Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પત્નીનું અપમાન થાય તો તમે જાહેરમાં થપ્પડ મારી શકો ખરાં?

હાસ્યનો વિષય હોય ત્યારે સૌથી વધુ પ્રચલિત અને મજાકનું પાત્ર સ્ત્રી કે પત્ની જ હોય છે. લોકો બહુ જ આસાનીથી પોતાની પત્ની પર મજાક કરી લે છે. ઓડિયન્સને હસાવવા માટે સૌથી જાણીતું પાત્ર એટલે પત્ની. કપિલ શર્માનો કૉમેડી શૉ હોય કે પછી ગુજરાતી નાટકો હોય. બહુ જ જાણીતાં ગુજરાતી નાટક કલાકાર સ્ટેજ ઉપર પત્નીના પાત્રની મજાક કરીને ઓડિયન્સને પેટ પકડીને હસાવે છે. આ કલાકાર સામે અનેક લોકોને બહુ મોટો વાંàª
10:14 AM Mar 29, 2022 IST | Vipul Pandya
હાસ્યનો વિષય હોય ત્યારે સૌથી વધુ પ્રચલિત અને મજાકનું પાત્ર સ્ત્રી કે પત્ની જ હોય છે. લોકો બહુ જ આસાનીથી પોતાની પત્ની પર મજાક કરી લે છે. ઓડિયન્સને હસાવવા માટે સૌથી જાણીતું પાત્ર એટલે પત્ની. કપિલ શર્માનો કૉમેડી શૉ હોય કે પછી ગુજરાતી નાટકો હોય. બહુ જ જાણીતાં ગુજરાતી નાટક કલાકાર સ્ટેજ ઉપર પત્નીના પાત્રની મજાક કરીને ઓડિયન્સને પેટ પકડીને હસાવે છે. આ કલાકાર સામે અનેક લોકોને બહુ મોટો વાંધો છે. સ્ત્રી મજાકનું પાત્ર નથી. કપિલ શર્માની સ્ક્રીપ્ટમાં જ્યારે તેની પત્નીની હાઇટ કે હોઠ વિશે કમેન્ટ આવે છે ત્યારે લોકો તાલીઓ પાડીને મજાકની મજા લે છે. નાટકોમાં પણ સ્ત્રીઓની બેફામ મજાક થાય છે. અલબત્ત આવું પસંદ ન કરનારો એક મોટો વર્ગ છે. સામી બાજુ હકીકત એ છે કે, લોકો આવું પસંદ કરે છે. જે પસંદ કરવામાં આવે છે એ જ મનોરંજન પીરસવામાં આવે છે. અગાઉના સમયમાં બીલો ધ બેલ્ટ અથવા તો દ્વીઅર્થી મજાક કે ડાયલોગને પણ નિમ્ન કક્ષામાં ગણવામાં આવતાં. હવે સાત્ત્વિક વસ્તુઓની કોઈને પરવા નથી રહી. એક મોટો વર્ગ એવો છે જે વલ્ગર જોક્સને નથી પસંદ કરતો. માનસિક ગંદકી બહુ જ અઘરી વાત છે. એક સમય તો એવો આવે જ છે કે, સતત એવું સાંભળવાથી કે જોવાથી તમને સૂગ ચડવા માંડે. એમાં પણ જ્યારે દિલની નજીક હોય એ વ્યક્તિની મજાક ઉડાવવામાં આવે ત્યારે આપણું પોતાનું અપમાન થતું હોય એવું લાગે છે. પોતાના જીવનસાથીનું અપમાન થતું હોય કે અપમાનજનક મજાક ઉડાવાતી હોય ત્યારે તમારું લોહી ઉકળી ઉઠે એ વાત એકદમ ગળે ઉતરી જાય એવી છે.  
ઓસ્કર એવૉર્ડ સમારોહમાં એન્કર ક્રિસ રોક પોતાની શૈલીમાં એન્કરીંગ કરતા હતા. ઓડિયન્સમાં બેઠેલાં વિલ સ્મિથના પત્ની અંગે એણે બોલવાનું શરુ કર્યું. જેડા કોરન પિન્કેટનો મૂવી જી આઈ જેનમાં જે લૂક છે એના વિશે ટિપ્પણી કરી. એમાં તેના માથે વાળ નથી એ વિશે બોલવાનું શરુ કર્યું શરુઆતની પળો તો વિલ સ્મિથે માણી પણ અચાનક શું થઈ આવ્યું કે, પત્નીના માથે વાળ નથી એ વાતની મજાક કરી રહેલા ક્રિસને એને તમાચો મારી દીધો. હકીકતે જેડાને ઉંદરીની બીમારી છે એટલે એના વાળ ખરી ગયા છે. આથી એનો લુક મુંડનવાળો છે. એ પછી પણ ક્રિસ એની રીતે કાર્યક્રમ સંભાળી રહ્યો હતો.  ગઈકાલના આખા દિવસમાં વિલ સ્મિથનો તમાચો ચર્ચાનો વિષય બની રહ્યો. 
આખો દિવસ એ મજાક અને મીમ ટ્રેન્ડ કરતું હતું કે, દરેક પત્નીનો એના પતિને સવાલ છે કે, મારું અપમાન થતું હોય તો તમે આ રીતે હાથ ઉપાડી શકો ખરાં? લગભગ તમામ લોકોએ પહેલે ધડાકે હા પાડી હતી. 
 આપણે ત્યાં તો પુરાતન કાળની બહુ પ્રચલિત વાત છે. દક્ષ રાજાની વિરુદ્ધ સતી ભગવાન શિવ સાથે લગ્ન કરે છે. દક્ષ રાજાએ મોટા યજ્ઞનું આયોજન કર્યું હોય છે એમાં દીકરી જમાઈને નિમંત્રણ નથી આપેલું હોતું. છતાં સતી પોતાના પતિ મહાદેવ સાથે ત્યાં જાય છે. જ્યાં સતીનું અપમાન થાય છે એને શિવજીનું પણ અપમાન થાય છે. શિવજીએ ના પાડી હતી છતાં સતી ત્યાં ગયાં. અંતે સતી યજ્ઞની વેદીમાં પોતાની જાતને હોમી દે છે. પોતાનું અને પતિનું અપમાન સહન ન થયું એટલે તેમણે આ પગલું ભર્યું.  
સામાન્ય રીતે પિયરમાં જો પતિનું માન ન જળવાતું હોય તો એ વાત પત્ની સહન કરી શકતી નથી. એવી જ રીતે સાસરિયામાં જો બધાં સભ્યોની સામે પત્નીને એનો પતિ ઉતારી પાડતો હોય કે અપમાનિત કરતો હોય તો એની સાથે પરિવારના અન્ય સભ્યોનું વર્તન પણ એવા જ પ્રકારનું હોય છે. જીવનસાથીના એકબીજાંને અપાતાં માન-સન્માન ઉપર ઘણું બધું ટકેલું હોય છે. 
એક પતિ-પત્નીની સાવ સાચી વાત છે. પતિ જાહેરમાં પત્નીને અનેકવાર ઉતારી પાડતો. એક વખત પત્નીની ન રહેવાયું. એણે પતિને રુમમાં કહ્યું કે, આ ચાર દિવાલો વચ્ચે તારે મને જે કહેવું હોય એ કહી લે. પણ જાહેરમાં, બીજા પરિવારના સભ્યોની સામે મને કંઈ ન કહેવું. જીવનસાથી તમને જાહેરમાં કેટલું અને કેવું માન આપે છે એ બહુ અગત્યનું પાસું છે તમારા સન્માન માટે.   
ઈન્ટરનેટ પર એ ચર્ચા એ પણ જોર પકડ્યું હતું કે, ક્યાંક આ તમાચો પણ સ્ક્રીપ્ટેડ  નથીને?!  
વિલ સ્મિથે તમાચો માર્યો અને માફી પણ માગી લીધી. મુદ્દો એ છે કે, જીવનસાથીને સન્માન આપવું એ દરેક વ્યક્તિએ સમજવા જેવી અને ગ્રહણ કરવા જેવી વાત છે. પોતાની વ્યક્તિના અપમાન સામે સતી પણ ઉકળી ઉઠે તો આપણે તો સામાન્ય માનવી છીએ. જાહેરમાં આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ મુદ્દો ચર્ચા માગી લે એવો છે. આમ કરી શકો કે નહીં એ મુદ્દા વિશે મતમતાંતર હોય શકે. પણ હકીકત એ છે કે, જીવનસાથી વિશેની મજાક સહન ન કરી શકાય ત્યારે આવું વર્તન થઈ જવું સ્વભાવિક છે.
Tags :
Editor'sAngleGujaratFirstJUJyotiunadkat
Next Article