ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Forever young તબુના હેવી મેકપએ તબ્બુની છાપ બગાડી

Forever young તબ્બુએ એક્ટિંગની દુનિયામાં 1982માં એન્ટ્રી કરી હતી, પરંતુ 1994માં આવેલી ફિલ્મ 'પહેલા પહેલા પ્યાર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેને ઓળખ ફિલ્મ 'વિજયપથ'થી મળી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તે સિંગલ લાઈફ જીવી રહી છે...
02:07 PM Apr 11, 2024 IST | Kanu Jani

Forever young તબ્બુએ એક્ટિંગની દુનિયામાં 1982માં એન્ટ્રી કરી હતી, પરંતુ 1994માં આવેલી ફિલ્મ 'પહેલા પહેલા પ્યાર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેને ઓળખ ફિલ્મ 'વિજયપથ'થી મળી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તે સિંગલ લાઈફ જીવી રહી છે અને તેના ફેન્સની યાદી હજુ પણ લાંબી છે.

કુદરતી સુંદરતાથી તે દરેકના દિલ પર રાજ કરે છે

તબ્બુના હજુ પણ ઘણા ચાહકો છે. માત્ર પડદા પર તેના શાનદાર અભિનયથી જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ તેની કુદરતી સુંદરતાથી તે દરેકના દિલ પર રાજ કરે છે. તે એક એવી પ્રતિભાશાળી અભિનેત્રી છે જે વધતી ઉંમર સાથે વધુ સુંદર બની રહી છે. તેને જોઈને કોઈ માની નહીં શકે કે તે હવે ઉંમર પચાસ વર્ષના આ પડાવ પર છે.                       

તબ્બુએ 'વોગ ઈન્ડિયા મેગેઝિન' માટે કરાવેલું ફોટોશૂટ તેની સાક્ષી આપી રહ્યું છે. પરંતુ એમાં એક એવી તસવીર છે જેણે ચાહકોને હેરાન કરી દીધા છે. તેણી કહે છે કે તબ્બુની સુંદરતા 'બદસૂરત' મેક-અપથી બરબાદ થઈ ગઈ છે અને આવા ફોટા ડિલીટ કરવામાં આવે.

જાણીએ આખો મામલો.

તબ્બુએ તાજેતરમાં 'વોગ ઈન્ડિયા મેગેઝીન'ના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. ચાહકોને તેની કેટલીક તસવીરો ખૂબ જ પસંદ આવી હતી, પરંતુ એક પોસ્ટ જોયા બાદ લોકો ચોંકી ગયા હતા. ચાહકોનું કહેવું છે કે તબ્બુ આ તસવીરમાં બિલકુલ અલગ દેખાઈ રહી છે. હેવી મેકઅપનો ઉપયોગ કરીને Forever young  તબુ ની કુદરતી સુંદરતા બગાડવામાં આવી છે.

જો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તબ્બુની કેટલીક વધુ તસવીરો પણ શેર કરવામાં આવી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેને જોઈને ચાહકો કહી રહ્યા છે કે તે 50 વર્ષની દેખાતી જ નથી તે Forever young છે જ . ઘણાએ કહ્યું કે આ ઉંમરે પણ તે ખૂબ જ સુંદર લાગે છે.

હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચુકેલી તબ્બુ છેલ્લે ફિલ્મ 'ક્રુ'માં જોવા મળી હતી, જેમાં તેણે કરીના કપૂર અને કૃતિ સેનન સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મમાં કપિલ શર્મા અને દિલજીત દોસાંજ પણ છે. તેની આગામી ફિલ્મ 'ઓરોં મેં કહાં દમ થા' છે, જેમાં તે મોહિનીનો રોલ કરી રહી છે.

આ પણ વાંચો- વાર્તાઓમાં ગરીબ થઈ ગયેલું Bollywood કંગાળ 

Tags :
Forever young
Next Article