Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસ 2500થી વધારે, એક્ટિવ કેસની સંખ્યા પણ 16 હજારને પાર

દેશમાં કોરોના વાયરસના નવા નોંઘાઇ રહેલા કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. સતત છેલ્લા ત્રણ દિવસથી દૈનિક 2500 કરતા પણ વધારે કેસ નોંધાઇ રહ્યા છે. વર્તમાન સમયે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 16 હજાર કરતા પણ વધારે છે. જો કે આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે શુક્રવારની સરખામણીએ શનિવારે સામે આવેલા કોરોના કેસની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતà«
05:00 AM May 28, 2022 IST | Vipul Pandya
દેશમાં કોરોના વાયરસના નવા નોંઘાઇ રહેલા કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. સતત છેલ્લા ત્રણ દિવસથી દૈનિક 2500 કરતા પણ વધારે કેસ નોંધાઇ રહ્યા છે. વર્તમાન સમયે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 16 હજાર કરતા પણ વધારે છે. જો કે આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે શુક્રવારની સરખામણીએ શનિવારે સામે આવેલા કોરોના કેસની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
ગઇકાલ કરતા આજે ઘટાડો
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકની અંદર દેશમાં કોરોના વાયરસના નવા 2685 કેસ સામે આવ્યા છે. જ્યારે આ 24 કલાક દરમિયાન 33 લોકોના મોત થયા છે. જેના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે દેશમાં કોરોનાના 2710 કેસ નોંધાયા હતા. એટલે કે આજે નોંધાયેલા કેસમાં ઘટાડો થયો છે. ગત 24 કલાકની અંદર 2158 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. તો બીજી તરફ છેલ્લા ચાર દિવસથી દરરોજ નવા કેસની સંખ્યા 200 કરતા વધારે હોવાના કારણે એક્ટિવ કેસોની સંખ્યા અત્યારે 16 હજાર કરતા પણ વધારે થઇ છે.
16308 એક્ટિવ કેસ
મંત્રાલયના જણાવ્યા અનુસાર આજે નોંધાયેલા 2,685 નવા કેસ સાથે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 16,308 થઈ ગઈ છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી દર 0.60% છે. છેલ્લા 24 કલાકમાં 33 દર્દીઓના મોત સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 5,24,572 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ આજે સવારે 8 વાગ્યા સુધી કોરોના રસીના કુલ 1,93,13,41,918 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14,39,466 ડોઝ આપવામાં આવ્યા છે.
Tags :
CasesOfCOVID-19CoronaVaccinationCorornaUpdateCovid-19Covid-19CaseGujaratFirstHealthMinistryIndia
Next Article