Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોધરા તાલુકાના ટૂવા ગામ નજીક ગુડ્સ ટ્રેનનું એન્જિન પાટા પરથી નીચે ઉતર્યુ, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

અહેવાલઃ નામદેવ પાટિલ, ગોધરા  આજરોજ ગોધરા તાલુકાના ટુવા નજીક ગુડ્સ ટ્રેનનું લોકોમોટીવ ડીરેલ થવાની ઘટના સામે આવી છે, આણંદથી ગોધરા તરફ આવી રહેલ ગુડ્ઝ ટ્રેન ટુવા સ્ટેશન ખાતે લૂપ લાઈન પર ઊભી હતી, જે દરમ્યાન એકાએક ટ્રેન ચાલુ થઈ ગઈ...
12:45 PM Jul 13, 2023 IST | Vishal Dave

અહેવાલઃ નામદેવ પાટિલ, ગોધરા 

આજરોજ ગોધરા તાલુકાના ટુવા નજીક ગુડ્સ ટ્રેનનું લોકોમોટીવ ડીરેલ થવાની ઘટના સામે આવી છે, આણંદથી ગોધરા તરફ આવી રહેલ ગુડ્ઝ ટ્રેન ટુવા સ્ટેશન ખાતે લૂપ લાઈન પર ઊભી હતી, જે દરમ્યાન એકાએક ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને લૂપ લાઇનના ડેડ એન્ડ પર પહોંચી ગઈ હતી.

 

વહેલી પરોઢના સાડા ચાર વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, લોકોમોટીવ ડીરેલ થવાની ઘટનાની જાણ થતાં રેલવે વિભાગની રેસ્કયું વાન સહિતની પશ્ચિમ રેલવે વિભાગની રાહત ટીમ આવી પહોંચી હતી, લૂપ લાઈન પર માટીમાં ખૂંપી ગયેલા લોકોમોટિવની આસપાસથી માટી દૂર કર્યા બાદ અન્ય લોકોમોટીવ દ્વારા ડીરેલ થયેલા લોકોમોટીવને ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સમગ્ર ઘટના દરમ્યાન કોઈ જાનહાનિ ન થતાં રેલવે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

Tags :
casualtiesderailsengineGodhra talukagoods trainreportedToovavillage
Next Article