Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં પુરની સ્થિતિ, કાંઠા વિસ્તારમાંથી અનેક લોકોને ખસેડાયા

ઉપરવાસમાં ભાવે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પણ સતત પાણીની આવક થવાના કારણે 23 દરવાજા ખોલી 15 લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે જેના પગલે ભરૂચ નજીક પણ નર્મદા નદીમાં પુરની સ્થિતિનું નિર્માણ થતા કાંઠા વિસ્તારના...
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં પુરની સ્થિતિ  કાંઠા વિસ્તારમાંથી અનેક લોકોને ખસેડાયા
ઉપરવાસમાં ભાવે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પણ સતત પાણીની આવક થવાના કારણે 23 દરવાજા ખોલી 15 લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે જેના પગલે ભરૂચ નજીક પણ નર્મદા નદીમાં પુરની સ્થિતિનું નિર્માણ થતા કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવા સાથે તંત્ર કામે લાગ્યું હતું. નર્મદા નદીના કાંઠે લોકોને ન જવા માટે પણ સૂચનો આપી દેવાયા છે
કાંઠા વિસ્તારના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડાયા 

સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ ગતરોજ બપોર થી છોડવામાં આવી રહ્યો છે અને મોડી રાત્રે નર્મદા નદીમાં સતત પાણીની આવક થવાના કારણે સવારે 6:00 વાગ્યાના અરસામાં ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી 29 ફૂટે પહોંચી હતી અને બપોર સુધીમાં 35 ફૂટે આંબી જતા નીચાણવાળા વિસ્તારો માટે ચિંતાની સ્થિતિનું નિર્માણ થયું હતું.  નર્મદા નદીમાં સતત પાણીની આવક થવાના કારણે કાંઠા વિસ્તારના લોકોનું મોડી રાત્રીએથી જ સ્થળાંતર કરવાની કવાયત કરવામાં આવી હતી.  નજીકની ઝુપડપટ્ટીમાં તેમજ નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામો સહિત બોરભાઠા બેટના રહીશોને પણ કાંઠા વિસ્તારમાંથી સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને જિલ્લા વહીવટી તંત્ર પણ સતત મોડી રાતથી વહેલી સવાર સુધી ખડે પગે રહ્યું હતું

Advertisement

નર્મદા નદીમાં સતત પાણીની આવક થવાના કારણે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ નજીક તેમજ દાંડિયા બજાર ખાતે પણ પાણીનો પ્રવાહ દાંડિયા બજાર રહેણાંક વિસ્તાર તરફ પ્રસરી રહ્યો હતો. મચ્છી બજાર સુધી પૂરના પાણી ફરી વળતા વાહનચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને લોકોએ પણ ઘરમાં જ પુરાઈ રહેવાનો પણ વારો આવ્યો છે ભરૂચના ફુરજા બંદરે પણ નદીના પૂરના પાણી નાળિયેરી બજારથી ચાર રસ્તા સુધી પહોંચી ગયા હતા જેના કારણે વેપારીઓની ચિંતામાં વધારો થઈ ગયો હતો. પૂરના પાણી અચાનક આવી જવાના કારણે વેપારીઓથી માંડી સ્થાનિકોમાં પણ ભારે ચિંતા પ્રસરી ગઇ હતી અને લોકોએ પણ સુરક્ષિત જગ્યાએ ખસવાની કવાયત કરી હતી
અંકલેશ્વરમાં પણ નદીમાં પૂર આવતા ૨ ખેડૂતો ફસાયા હોવાના કારણે તેઓનું રેસ્ક્યુ કરાયું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના કાંસિયા ગામના સાત ઘોડાઓ વિસ્તારમાં બે ખેડૂતો પૂરના પાણીમાં ફસાયા હોવાની માહિતી સામે આવી હતી અને તેઓ ખેતરમાં હતા તે દરમિયાન જ અચાનક પાણી ખેતરોમાં આવી જતા બંને ખેડૂત યુવકો ગળાડૂબ પાણીમાં ફસાઈ ગયા હતા અને બંને ખેડૂતો એક ઝાડનો સહારો લઈ પોતાનો જીવ બચાવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા જેના પગલે પૂરમાં પાણીમાં ફસાયેલા બંને ખેડૂતોને પોલીસ તંત્રની મદદથી રેસ્ક્યુ કરવાની કવાયત કરી હતી અને તેઓને સલામત સ્થળે લાવવામાં આવ્યા હતા
અંકલેશ્વરના છાપરા ગામ અને માંડવા ગામને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ..
અંકલેશ્વર તાલુકાના છાપરા ગામ અને માંડવા ગામને જોડતા રસ્તા ઉપર નર્મદા નદીના પૂરના પાણી ફરી વળ્યા હતા જેના પગલે સંપૂર્ણ માર્ગ પાણીમાં ગરકાવ થતા લોકોની અવરજવર માટે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.  છાપરા થી માંડવા ગામને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળતા 10 ગામના લોકોને માર્ગ ઉપરથી અવરજવર માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો અને ગ્રામજનો એ પણ સાવચેતીના ભાગરૂપે તંત્રને સહકાર આપ્યો હતો.
હાંસોટ અને ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી કરી રહેલા 300થી વધુનું સ્થળાંતર 
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આલિયાબેટ ખાતે રહેતા કચ્છી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને અંદાજે 100 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા, તો બીજી તરફ ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને તેના શ્રમિકો પણ નદીના પટમાં રહેતા હતા..આવા 200થી વધુ કામદારોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે તંત્ર એ પણ રાત દિવસ નર્મદા નદીના કાંઠા વિસ્તાર પર પહોંચી લોકોનું સ્થળાંતર કરાવવાની કવાયત હાથ ધરી છે..
સ્થળાંતર કરાયેલા લોકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી 
નર્મદા નદીમાં પુરની સ્થિતિનું નિર્માણ થતાં કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને તેઓની ઘરવખરી સહિત માલ સામાન સાથે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્થળાંતર કરાયેલા લોકોની ખાવા પીવાની સુવિધા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જેના કારણે અસરગ્રસ્તોમાં પણ રાહત જોવા મળી રહી છે.
નર્મદા નદીના કાંઠા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા..
નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ ડેમમાંથી છોડવામાં આવતા નદીના કાંઠા વિસ્તારોમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ખેતી કરી હતી પરંતુ પૂરના પાણી ખેડૂતોના ખેતરોમાં પહોંચી જતા ખેડૂતોની ખેતી ઉપર મોટું નુકસાન થયું હતું અને ખેતરોમાં જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતોએ ફરી એકવાર પાયમલ થવાનું વારો આવ્યો છે જેના પગલે ખેડૂતોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે
નિકોરાની ડિસ્ટ્રીક બેંક ઉપર અડધી રાત્રીએ ખાતેદારોને બોલાવવા પડ્યા..
ભરૂચ પૂર્વપટ્ટી વિસ્તારના નિકોરા ગામે ડીસ્ટ્રીક બેંક આવેલી છે અને તે પણ નદી નજીક હોવાના કારણે પૂરની સ્થિતિના કારણે બેંકમાં પાણી ઘૂસે તેવા એંધાણો વચ્ચે અડધી રાત્રે બેંક ખોલી ખાતેદારોને બોલાવી તેમની સામગ્રીઓ દાગીનાઓ સહિત પરત કરવાની કવાયત કરવામાં આવી હતી. અડધી રાત્રે બેંક ખુલી જાય તેથી ગ્રામજનોમાં પણ ભારે કુતહલ સર્જાર્યુ હતું. પરંતુ પુરની સ્થિતિનું નિર્માણ થાય તેવા એંધાણો વચ્ચે બેંક ખોલી ખાતેદારોને તેમના લોકરોમાંથી તેમના કિમતી દાગીના સહિતની વસ્તુઓ પરત કરાઇ હતી.
Advertisement

.