અભણ પત્નીને સ્થાન મળે અને પતિ એ પદ ભોગવે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ ગયા અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે એક બહુ જ અગત્યનો મુદ્દો અને વિચાર કહી ગયા. એસ પી મતલબ કે સરપંચ પતિ પંચાયતની મિટીંગમાં કે કાર્યક્રમોમાં ન આવવા જોઈએ. વડાપ્રધાને મહિલાઓની આગેવાની, નેતાગીરીને પ્રોત્સાહન મળે એ હેતુથી આ વાત કહી હતી. હજુ આ વિશેના સમાચારો આવી રહ્યા હતા ત્યાં જ એક મિટીંગ મળી અને તદન ઉંધું ચિત્ર જોવા મળ્યું. વાત એમ હતી કે, રાજકોટમàª
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ ગયા અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે એક બહુ જ અગત્યનો મુદ્દો અને વિચાર કહી ગયા. એસ પી મતલબ કે સરપંચ પતિ પંચાયતની મિટીંગમાં કે કાર્યક્રમોમાં ન આવવા જોઈએ. વડાપ્રધાને મહિલાઓની આગેવાની, નેતાગીરીને પ્રોત્સાહન મળે એ હેતુથી આ વાત કહી હતી. હજુ આ વિશેના સમાચારો આવી રહ્યા હતા ત્યાં જ એક મિટીંગ મળી અને તદન ઉંધું ચિત્ર જોવા મળ્યું.
વાત એમ હતી કે, રાજકોટમાં ભાજપની સત્તા હોય તેવા જિલ્લા પંચાયતના સદસ્યોની મિટીંગ હતી. તેર મહિલાઓ આમાં સભ્ય છે. એ તેરમાંથી ફક્ત ત્રણ જ મહિલાઓ હાજર હતી. બાકીની મહિલા સભ્યોના પતિદેવ હાજર રહેલા. વળી, મિડીયાની નજરે આ વાત આવી જે તે વ્યક્તિઓને સવાલ પણ પૂછવામાં આવ્યો. કોઈએ કહ્યું કે, હું તો પત્નીના પ્રતિનિધિ તરીકે આવ્યો છું.
તો એક મહિલા સરપંચ સભ્યના પતિ તો એવું બોલી ગયા કે, પતિદેવના નામ સાથે ચૂંટાઈને આવ્યા હોય. પતિદેવ પતિદેવ કહીને બીજી બે-ચાર વાતો પોતાની જ પ્રશંસામાં એ બોલી ગયા. વળી, એવું પણ બોલી ગયા કે, મત એ ક્યાં લઈ આવવાના એ તો પતિના નામ પર જ મળે છેને! જાહેરમાં પત્નીને ઉતારી પાડવામાં એમને જરાય નાનપ નથી લાગતી. પોતે પત્નીની જગ્યાએ આવી ગયા છે એ વાતનો અફસોસ તો એમના ચહેરા પર જરાયે ન હતો. ઉપરથી પોતે મહાન છે એ વાત કરવા લાગ્યા.
થોડાં સમય પહેલાં એક સિરીઝ બહુ જ વખણાયેલી. પંચાયત. એમાં પણ આવું જ હતું. સરપંચ પતિને બધાં પ્રધાનજી કહીને સંબોધે અને લગભગ તમામ વહીવટ મહિલા સરપંચના પતિ જ કરતા. સાચી વાત લખીએ તો આ ચિત્રણ હકીકત જ છે. જ્યાં સુધી સ્ત્રીઓને અંદરથી નહીં થાય કે, હું ચૂંટાઈને આવી છું મારે જ શાસન કરવાનું હોય ત્યાં સુધી આ વાત વર્તનમાં રિફ્લેક્ટ થવાની જ નથી. ભારતના ગામડાંઓમાં અંગૂઠો મારતા પુરુષ સરપંચોની આજે પણ કમી નથી. સાથોસાથ મોટી લાજ કાઢીને પંચાયતની સભામાં બેસતી મહિલા સભ્યો કે સરપંચોની પણ કમી નથી. શાસન કરતી સ્ત્રી પોતાની કામની જગ્યાએ ઘણીવાર સશક્ત નિર્ણયો કરી શકતી હશે. પણ પરિવારમાં કોઈ મંજૂરી લેવાની વાત આવે ત્યારે એ પરિવારના પુરુષને નજરઅંદાજ નથી કરી શકતી. આમાં વાંક એ સ્ત્રીનો છે કે પુરુષપ્રધાન માનસિકતા વચ્ચે થયેલો આપણો ઉછેર છે એટલો જ ચર્ચાનો વિષય છે.
સત્તામાં મહિલાઓની ભાગીદારી વધે એ હેતુથી મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. આ અનામતનો પરિવારમાં સાવ જુદો જ મતલબ લઈને સત્તાધારી મહિલાના નામે એનો પરિવાર ઘણું બધું કરતો રહે છે. એને શું ખબર પડે એ વાત આજે પણ મહિલા અધિકારી હોય કે મહિલા સીઈઓ હોય કે કોઈ કંપનીની માલિક કે પાર્ટનર હોય એના ઘરમાં એની બુદ્ધિ પ્રતિભાને માન જવલ્લે જ મળે છે.
મૃત્યુદંડ પિક્ચરમાં એક સરસ ડાયલોગ છે. પતિ હૈ, પરમેસ્વર બનનેકી કોસિસ મત કીજિએ....
પંચાયત સિરીઝમાં એક વાત બહુ ઉડીને આંખે વળગે એવી હતી કે, કલેક્ટર આવે છે અને ધ્વજવંદન થાય છે. અભણ સરપંચ રાષ્ટ્રગીત ગાય છે એમાં એ અટકે છે ત્યારે કલેકટરે પંચાયતના ચોગાનની બહાર ઉભેલા એના પતિ એને સાથ આપે છે. હકીકત આ જ છે, આખી જિંદગી ઘરમાં રહેલી સ્ત્રીને અનામત બેઠક ઉપર સત્તા મળે ત્યારે એને પતિનો કે પરિવારજનોનો એટલો જ સાથ કાફી હોય છે.
Advertisement