Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad ની Rajasthan Hospital ના બેઝમેન્ટમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

Fire in Rajasthan Hospital Ahmedabad : અમદાવાદની (Ahmedabad) રાજસ્થાન હોસ્પિટલના (Rajasthan) બેજમેન્ટમાં ભીષણ આગ (Fire) લાગવાની ઘટના સામે આવી હતી.  વહેલી સવારે 4 થી 5 વાગ્યા વચ્ચે આ આગ લાગી હતી. બેઝમેન્ટમાં મુકેલા ભંગારમાં આગ ભડકી ઉઠી હતી..જો કે આગ...
ahmedabad ની rajasthan hospital ના બેઝમેન્ટમાં ભીષણ આગ  ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

Fire in Rajasthan Hospital Ahmedabad : અમદાવાદની (Ahmedabad) રાજસ્થાન હોસ્પિટલના (Rajasthan) બેજમેન્ટમાં ભીષણ આગ (Fire) લાગવાની ઘટના સામે આવી હતી.  વહેલી સવારે 4 થી 5 વાગ્યા વચ્ચે આ આગ લાગી હતી. બેઝમેન્ટમાં મુકેલા ભંગારમાં આગ ભડકી ઉઠી હતી..જો કે આગ ભારે જહેમત બાદ કાબુમાં લેવાઇ ચૂકી છે..

Advertisement

આગને પગલે ફાયર બ્રિગેડની (Fire Brigade) 22 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. આગ બુઝાવવામાં ફાયર કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હોસ્પિટલ તંત્રએ પણ સ્વિકાર્યું કે, બેઝમેન્ટમાં વેન્ટિલેશનની સુવિધા નથી ત્યારે હાલ તંત્ર સ્થિતિ પર કાબુમાં લેવા જોતરાયું હતું.

Advertisement

100થી વધુ દર્દી અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયા

દર્દીઓને અન્યત્ર ખસેડાયા

આગ લાગી  ત્યારે હોસ્પિટલમાં કુલ 106 દર્દીઓ હતા, તેમાંથી 4 દર્દીઓ જે ક્રિટિકલ હતા તેમને આનંદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે અન્ય 4 ક્રિટિકલ દર્દીઓને બાપ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. એક ક્રિટિકલ દર્દીને ઓસ્વાલમાં પણ સારવાર આપવા આવી રહી છે. ટોટલ 2 લાખ 60 હાજર લીટર પાણીનો મારો ચલાવી આગ ઓલવવામાં આવી હતી.

Advertisement

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ આગની આ ઘટનાની પળે-પળની જાણકારી લીધી હતી.અને આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે વાતચીત કરી હતી.

ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે

ધુમાડો દુર કરવા માટે સ્મોક વેન્ટીલેશનની મદદ લેવામાં આવી હતી. 10થી વધુ એમ્બ્યુલન્સ (Ambulance) દ્વારા 100થી વધારે દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. આગ મોટી હોવાથી મેજર કૉલ (Major Call) જાહેર કરવામાં આવ્યો હતો. .જો કે સમયસર આગ કાબુમાં આવી જતા મોટુ નુકસાન કે જાનહાનિ થતા અટકી હતી.

આ પણ વાંચો : અમેરિકા મોકલવાનું કહી દંપતી સાથે થઇ લાખોની છેતરપિંડી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.