હવેથી માત્ર અમદાવાદ અને વડોદરામાં જ રાત્રિ કર્ફ્યુ, લગ્ન માટે રજીસ્ટ્રેશનથી મુક્તિ
રાજ્યમાં હવે કોરોનાના વળતા પાણી થાય છે. દૈનિક સામે આવતા કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે આજે શાળા-કોલેજ સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવાના નિર્ણય બાદ હવે રાત્રિ કર્ફ્યુ સહિતના અન્ય પ્રતિબંધો અંગે પણ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરના પ્રતિબંધો અંગે નવી ગાઇડલાઇન નક્કી કરવામાં આવી છે.6
Advertisement
રાજ્યમાં હવે કોરોનાના વળતા પાણી થાય છે. દૈનિક સામે આવતા કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે આજે શાળા-કોલેજ સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવાના નિર્ણય બાદ હવે રાત્રિ કર્ફ્યુ સહિતના અન્ય પ્રતિબંધો અંગે પણ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરના પ્રતિબંધો અંગે નવી ગાઇડલાઇન નક્કી કરવામાં આવી છે.
6 મહાનગરોને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ
રાજ્ય સરકાર દ્વારા જે નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે તે મુજબ હવે માત્ર અમદાવાદ અને વડોદરા શહેરમાં જ રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે. આ સિવાય અન્ય છ મહામગરોને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે અત્યાર સુધી રાજ્યની આઠ મહાનગર પાલિકામાં રાત્રિ કર્ફ્યુ અમલમાં હતો. જેની સામે હવે માત્ર અમદાવાદ અને વડોદરામાં જ રાત્રે 12થી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલી રહેશે. આ બંને શહેરોમાં 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યુની અમલવારી માટેનું જાહેરનામુ ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ બંને શહેરોમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન હોટેલ અને રેસ્ટોરન્ટની હોમ ડિલિવરી સેવા શરુ રહેશે. રાજ્ય સરકારે સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાંથી નાઇટ કર્ફ્યુ દૂર કર્યો છે.
લગ્ન અને જાહેર કાર્યક્રમો 75% ક્ષમતા સાથે યોજાશે
નવી ગાાઇડલાઇનની બીજી ખાસ વાત છે તમામ પ્રકારના જાહેર કાર્યક્રમોમાં આપવામાં આવેલી છૂટ. ગાઇડલાઇન પ્રમાણે રાજ્યભરમાં યોજાતા રાજકિય, સામાજિક, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો જો ખુલ્લામાં હશે તો જગ્યાની ક્ષમતાના 75% લોકો ભાગ લઇ શકશે. આ સિવાય જો આ કાર્યક્રમો બંધ જગ્યામાં હશે તો તેને 50% ક્ષમતા સાથે યોજવાના રહેશે. આ સિવાય રાજ્ય સરકારે લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવવામાંથી પણ મુકતિ આપી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી લગ્ન માટે પહેલા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવી પડતી હતી.
સોમવારથી સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ શરુ
રાજ્ય સરકારની જે કોર કમિટિની બેઠક મળી હતી તેમાં સોમવારથી રાજ્યની તમામ શાળા કોલેજોને સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ટ્વિટ કરીને તેની માહિતી આપવામાં આવી છે. જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપી કે તા.૨૧/૦૨/૨૦૨૨, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
રાજ્યમાં નોંધાતા દૈનિક કેસો 1 હજારથી નીચે
ગુજરાતમાં દૈનિક નોંધાતા નવા કોરોના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે હવે 1000 કરતા પણ નીચે આવી ગયા છે. સતત ગુરુવારે પણ નવા દૈનિક કેસોનો આંકડો 1000થી નીચે છે. આજે રાજ્યમાં 870 કોરોના કેસો નોંધાયા છે. જેની સામે 2221 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.