Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હેવમોર આઇસ્ક્રીમના સ્થાપક-પ્રમોટરની આઇસ્ક્રીમની નવી બ્રાન્ડ 'હોક્કો' સાથે માર્કેટમાં એન્ટ્રી

1944થી આઇસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબુત ઓળખ ધરાવનાર ચોના પરિવારે હવે આઇસ્ક્રીમની નવી બ્રાન્ડ ‘હોક્કો’ લોન્ચ કરી છે. ગુજરાતના 3000 કરોડના આઇસ્ક્રીમના માર્કેટમાં આ નવી બ્રાન્ડના લોન્ચ સાથે ઉત્સાહ છવાઇ ગયો છે. ચોના પરિવારે વર્ષ 2017માં દક્ષિણ કોરિયન જૂન લોટેને હેવમોર...
08:28 AM Oct 27, 2023 IST | Vishal Dave

1944થી આઇસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબુત ઓળખ ધરાવનાર ચોના પરિવારે હવે આઇસ્ક્રીમની નવી બ્રાન્ડ ‘હોક્કો’ લોન્ચ કરી છે. ગુજરાતના 3000 કરોડના આઇસ્ક્રીમના માર્કેટમાં આ નવી બ્રાન્ડના લોન્ચ સાથે ઉત્સાહ છવાઇ ગયો છે. ચોના પરિવારે વર્ષ 2017માં દક્ષિણ કોરિયન જૂન લોટેને હેવમોર કંપની વેચી હતી. હવે છ વર્ષ બાદ ચોના પરિવાર ફરીથી ધૂમ ધડાકા સાથે માર્કેટમાં પ્રવેશી રહ્યો છે.

50 હજાર લિટર પ્રતિદિન ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ

કંપનીએ બાવળા ખાતે 50 હજાર લિટર પ્રતિદિન ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. આગામી એક વર્ષમાં ઉત્પાદન ક્ષમતા બમણી કરવા માટે વધારાનું સરેરાશ 120 કરોડનું રોકાણ કરશે. કંપની આગામી એક વર્ષમાં 100થી વધુ આઉટલેટ્સ શરૂ કરવાની વિચારણા ધરાવે છે તેવું કંપનીના એમડી અંકિત ચોનાએ જણાવ્યું હતું.. વધુમાં તેઓએ ઉમેર્યું કે ગુજરાત બાદ અમે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પ્રવેશ કરીશું. આઇસક્રીમ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ સરેરાશ 20 હજાર કરોડનું છે . જેમાં ગુજરાતનું માર્કેટ 2500-2700 કરોડનું રહ્યું છે. વાર્ષિક ધોરણે સરેરાશ 13-15 ટકાનો ગ્રોથ થઇ રહ્યો છે. એક વર્ષમાં સરેરાશ 100 કરોડના ટર્નઓવરનો ટાર્ગેટ છે. ઈન્ડસ્ટ્રીઝમાં આઠ દાયકાના અનુભવ અને ગુણવત્તા અમારા ડીએનએમાં છે જેના કારણે અમે ઝડપી ગ્રોથ મેળવી શકીશું તેવો નિર્દેશ કંપનીના ચેરમેન પ્રદીપ ચોનાએ દર્શાવ્યો હતો.

દેશમાં આઇસ્ક્રીમનું માર્કેટ સતત વધતું જઇ રહ્યું છે..અને તે 20 હજાર કરોડને પાર થઇ ચૂક્યુ છે. આ માર્કેટમાં લગભગ અડધી હિસ્સેધારી ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરની છે.

Tags :
entryFounder-PromoterHavemoreHokkoice creamMarketNew Ice Cream
Next Article