Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાનો રિપોર્ટ પણ વેચાતો મળતો હતો, જાણો ક્યાથી ઝડપાયું કૌભાંડ?

દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલની ફ્લાઇંગ સ્ક્વોર્ડ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે DLF ફેઝ-3 વિસ્તારમાં આવેલી લેબમાં દરોડા પાડી કોવિડના નકલી રિપોર્ટ બનાવતી ખાનગી લેબનો પર્દાફાશ કર્યો છે. લેબમાં કામ કરતો કર્મચારી લોકો પાસેથી પૈસા લઈ જરૂરિયાત મુજબ કોરોનાના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ તૈયાર કરી આપતો હતો. તપાસ ટીમે બનાવટી રિપોર્ટ, લેપટોપ, પ્રિન્ટર, સ્ટેમ્પ, ફોન અને દસ્તાવેજો તથા સાડ
કોરોનાનો રિપોર્ટ પણ વેચાતો મળતો હતો  જાણો ક્યાથી ઝડપાયું કૌભાંડ
દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલની ફ્લાઇંગ સ્ક્વોર્ડ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે DLF ફેઝ-3 વિસ્તારમાં આવેલી લેબમાં દરોડા પાડી કોવિડના નકલી રિપોર્ટ બનાવતી ખાનગી લેબનો પર્દાફાશ કર્યો છે. લેબમાં કામ કરતો કર્મચારી લોકો પાસેથી પૈસા લઈ જરૂરિયાત મુજબ કોરોનાના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ તૈયાર કરી આપતો હતો. તપાસ ટીમે બનાવટી રિપોર્ટ, લેપટોપ, પ્રિન્ટર, સ્ટેમ્પ, ફોન અને દસ્તાવેજો તથા સાડા 12 હજાર રૂપિયાની રોકડ સાથે સ્થળ પરથી લેબના કર્મચારીને ઝડપી લીધો છે. ટીમની ફરિયાદ પર કેસ નોંધ્યા બાદ DLF ફેઝ-3ની પોલીસે આરોપી કર્મચારીની ધરપકડ કરી છે જ્યારે દરોડા બાદ લેબ ઓપરેટર ફરાર થઈ ગયો છે.
ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમને માહિતી મળી હતી કે DLF ફેઝ-3માં નાથુપુર રોડ પર ઘર નંબર NR-24માં SRL ડાયગ્નોસ્ટિક લેબ ચાલી રહી છે. જેમાં પૈસા લઈને કોવિડ ટેસ્ટનો ખોટો રિપોર્ટ આપવામાં આવે છે. આ માહિતી આરોગ્ય વિભાગને આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ અને ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો અને  લેબમાં હાજર સ્ટાફની પૂછપરછ કરી,દસ્તાવેજોની ચકાસણી કરી હતી. નમૂનાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. લગભગ બે કલાકની તપાસ બાદ ટીમને લેબમાં ઘણા નકલી રિપોર્ટ મળી આવ્યા હતા. આખરે ટીમે દિલ્હીના મહિપાલપુરના રહેવાસી 22 વર્ષીય સંજીવની ધરપકડ કરી હતી, જે લેબ ટેકનિશિયનના સહાયક તરીકે કામ કરતો હતો. બીજી તરફ લેબ ડાયરેક્ટર અનુજ શર્મા ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરી છે. નાથુપુરમાં SRL ડાયગ્નોસ્ટિક લેબના અનુજ શર્મા પાંચેક મહિનાથી ફ્રેન્ચાઈઝી સાથે લેબ ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે ગુડ હેલ્થ ડાયગ્નોસ્ટિક્સના નામે રજીસ્ટર છે.
લેબમાં નકલી રિપોર્ટ બનાવવા કોણ આવતા હતા?
મોટા ભાગના વિદ્યાર્થીઓ અને નોકરીયાત લોકો આ લેબમાં નકલી રિપોર્ટ બનાવવા આવતા હતા.  શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ ઘરેથી પરીક્ષા આપવા અને ઓફિસ કર્મચારીઓ ઘરેથી કામ કરવા માટે નકલી રિપોર્ટ બનાવતા હતા. વિદેશ જઈને ઓફિસમાં બતાવવા માટે પણ નકલી નેગેટિવ રિપોર્ટ તૈયાર કરવામાં આવતા હતા.
અસલી રિપોર્ટ સાથે છેડછાડ  
અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે કોઈપણ વ્યક્તિના અસલી રિપોર્ટને સ્કેન કર્યા બાદ આરોપી તેને એડિટ કરીને નકલી રિપોર્ટ તૈયાર કરતો હતો. જેમના નકલી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા તેમના રેકોર્ડ ICMR પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા ન હતા.
2 થી 5 હજાર રૂપિયામાં ખોટો કોરોના રિપોર્ટ
પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, લેબમાં 2 થી 5 હજાર રૂપિયામાં નકલી રિપોર્ટ તૈયાર કરી આપવામાં આવતા હતા. આ કૌભાંડ ઘણા મહિનાઓ સુધી ચાલી રહ્યો છે. ટીમને શંકા છે કે અહીંથી મોટી સંખ્યામાં લોકોને કોવિડના નકલી રિપોર્ટ આપવામાં આવ્યા છે. જેથી આરોપીની ધરપકડ કરી DLF ફેઝ-3 પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
SRL લેબે કરી સ્પષ્ટતા

SRL લેબના પ્રવક્તાએ કહ્યું કે, આ મામલો એક ફ્રેન્ચાઈઝી સામેની ફરિયાદ પરથી સામે આવ્યો છે. તેમના તરફથી આ મામલે આંતરિક તપાસ કરવામાં આવી રહી છે. અને કોઈપણ અનૈતિક વર્તન સામે તેઓ યોગ્ય પગલાં લેશે.

Advertisement

Tags :
Advertisement

.