Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાંથી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂ. ૧૭.૫ લાખની કિમતનો જથ્થો પકડાયો

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ  અમદાવાદમાંથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂ. ૧૭.૫ લાખની કિમતનો જથ્થો જપ્ત કરાયો છે.. ઇસનપુર પોલીસે આ મામલે બનાવટી દવાઓ વેચતા તત્વોની અટકાયત કરી ગુનો દાખલ કર્યો છે.. કમિશનર ડો. એચ....
અમદાવાદમાંથી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂ  ૧૭ ૫ લાખની કિમતનો જથ્થો પકડાયો

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ 

Advertisement

અમદાવાદમાંથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂ. ૧૭.૫ લાખની કિમતનો જથ્થો જપ્ત કરાયો છે.. ઇસનપુર પોલીસે આ મામલે બનાવટી દવાઓ વેચતા તત્વોની અટકાયત કરી ગુનો દાખલ કર્યો છે..

કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે અમદાવાદમાંથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂ. ૧૭.૫ લાખ કિમતનો જથ્થો જપ્ત કરાયો છે.

Advertisement

પ્રાથમિક તપાસમાં આ દવાઓના ઉત્પાદક M/s. D G Pharmaceuticals, Baddi, Himachal Pradesh હોવાનું જાણવા મળ્યુ હતું,

કમિશનર એચ.જી. કોશિયાએ ઉમેર્યું કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદ વિભાગ-૧ ને મળેલ બાતમી આધારે તા: ૨૦/૧૦/૨૦૨૩ના રોજ અમદાવાદ વિભાગ ના ઔષધ નિરીક્ષકો દ્વારા શ્રી જે. એ. પટેલ, નાયબ કમિશનર (આઈ.બી.) અને શ્રી અશ્વિન રાદડિયા, મદદનીશ કમિશનર, અમદાવાદ વિભાગ-૧ ની દેખરેખ હેઠળ સફળ રેડ કરી અમદાવાદના ખાડીયા વિસ્તારમાં રહેતા શ્રી ખિમારામ સોદારામ કુમ્હાર  પાસે થી POSMOX CV 625 (Amoxicillin and Potassium Clavulanate with Lactic Acid Bacillus Tablet) દવાનો કુલ ૯૯ બોક્ષ (૧૦ x ૧૦ ટેબલેટ) કુલ રુ. ૨,૬૧,૨૫૦/- નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેની પ્રાથમિક તપાસ કરતા તે બનાવટી હોવાનું જણાઈ આવેલ છે. આ દવાઓ ની પ્રાથમિક તપાસ માં આ દવાઓ ના ઉત્પાદક M/s. D G Pharmaceuticals, Baddi, Himachal Pradesh હોવાનું જાણવા મળ્યુ હતું,જે બાબતે ડ્રગ કંટ્રોલર, હિમાચલ પ્રદેશ સાથે કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા પૃચ્છા કરતા આવી કોઇ ઉત્પાદક પેઢી અસ્તિત્વ માં ન હોવાનું સામે આવ્યું છે.

Advertisement

અમદાવાદના વિપુલ દેગડા નામના શખ્સ પાસેથી ખરીદ્યો હતો બનાવટી દવાઓનો જથ્થો 

ખિમારામ સોદારામ કુમ્હાર ની સઘન પૂછપરછ કરતા તેણે આ દવાનો જથ્થો શ્રી અરુણકુમાર રાજેંદ્રસિંહ અમેરા નામના વ્યકિતપાસેથી ખરીદો હતો. અધિકારીઓ દ્વારા અરુણકુમાર રાજેંદ્રસિંહ અમેરાની પુછપરછ કરતા તેઓએ  દવાનો જથ્થો અમદાવાદના વિપુલ દેગડા, નામના વ્યકિત પાસેથી ખરીદ્યો હતો. તેના રહેઠાણની ભાળ મેળવી અમદાવાદના ઔષધ નિરીક્ષક દ્વારા તપાસ કરતા વિપુલ દેગડા પાસેથી જુદી જુદી ૫ (પાંચ) બનાવટી એન્ટીબાયોટીક દવાઓ મળી આવેલ જેની કુલ કિંમત રૂપિયા ૪,૮૩,૩૦૦/- થવા જાય છે તે જપ્ત કરેલ છે. શ્રી વિપુલ દેગડા દ્વારા આ દવાઓ શ્રી દર્શનકુમાર પ્રવિણચંદ્ર વ્યાસ, રહે. ૧, પારુલ સોસાયટી, મેમનગર ફાયર સ્ટેશન પાસે, નવરંગપુરા, અમદાવાદ પાસેથી વગર બીલે મેળવ્યો હતો જે બાબતે શ્રી દર્શનકુમાર પ્રવિણચંદ્ર વ્યાસ દ્વારા ઇન્કાર કરતાં વધુ તપાસ ચાલુ છે.

બનાવટી એન્ટીબાયોટીક દવાઓ જુદા જુદા શહેરોમાં ડોકટરોને તથા વિવિધ મેડીકલ સ્ટોર્સમાં વગર બીલે સપ્લાય કરી હતી

તેમણે ઉમેર્યુ કે વિપુલ દેગડાના મોબાઇલની તપાસ કરતા તેઓએ આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં ડોકટરોને તથા વિવિધ મેડીકલ સ્ટોર્સમાં વગર બીલે સપ્લાય કર્યો હોવાનું બહાર આવ્યું છે. આથી કમિશનર શ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યની વડી કચેરી ના માર્ગદર્શન હેઠળ રાજયના વિવિધ શહેરો નડિયાદ, સુરત, દાણીલીમડા, સરખેજ, રાજકોટમાં દરોડા પાડી આશરે રૂપિયા ૧૦.૫૦ લાખ નો બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો જપ્ત કરી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન, ૧૯૪૦ ની ધારા કલમ -૧૮ (સી) અને તે અન્વયે ના નિયમો ના ભંગ બદલ આ ઇસમો સામે આગળ ની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. આ વ્યકિતઓ પૈકી અમુક બેનામી કંપનીઓના મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ તરીકે કામ કરી આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ ડોકટરોને પહોચાડતા હતા પરંતુ આ વ્યકિતઓ દ્વારા વધુ માહિતી ન આપતા તેમની અટકાયત કરી તેમને ઇસનપુર પોલીસ સ્ટેશન ને સોંપીને તેમની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે. આ દવાઓ જીવન રક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી હોઇ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Tags :
Advertisement

.