ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ, જાણો શું છે અમેરિકાના આ પૂર્વ રાષ્ટ્રપતિ પર આરોપ ?
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ન્યૂયોર્ક પોલીસે પોર્ન સ્ટારને સિક્રેટ પેમેન્ટ કરવાના મામલે ધરપકડ કરી છે. કોર્ટમાં પહોંચતાની સાથે જ પોલીસે તેની હાજરી પહેલા ધરપકડ કરી હતી. 30 માર્ચે ટ્રમ્પ સામે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ગુપ્ત રીતે પૈસા આપવા બદલ...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ન્યૂયોર્ક પોલીસે પોર્ન સ્ટારને સિક્રેટ પેમેન્ટ કરવાના મામલે ધરપકડ કરી છે. કોર્ટમાં પહોંચતાની સાથે જ પોલીસે તેની હાજરી પહેલા ધરપકડ કરી હતી. 30 માર્ચે ટ્રમ્પ સામે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ગુપ્ત રીતે પૈસા આપવા બદલ આરોપો ઘડવામાં આવ્યા હતા. ક્રિમિનલ કેસમાં ટ્રાયલનો સામનો કરનાર ટ્રમ્પ અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ છે.
Advertisement
35,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
ન્યૂયોર્કમાં ટ્રમ્પના સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે ટ્રમ્પ ટાવરથી મેનહટનની કોર્ટ સુધી 35,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે જ્યાં પૂર્વ રાષ્ટ્રપતિ હાજર થવાના છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેસમાં ગ્રાન્ડ જ્યુરીએ સંમતિ આપી છે કે તેમની સામેના આરોપોને ઔપચારિક સ્વરૂપ આપવું જોઈએ. ભારતીય સમય અનુસાર લગભગ 11:15 વાગ્યે ટ્રમ્પને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમને કોર્ટમાં જણાવવામાં આવશે કે તેમની સામે કયા આરોપો ઘડવામાં આવ્યા છે.
અમેરિકાના ઈતિહાસમાં પ્રથમવાર પૂર્વ રાષ્ટ્રપતિ સામે ઔપચારિક રીતે કાર્યવાહી
અમેરિકાના લાંબા લોકતાંત્રિક ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ સામે ઔપચારિક રીતે કાર્યવાહી કરવામાં આવી હોય. આ રીતે, ટ્રમ્પની રાજકીય કારકિર્દી પર આ એક મોટો ડાઘ છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પ મેનહટન ક્રિમિનલ કોર્ટમાં સરેન્ડર કરશે, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવશે અને ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે અને પછી કોર્ટમાં હાજર થશે. તે કસ્ટડીમાં માત્ર થોડો સમય પસાર કરશે. ટ્રમ્પ સમર્થકો તરફના દેખાવોની આશંકા પણ વહીવટીતંત્રને પરેશાન કરી રહી છે. જેના કારણે મોટા પાયે ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો ?
ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેણે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા $130,000 ચૂકવ્યા હતા, આ રકમ એટલે ચૂકવાઇ હતી કે જેથી તે બંને વચ્ચે લગભગ એક દાયકા લાંબા કથિત સંબંધો વિશે શાંત રહે. જોકે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ આરોપો નકાર્યા છે.
પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સનું કહેવું છે કે તેનું 2006માં ટ્રમ્પ સાથે અફેર હતું, પરંતુ ટ્રમ્પે હંમેશા આ વાતને નકારી કાઢી છે. ડેનિયલ્સ કહે છે કે તે 2006ના ઉનાળામાં લેક તાહો ખાતે ચેરિટી ગોલ્ફ ટૂર્નામેન્ટ દરમિયાન ટ્રમ્પને પહેલીવાર મળી હતી. ડેનિયલ્સ તે સમયે 27 વર્ષની હતી જ્યારે ટ્રમ્પ 60 વર્ષના હતા.ઉલ્લેખનીય છે કે આના એક વર્ષ પહેલા 2005માં ટ્રમ્પ અને મેલાનિયાના લગ્ન થયા હતા.આમ આ સમગ્ર કેસના કેન્દ્રમાં ભૂતપૂર્વ પોર્ન સ્ટાર અને સ્ટ્રિપર સ્ટોર્મી ડેનિયલ્સ છે, જેમણે દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તેના એક દાયકા પહેલા તેની સાથે તેમનું અફેર હતું.
ડેનિયલનું સાચું નામ સ્ટેફની ક્લિફોર્ડ છે. તેણે દાવો કર્યો છે કે તે પ્રથમ વખત ટ્રમ્પને જુલાઈ 2006માં ચેરિટી ગોલ્ફ ટુર્નામેન્ટમાં મળી હતી. એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસનો આરોપ છે કે કેલિફોર્નિયા અને નેવાડા વચ્ચેના રિસોર્ટ વિસ્તાર લેક તાહોમાં ટ્રમ્પના હોટલના રૂમમાં બંનેએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આના થોડા સમય પહેલા જ ટ્રમ્પની પત્ની મેલાનિયાએ તેમના પુત્ર બેરોનને જન્મ આપ્યો હતો.