Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Election Commission of India-કોંગ્રેસ અધ્યક્ષને આકરા શબ્દોમા જવાબ

Election Commission of Indiaએ વોટિંગના આંકડાઓ પર સવાલ ઉઠાવીને ભ્રમ ફેલાવવા માટે સખત પગલાં વલણ અખત્યાર કર્યું છે. પંચે અભૂતપૂર્વ કાર્યવાહી કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં અવરોધ ઊભો કરવા માટે ફટકાર લગાવી છે. ચૂંટણી પંચે વોટિંગના...
election commission of india કોંગ્રેસ અધ્યક્ષને આકરા શબ્દોમા જવાબ

Election Commission of Indiaએ વોટિંગના આંકડાઓ પર સવાલ ઉઠાવીને ભ્રમ ફેલાવવા માટે સખત પગલાં વલણ અખત્યાર કર્યું છે. પંચે અભૂતપૂર્વ કાર્યવાહી કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં અવરોધ ઊભો કરવા માટે ફટકાર લગાવી છે. ચૂંટણી પંચે વોટિંગના આંકડાઓને લઈને ખડગેના આરોપો ને નકારતા તેને પાયા વિહોણા અને જાણી જોઈને ભ્રમ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન ઠેરવ્યો છે.

Advertisement

આક્ષેપો ભ્રમ, ખોટી દિશા અને અવરોધ ઊભા કરવા માટે કરાયા

Election Commission of Indiaએ  કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે ચાલી રહેલી ચૂંટણીઓ વચ્ચે વોટર ટર્નઆઉટના આંકડાઓ રજૂ કરવામાં સંદર્ભે પાયા વિહોણો આક્ષેપ લગાવ્યો છે. જે સ્વતંત્ર અને નિસ્પક્ષ ચૂંટણી સંચાલનમાં ભ્રમ, ખોટી દિશા અને અવરોધ ઊભા કરવા માટે કરાયા છે. પંચે વધુમાં કહ્યું કે આ પ્રકારના નિવેદનોથી મતદારોની ચૂંટણીમા ભાગીદારી પર નકારાત્મક અસર પડે છે અને રાજ્યોમાં મોટી ચૂંટણી લક્ષી કામગીરી સાથે સંકળાયેલા લોકોના મનોબળ પર અસર પડે છે

ચૂંટણી પંચનો કોંગ્રેસ અધ્યક્ષને આકરા શબ્દોમા જવાબ

કોંગ્રેસ અધ્યક્ષને આકરા શબ્દોમા અપાયેલા જવાબમાં ચૂંટણી પંચે તેમના નિવેદનોને ‘ચૂંટણી સંચાલનના મહત્વપૂર્ણ કામગીરી પર આક્રમણ તરીકે ઓળખાવ્યું. પંચે કહ્યું કે ‘ચૂંટણી પંચ’ આવી ઘટનાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મક્કમ છે જેની સીધી અસર તેના મુખ્ય જનાદેશની કાર્યપ્રણાલી પર પડે છે. પંચે વોટિંગના આંકડાઓ પર ખડગે દ્વારા વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aના નેતાઓને લખાયેલા એક પત્રની નોંધ લઈ અને તેને અયોગ્ય ગણાવી હતી.

Advertisement

ચૂંટણી પંચે ભારપૂર્વક કહ્યું હતું કે મતદારના મતદાનના આંકડાના એકત્રીકરણ અને બહાર પાડવામાં કોઈ ભૂલ કે ક્ષતિ નથી રહી. તમામ જૂની અને વર્તમાન પ્રક્રિયાઓ અને પ્રથાઓની ચકાસણી કરાઇ છે. અને ખડગેના દાવાઓને નકારતા તમામ મુખી પાસાઓ સહિત જવાબ અપાયો છે.

વિલંબ થવાનો નનૈયો ભણ્યો

પંચે મતદાનના આંકડાઓ આપવામાં કોઈ પણ પ્રકારના વિલંબ થવાનો નનૈયો ભણ્યો અને જણાવ્યું કે મતદાનના અપડેટ થયેલા આંકડાઓ હંમેશાં મતદાનના દિવસ કરતાં વધારે થાય છે. પંચે 2019ના લોકસભા ચૂંટણીથી લઈને અત્યાર સુધીની તથ્યાત્મક ગણતરીઓ રજૂ કરી

Advertisement

આ પણ વાંચો- Congressના રામ મંદિરના શુદ્ધિકરણના નિવેદનથી ભાજપ નારાજ  

Advertisement

.