Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Essence of Religion-धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः ⁠।

Essence of Religion.. ધર્મ શું છે? એનો જવાબ ભીષ્મ પિતામહ અને ભગવાન કૃષ્ણની અંતિમ ચર્ચામાં પ્રબોધાયું છે. બાણશૈયા પર ભીષ્મ પિતામહ હતા. મહાભારત યુધ્ધ પૂરું થયું. ઉત્તરનો સૂર્ય થવાની તૈયારીમાં હતો. કૃષ્ણ અને પાંડવો જાણતા હતા કે દામમહ મકરસંક્રાંતિએ દેહત્યાગ...
essence of religion धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः ⁠।

Essence of Religion.. ધર્મ શું છે? એનો જવાબ ભીષ્મ પિતામહ અને ભગવાન કૃષ્ણની અંતિમ ચર્ચામાં પ્રબોધાયું છે.

Advertisement

બાણશૈયા પર ભીષ્મ પિતામહ હતા. મહાભારત યુધ્ધ પૂરું થયું. ઉત્તરનો સૂર્ય થવાની તૈયારીમાં હતો. કૃષ્ણ અને પાંડવો જાણતા હતા કે દામમહ મકરસંક્રાંતિએ દેહત્યાગ કરશે.

રોજ રાત્રે નિયમાનુસાર કૃષ્ણ અને પાંડવો ભીષ્મ પિતામહ પાસે આવ્યા.

Advertisement

વાતાવરણ ભારેખમ હતું. કૃષ્ણે પિતામહને પ્રણામ કહ્યા.

ભીષ્મ મૌન રહ્યા, થોડીવાર પછી તેમણે કહ્યું, “કેશવ, પૂત્ર યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કોણે કર્યો છે…?

Advertisement

તમે પાંડવોનું ધ્યાન રાખજો, પરિવારના વડીલો દ્વારા ખાલી કરાયેલા મહેલમાં હવે તેમને તમારી સૌથી વધુ જરૂર છે….!

કૃષ્ણ ચૂપ રહ્યા...!

ભીષ્મે ફરીથી કહ્યું, “કેશવ, તમને કઈં પૂછું? તમે ખૂબ જ સારા સમયે આવ્યા છો...કદાચ હું આ ધરતી છોડું તે પહેલા મારા ઘણા ભ્રમનો અંત આવી જશે.”

કૃષ્ણ બોલ્યા - કહો દાદા...!

“પ્રભુ, મને એક વાત કહો ! તમે ભગવાન છો ને?’

કૃષ્ણએ કહ્યું, "ના દાદા! હું ભગવાન નથી... હું તમારા પૌત્ર સમાન છું... ભગવાન નથી..."

ભીષ્મ એ તીવ્ર પીડામાં પણ દિલથી હસી પડ્યા...! તેમણે કહ્યું, "કૃષ્ણ,હું પોતે ક્યારેય તમારા જીવનનું મૂલ્યાંકન કરી શક્યો નથી, જે થયું એ સારું કે ખરાબ તે  ખબર નથી પડી. પરંતુ હવે હું કન્હૈયા, આ ધરતી છોડી રહ્યો છું, હવે તો છેતરપિંડી કરવાનું બંધ કર.....!!"

ખબર નહીં કેમ કૃષ્ણ ભીષ્મ પાસે આવ્યા અને તેમનો હાથ પકડીને બોલ્યા... "પિતામહ એમ ન કહો...!"

ભીષ્મે કહ્યું, "કન્હૈયા, મને એક વાત કહો! આ યુદ્ધમાં જે કંઈ થયું તે યોગ્ય હતું...?"

"કોના વતી, દાદા...? પાંડવો વતી...?"

"કૌરવોના કૃત્યોની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, કન્હૈયા! પણ શું પાંડવોના પક્ષે જે થયું તે બરાબર હતું...? આચાર્ય દ્રોણની હત્યા, દુર્યોધનની જાંઘ પર માર, દુશાસનની છાતી ચિરવી, જયદ્રથ અને દ્રોણાચાર્યની હત્યા અને એ ય તારા છળથી, નિઃશસ્ત્ર કર્ણની હત્યા, તે બધું બરાબર હતું?

“હું આનો જવાબ કેવી રીતે આપી શકું, પિતામહ...! જેમણે આવું કર્યું તેમણે આનો જવાબ આપવો જોઈએ...!!

જવાબ આપે  દુર્યોધન, જવાબ આપે ભીમ જેણે દુશાશનને માર્યો, જવાબ આપે અર્જુન જેણે કર્ણ અને જયદ્રથને માર્યા.....!! આ યુદ્ધમાં હું ક્યાંય નહોતો, પિતામહ ...!!”

"ઑ જગન્નાથ, તું હજી પણ છેતરપિંડી કરવાનું બંધ નહીં કરે...?

“અરે, દુનિયા ભલે કહેતી રહે કે મહાભારત અર્જુન અને ભીમે જીત્યું હતું, પણ હું કન્હૈયાને જાણું છું કે આ તમારું અને ફક્ત તમારું જ કામ છે...! હું તમને સવાલ તો પૂછીશ જ, કૃષ્ણ…!”

"તો સાંભળો પિતામહ ...! કંઈ ખરાબ થયું નથી, કંઈ અનૈતિક થયું નથી...! જે થયું તે થવાનું હતું…!”

“આ શું બોલો છો કેશવ…? મર્યાદા પુરુષોત્તમ કહી રહ્યા છે? કે રામના અવતાર કૃષ્ણ...? આ છેતરપિંડી કોઈપણ યુગમાં આપણા શાશ્વત મૂલ્યોનો ભાગ ન હતી, તો પછી તે કેવી રીતે યોગ્ય બન્યું ...?”

“પિતામહ , ઈતિહાસમાંથી બોધપાઠ શીખવા મળે છે, પણ નિર્ણય વર્તમાન સંજોગોના આધારે લેવાના હોય છે...!

દરેક યુગ તેની દલીલો અને તેની જરૂરિયાતના આધારે તેના હીરોની પસંદગી કરે છે...!! રામ ત્રેતાયુગનો હીરો હતો, દ્વાપર આવ્યો મારા ભાગમાં...! અમે બંને એક સરખો નિર્ણય લઈ શકતા નથી”

"કૃષ્ણ હું સમજી શક્યો નહીં!  કૃપા કરીને થોડું સમજાવો...!"

“રામ અને કૃષ્ણના સંજોગોમાં ઘણો તફાવત છે, પિતામહ…! રામના જમાનામાં રાવણ જેવો ખલનાયક પણ શિવ ભક્ત હતો...!! તે સમયે રાવણ જેવી નકારાત્મક શક્તિના પરિવારમાં પણ વિભીષણ, મંદોદરી, માલ્યવાન જેવા સંતો રહેતા હતા. એ સમયે બાલી જેવા ખલનાયકના પરિવારમાં પણ તારા જેવી સમજદાર સ્ત્રીઓ અને અંગદ જેવા સૌમ્ય પુત્રો હતા....! એ જમાનામાં ખલનાયકને પણ ધર્મનું જ્ઞાન હતું...!! એટલે રાવણને ક્યાંય છેતર્યો નથી...! પણ મારા યુગમાં કંસ, જરાસંધ, દુર્યોધન, દુશાસન, શકુની, જયદ્રથ જેવા ઘોર પાપી થયા છે.....!! દરેક યુક્તિ તેમના અંત માટે યોગ્ય છે, પિતામહ....! પાપને ખતમ કરવું જરૂરી છે, પિતામહ,એ માટે ભલે ગમે તે પદ્ધતિ અપનાવવી પડે...!!"

“તો, તારા આ નિર્ણયોથી ખોટી પરંપરાઓ શરૂ નહીં થાય કેશવ…? શું ભવિષ્ય તમારા આ કપટને અનુસરશે નહીં...? અને જો એમ થાય તો તે યોગ્ય રહેશે...??”

"ભવિષ્ય આના કરતાં પણ વધુ નકારાત્મક અને અસત્યનું આવી રહ્યું છે, દાદા...! કળિયુગમાં આટલું પણ પૂરતું નહિ...! ત્યાં માણસે કૃષ્ણ કરતાં વધુ કડક બનવું પડશે...નહીંતર ધર્મ ખતમ થઈ જશે...! જ્યારે ક્રૂર અને અનૈતિક શક્તિઓ સત્ય અને ધર્મને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે હુમલો કરે છે, ત્યારે નૈતિકતા અર્થહીન બની જાય છે. ત્યારે ધર્મની જીત મહત્વની છે, માત્ર ધર્મની જીત...!

ભાવિએ આ શીખવું પડશે, પિતામહ...!!"“ધર્મનો પણ નાશ થઈ શકે, કેશવ…?

અને જો ધર્મનો નાશ થવાનો છે, તો શું માણસ તેને રોકી શકશે ...?"

“પિતામહ, બધું ભગવાનના હાથમાં છોડવું એ મૂર્ખતા છે. ભગવાન પોતે કંઈ કરતા નથી...!* તે આપણને માર્ગદર્શન જ આપે છે. દરેક માણસે જાતે જ કરવાનું હોય છે...!”

“કેશવ,તું ભગવાન, આમ કેમ નિરાશાજનક વાત કહે છે...!”

“તો મને કહો પિતામહ, મેં પોતે આ યુદ્ધમાં કંઈ કર્યું? બધા પાંડવોએ તો કરવું જ હતું ને? આ છે કુદરતનું બંધારણ...! યુદ્ધના પહેલા દિવસે મેં અર્જુનને આ વાત કહી હતી...! આ અંતિમ સત્ય છે...!!"

ભીષ્મ હવે સંતુષ્ટ દેખાઈ રહ્યા હતા…તેની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી હતી…!

તેમણે કહ્યું- આવો કૃષ્ણ ! મારા માથે હાથ પાસવારો. આ પૃથ્વી પરની આ છેલ્લી રાત છે… કાલે વિદાય લેવી પડશે. …કૃપા કરીને કૃષ્ણ…તમારા આ કમનસીબ ભક્ત પર દયા કરો અને માફ કરો જાણતો હોવા છતાં હું અધર્મને પક્ષે રહ્યો!”

કૃષ્ણે પિતમહના માથે હાથ પાસવાર્યો અને એમનું ખાસ સ્મિત કર્યું. ભીષ્મને પ્રણામ કરીને બધા ભારે હૈયે પાછા ફર્યા, પણ યુદ્ધના એ ભયાનક અંધકારમાં ભવિષ્યને જીવનની સૌથી મોટી ચાવી મળી ગઈ.

Essence of Religion-જ્યારે અનૈતિક અને ક્રૂર શક્તિઓ સત્ય અને ધર્મનો નાશ કરવા માટે હુમલો કરી રહી છે, ત્યારે નૈતિકતાનો પાઠ આત્મઘાતી છે….

બસ,આ જ છે Essence of Religion-धर्मो रक्षति रक्षितः ⁠।

આ પણ વાંચો - Shiv Purana -ભગવાન શંકરે એક શ્રાપના કારણે કાપ્યુ હતું ગણપતિનું શીશ 

Advertisement

.