Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાયકલની સફરથી લઇ ચંદ્રયાનની સિદ્ધિ સુધી

ઇસરોના ચીફ એસ. સોમનાથ નિમ્ન મધ્યમવર્ગીય પરિવારમાં ઊછરેલા અને કૉલેજમાં ભણતા ત્યારે એમને ટ્રાન્સપૉર્ટેશન અને હૉસ્ટેલનો ખર્ચ પૂરો કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. ભલે તેઓએ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ દ્વારા દેશને ચંદ્ર પર લઈ જવામાં મદદ કરી હશે અને હવે...
01:33 PM Oct 26, 2023 IST | Kanu Jani

ઇસરોના ચીફ એસ. સોમનાથ નિમ્ન મધ્યમવર્ગીય પરિવારમાં ઊછરેલા અને કૉલેજમાં ભણતા ત્યારે એમને ટ્રાન્સપૉર્ટેશન અને હૉસ્ટેલનો ખર્ચ પૂરો કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

ભલે તેઓએ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ દ્વારા દેશને ચંદ્ર પર લઈ જવામાં મદદ કરી હશે અને હવે તેઓ સૂર્ય માટે પણ આવા જ કંઈ પ્રયાસો કરી રહ્યા

છે, ઉપરાંત ભારતીયોને સ્પેસમાં મોકલવાની તૈયારીમાં વ્યસ્ત છે, પરંતુ ઇસરોના ચીફ એસ. સોમનાથની શરૂઆત તો જૂની સાઇકલ પર થઈ

હતી. સાધારણ ઘરમાં રહેતા અને કૉલેજમાં ભણતા ત્યારે ટ્રાન્સપૉર્ટેશન અને હૉસ્ટેલનો ખર્ચ પૂરો કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. આવી ઘણી

બાબતો તેમના દ્વારા મલયાલમમાં લખેલી તેમની આત્મકથામાં ઉલ્લેખિત છે, જે તેમણે પ્રતિભાશાળી પરંતુ આત્મવિશ્વાસનો અભાવ ધરાવતા

યુવાનોને પ્રેરણા આપવાના પ્રયાસ તરીકે લખી છે.

મલયાલમ ભાષામાં લખાયેલી આત્મકથા ‘નિલાવુ કુદિચા સિમ્હાંગલ’ એક પ્રેરણા મળે એવી આત્વામકથા ર્છ.

કેરળસ્થિત લિપી પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક નવેમ્બરમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. પુસ્તકમાં ગરીબ ગામના એક યુવાનની ઘટનાપૂર્ણ

ગાથા, ઇસરો દ્વારા તેમનો ઉદય, તેમની વર્તમાન પ્રતિષ્ઠિત સ્થિતિ સુધી પહોંચવા અને ચંદ્રયાન-3 લૉન્ચ સુધીની તેની સફર વર્ણવવામાં આવી છે.

સોમનાથ મુજબ આ વાસ્તવમાં એક સામાન્ય ગ્રામીણ યુવકની વાર્તા છે, જેને એ પણ ખબર નહોતી કે તેણે એન્જિનિયરિંગ કરવું જોઈએ કે બૅચરલ

ઑફ સાયન્સ. આ આત્મકથા તેમની દુવિધાઓ, જીવનમાં લીધેલા યોગ્ય નિર્ણયો અને ભારત જેવા દેશમાં તેને મળેલી તકો વિશે છે.

ઇસરોના અધ્યક્ષનું કહેવું છે કે ‘આ પુસ્તકનો હેતુ મારી જીવનકથા શિખવવાનો નથી. તેનો એક માત્ર ઉદ્દેશ્ય જીવનમાં પ્રતિકૂળતાઓ સામે લડતી

વખતે લોકોને તેમનાં સપનાં પૂરાં કરવા માટે પ્રેરિત કરવાનો છે. સોમનાથે કહ્યું કે ઘણા યુવાનો પ્રતિભાશાળી છે, પરંતુ તેમનામાં આત્મવિશ્વાસનો

અભાવ છે. તેમના મતે પુસ્તકનો હેતુ એ બતાવવાનો છે કે જીવનમાં આવનારી તકોનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, પછી ભલે તે ગમે તેવા

સંજોગો હોય.

Tags :
ઈસરોએસ.સોમનાથચંદ્રયાન-3
Next Article