Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાના કેસનો વધતો ગ્રાફ અને ચિંતા

4,30,72,176 કુલ સંક્રમિત 5,23,753 કુલ મોત 188 કરોડ વેક્સિનના ડોઝ  છેલ્લા ચોવીસ કલાકમાં   3377 નવા કેસ 50 મૃત્યુ આ આંકડા ભારત દેશના કોવિડ 19 વિશેના છે.  આખી દુનિયામાં અત્યાર સુધી 51,24,61,911 લોકો સંક્રમિત થયા છે.  7,14,372 નવા કેસ, 62,31,567 મૃત્યુ પામ્યા છે અને આખી દુનિયાની કુલ વસતિના 62 ટકા મતલબ કે,  85,53,74,676 લોકો વેક્સિનેટેડ છે.  આ ગ્રાફ છેલ્લા બે વર્ષથી ઉપર નીચે થયે રાખે છે. દુનિયામાં અનેક લોકો પોતાના સ્માર્ટ ફોનમાં આ ગ્રા
કોરોનાના કેસનો વધતો ગ્રાફ અને ચિંતા
4,30,72,176 કુલ સંક્રમિત 
5,23,753 કુલ મોત 
188 કરોડ વેક્સિનના ડોઝ  
છેલ્લા ચોવીસ કલાકમાં   
3377 નવા કેસ 
50 મૃત્યુ 
આ આંકડા ભારત દેશના કોવિડ 19 વિશેના છે.  
આખી દુનિયામાં અત્યાર સુધી 51,24,61,911 લોકો સંક્રમિત થયા છે.  7,14,372 નવા કેસ, 62,31,567 મૃત્યુ પામ્યા છે અને આખી દુનિયાની કુલ વસતિના 62 ટકા મતલબ કે,  85,53,74,676 લોકો વેક્સિનેટેડ છે.  
આ ગ્રાફ છેલ્લા બે વર્ષથી ઉપર નીચે થયે રાખે છે. દુનિયામાં અનેક લોકો પોતાના સ્માર્ટ ફોનમાં આ ગ્રાફને સતત જોતા રહેતા હતા. પણ જેમ જેમ સમય પસાર થતો રહ્યો તેમ તેમ કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થતો રહ્યો એટલે કોરોનાને ગંભીરતાથી લેવાનું આપણે સહુએ છોડી દીધું. કોરોના જાણે આપણી વચ્ચે છે જ નહીં એ રીતે આપણે સહુ જીવવા લાગ્યા છીએ. કોરોનાનો વાયરસ અલગ અલગ સ્વરુપો બદલીને પોતાની હાજરી પૂરાવતો રહે છે. છેલ્લા ત્રણ દિવસથી ભારતમાં ત્રણ હજારથી વધુ કોરાનાના કેસ આવી રહ્યા છે. કોરોનાના કેસ ભલે ઘટી રહ્યા હોય પણ કોરોનાને જરાય હળવાશથી લેવા જેવો નથી.  
WHOના વડા ટેડ્રોસે હજુ હમણાં જ આ ચેતવણી આપીને કહ્યું હતું કે, કોરોનાની ચોથી લહેર આવી ગઈ છે. ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા, યુકેમાં વધી રહેલા કેસીસ ચિંતાજનક છે.  
ચીનના શાંઘાઈની હાલત તો આપણે સૌએ જોઈ જ છે. હોંગકોંગમાં પણ હજુ પરિસ્થિતિ થાળે પડી નથી. ઝીરો કોવિડ કેસીસની પોલિસીમાં માનતું ચીન એટલું પેક છે કે, ત્યાંની સાચી વાત તો કદાચ ક્યારેય બહાર જ નથી આવી શકવાની.  
ડિસેમ્બર 2019થી કોવિડે આપણા સહુની જિંદગી બદલાવી દીધી છે. કેસ ઓછાં થવા લાગ્યા એટલે આપણે રાજી થઈ ગયા. પણ WHOના વડા  ટેડ્રોસે અધનામે ચોખ્ખું કહ્યું કે, આપણે આંધળા થઈ ગયા હોય એવું લાગે છે. આપણે એવું સમજવા લાગ્યા છીએ કે, કોરોના જતો રહ્યો છે. આપણે ટેસ્ટીંગ ઓછું કરવા લાગ્યા છીએ એટલે આખી દુનિયામાં કેસની સંખ્યા ઓછી જણાઈ રહી છે. પરંતુ સંક્રમણ વધી રહ્યું છે એ આપણને કોઈને નથી દેખાતું. કેટલાક દેશોએ તો કોવિડના સંક્રમણ માટેનું ટેસ્ટીંગ જ બંધ કરી દીધું છે. આથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને જિનોમ સિક્વસીંગ કે બીજા તારણો મળી નથી રહ્યા. આથી જ નવા નવા જે વેરિઅન્ટ આવી રહ્યા છે એ આવનારા દિવસોમાં આપણી ચિંતાનો વિષય બની રહેવાનો છે.  
WHOના સભ્ય વિલિયમ રોડ્રીગ્સે ચોખ્ખું કહ્યું કે, છેલ્લા ચાર મહિનામાં દુનિયાના કેટલાક દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે. આખી દુનિયામાં લગભગ સિતેરથી નેવું ટકા કોવિડનું ટેસ્ટીંગ બંધ થઈ ગયું છે. આથી અમને પરિણામો મળતા નથી અને WHO  સમજી જ નથી શકતું કે, દુનિયામાં આ શું થઈ રહ્યું છે? 
સૌથી વધુ ચિંતાજનક વાત તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ટેકનિકલ વિભાગના હેડ મારિયા વેન કારખેવે કરી છે. તેમના મતે આગળનો વેરિઅન્ટ કેવો હશે એ આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે. ઓમિક્રોન અને એના સબ વેરિઅન્ટ ઉપર અમે કામ કરી રહ્યા છીએ. પણ આવાનારા દિવસો માટે આપણું હળવાશભર્યું અત્યારનું વલણ ચિંતાજનક છે.  
દુનિયામાં નાનામાં નાનું બાળક હવે જાણે છે કે, કોરોના વાયરસ સાથે જીવવાનું છે. ચેપ ન લાગે એ માટે સાવચેતી પણ એટલી જ જરુરી છે. કોરોના આવ્યો ત્યારથી માંડીને આજ દિન સુધી એના સતત બદલાઈ રહેલા સ્વરુપને કારણે વૈજ્ઞાનિકો સચોટ કારણ કે તારણ પણ જલદીથી નથી આવી શકતા. તેમ છતાં એની સામે પ્રોટેક્શન મેળવવામાં ઘણેખરે અંશે સફળ રહ્યા છે એવું કહેવું વધુ યોગ્ય ગણાશે.  
માસ્કને દાઢી ઉપર લગાવી રાખવું જાણે ફેશન થઈ ગઈ છે. માસ્ક ન પહેરવું એ જાણે હિંમતની વાત હોય એમ આપણે જીવવા લાગ્યા છીએ. આવું જોઈને એક જ વાત લખવાનું મન થાય છે કે, ગયા વર્ષના આ દિવસો જ જરા યાદ કરી લો. ઓક્સિજન માટે દોડાદોડી કરતા સ્વજનો, હૉસ્પિટલની બહાર લાંબી લાંબી એમ્બ્યુલન્સની લાઇનો, રેમડિસીવર અને ટોસિલીઝુમેબ માટે લાગવગ લગાવતા પરિવારજનો, સ્મશાનમાં સ્વજનના શબને મૂકીને ભાગી ગયેલાં પરિવારના સભ્યોથી માંડીને અનેક કડવી અને હૈયું વલોવી નાખતી યાદો આપણી પાસે છે. વડાપ્રધાને હજુ ચાર દિવસ પહેલાં આપણા દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓને આ મુદ્દે જ એલર્ટ કર્યા હતા કે, કોરોનાને જરાપણ હળવાશથી ન લેશો. એલર્ટ રહેજો. આ વાત ભારતની દરેક જનતાને લાગુ પડે છે. છેલ્લા ચોવીસ કલાકમાં આપણા દેશમાં 50 લોકો મૃત્યુ પામ્યા છે. જે લોકોએ વેક્સિન નથી લીધી અને કોરોનાને હળવાશથી લીધો છે એમની હાલત વધુ ખરાબ થઈ રહી છે. એટલે જ વધી રહેલા કેસનો ગ્રાફ આપણને સાવચેતી રાખવાની સલાહ આપે છે એમ માનવું જ બહેતર છે.
Advertisement
Tags :
Advertisement

.