણોમાં ફેરફાર કરવા અથવા તેને દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા કોરોના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના નિયંત્રણો અંગેની à
02:03 PM Feb 17, 2022 IST | Vipul Pandya
ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેથી હવે ત્રીજી લહેરના વળતા પાણી થયા છે તેવું કહી શકાય. આવી સ્થિતિમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી તમામ રાજ્યોને પત્ર લખીને હવે કોરોના નિયંત્રણોમાં ફેરફાર કરવા અથવા તેને દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા કોરોના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના નિયંત્રણો અંગેની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્ય સરકારની કોર કમિટિની બેઠકમાં આ અંગે કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. 


શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરી માહિતિ આપી
રાજ્ય સરકારની જે કોર કમિટિની બેઠક મળી હતી તેમાં સોમવારથી રાજ્યની તમામ શાળા કોલેજોને સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ટ્વિટ કરીને તેની માહિતી આપવામાં આવી છે. જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપી કે તા.૨૧/૦૨/૨૦૨૨, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. સાથે જ તેમણે જણાવ્યું કે તમામ શાળા કોલેજોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા-કોલેજના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી રહે તે માટે આ નિર્ણય 21 ફેબ્રુઆરી, સોમવારથી અમલી બનશે.
બે વર્ષ બાદ શાળા કોલેજો સંપૂર્ણ ઓફલાઇન થશે
ઉલ્લેખનીય છે કે જ્યારથી કોરોના મહામારી શરુ થઇ, ત્યારથી જ દેશભરમાં શાળા-કોલેજોને બંધ કરવામાં આવી હતી. માર્ચ - 2020માં બંધ થયેલી શાળા-કોલેજો બાદમાં ઓનલાઇન શરુ થઇ હતી. ત્યારબાદ કોરોના કેસમાં વધારા ઘટાડા સાથે શાળા-કોલેજો પણ શરુ અને બંધ થતી રહી. જેમાં મોટાભાગે તો ઓનલાઇન શિક્ષણ જ શરુ રહ્યું હતું. આ સિવાય કોરોના કેસ ઘટતા તબક્કાવાર ધોરણો ઓફલાઇન શરુ કરાયા હતા. જો કે સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ શરુ થયું નહોતું. જે હવે સોમવારથી શરુ થવા જઇ રહ્યું છે.
રાજ્યમાં નોંધાતા દૈનિક કેસો 1 હજારથી નીચે
ગુજરાતમાં દૈનિક નોંધાતા નવા કોરોના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે હવે 1000 કરતા પણ નીચે આવી ગયા છે. બુધવારે છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કોરોના કેસોની વાત કરીએ તો 884 કેસ અને 13 મોત નોંધાયા છે. તો તેની સામે 2688 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો તે 9378 છે. જેમાંથી 70 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
Tags :
collegesCoronaCoronaguidelineGujaratGujaratFirstschools
Next Article