Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દમ મારો દમ મીટ જાયે ગમ...એક અનવોન્ટેડ ગીત જે ઇતિહાસ બની ગયું.

દમ મારો દમ મીટ જાયે ગમ...એક અનવોન્ટેડ ગીત જે ઇતિહાસ બની ગયું. એપલે એનો નવો આઈફોન I-13 લોન્ચ થયો ત્યારે એની ટ્યુને ગજબની હવા ઉભી કરી. એ ટ્યુન હતી હિંદી ફિલ્મ'હરે રામ હરે કૃષ્ણા'ના ગીત દમ મારો દમ.. ની ટ્યુન....
10:37 AM Nov 18, 2023 IST | Kanu Jani

દમ મારો દમ મીટ જાયે ગમ...એક અનવોન્ટેડ ગીત જે ઇતિહાસ બની ગયું.

એપલે એનો નવો આઈફોન I-13 લોન્ચ થયો ત્યારે એની ટ્યુને ગજબની હવા ઉભી કરી. એ ટ્યુન હતી હિંદી ફિલ્મ'હરે રામ હરે કૃષ્ણા'ના ગીત દમ મારો દમ.. ની ટ્યુન.
ફિલ્મ રજૂ થયાને સાડાચાર દાયકા પછી ય એપલ જેવી કંપનીને આ ટ્યુન લેવી પડે એ જ આ ગીતના સંગીતની સફળતા છે.
આમ તો દમ મારો દમ.. ગીત અકસ્માતે જ સર્જાયું હતું. દેવાનંદની ફિલ્મ 'હરે રામ હરે કૃષ્ણ' માં એક ગીત રેકોર્ડ કરવાનું હતું. જે ખુદ દેવાનંદ પર ફીલ્માવાનું હતું. રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગીતકાર આનંદ બક્ષી અને પંચમદા આ ગીત પર કામ કરે.

જ્યારે દેવ આનંદની હરે રામા હરે ક્રિષ્નામાં આશા ભોંસલેએ 'દમ મારો દમ' ગાયું ત્યારે ઝીનત અમાને દુનિયાની પરવા કર્યા વિના ચિલ્મ પીધું, ત્યારે ભારતીય પ્રેક્ષકોએ આઘાત સાથે પ્રતિસાદ આપ્યો. 1971 ની ફિલ્મ 'હિપ્પી ચળવળ' વિરુદ્ધ એક ટિપ્પણી તરીકે ડિઝાઇન કરવામાં આવી હતી જેણે ઉપખંડમાં વધુને વધુ અનુયાયીઓ શોધવાનું શરૂ કર્યું હતું, પરંતુ આશા ભોંસલેએ તેના સૌથી આઇકોનિક ગીતોમાંથી એક ગીત ગાયું હતું તે જોયા પછી, તે પ્રામાણિકપણે ન થયું. એવું લાગે છે કે ફિલ્મ મારિજુઆના વપરાશકર્તાઓની ટીકા કરી રહી હતી (ઓછામાં ઓછું આ ગીતમાં) પરંતુ વાસ્તવમાં, તે લગભગ એવું દેખાતું હતું કે આ સૌથી વધુ ગ્લેમરાઇઝ્ડ સંસ્કરણ છે જેની કલ્પના કરી શકાય છે. કદાચ, આ જ કારણ હતું કે ઓલ ઈન્ડિયા રેડિયોએ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને જ્યારે ફિલ્મ ટેલિવિઝન પર ચાલતી હતી ત્યારે દૂરદર્શને તેને કાપી નાખવાનું નક્કી કર્યું હતું.

ફિલ્મમાં, ગીત ત્યારે આવે છે જ્યારે દેવ આનંદનો પ્રશાંત તેની બહેન જેનિસને કાઠમંડુમાં જુએ છે, જે ઝીનત અમાન દ્વારા ભજવવામાં આવે છે, કારણ કે તે એક મુક્ત-સ્પિરિટેડ જીવન જીવે છે અને તેણીને સ્વસ્થતામાં પાછી લાવવાની જવાબદારી પોતાના પર લે છે. તેથી જેમ તેણીએ 'દમ મારો દમ' ગાય છે અને 'હરે ક્રિષ્ના હરે રામા' ના સમૂહગીત ગાય છે, તે 'દેખો ઓ દિવાનો' ગાય છે જે પછી 'રામ કા નામ બદનામ ના કરો' ગીતો છે.

રેકોર્ડીંગ પહેલાં સંગીતકાર અને ગીતકાર  દરેક ગીતની સિચ્યુએશન જાણી લે. ,પંચમે બક્ષી સાથે વાત કરી.નિર્માતા નિર્દેશક દેવાનંદે સિચ્યુએશન કહી. કહી. હિપ્પીઓનો અડ્ડો છે. બધા નશામાં અને નાચવા ગાવામાં વ્યસ્ત છે. હીરો ત્યાં આ ગીત ગાય-

આનંદ બક્ષીએ ગીત લખ્યું-દેખો ઓ દીવાનો ઐસા કામ ન કરો રામ કા નામ બદનામ ન કરો.
પંચમદાએ આનંદ બક્ષીને સમજાવ્યા.એમ્બિયન્સ તો ઉભું કરવું જ પડે. પંચમે રેન્ડમલી એક ધૂન બનાવી. આનંદ બક્ષી તો એ સાંભળી અર્ધા ઉભા થઇ ગયા.આનંદ બક્ષી તાબડતોબ ગીત લખવામાં માહેર. એમણે ત્યાં જ બેસી ગીત લખી નાખ્યું:દમ મારો દમ.. અંતરા પણ અદભૂત લખાયા. પંચમે તો ગીત કમપોઝ કરવાનું શરૂ કરી દીધું અને સાંજ સુધી તો કમ્પોઝીશન તૈયાર. સાજિંદા બોલાવી લીધા અને બૉલીવુડના એક અમર ગીતના સંગીતને ઘાટ મળવા માંડ્યો.આશા ભોસલે અને ઉષા ઉથુપને બોલાવાયાં. ગીત રેકોર્ડ થયું. આશાજી તો ખુશ હતાં કે એમની કારકિર્દીમાં સફળતાનું એક મોરપીચ્છ આ ગીત બનશે એની એમને ખાત્રી હતી.


... પણ ગીત પર પનોતી તો હતી જ. દેવાનંદને આ ગીત સંભળાવ્યું. એમણે આ ગીત ફિલ્મમાં રાખવાની સ્પષ્ટ ના પાડી કારણ આવા ધૂમધડાકા વાળા ગીત પછી 'દેખો ઓ દીવાનો' જેવું ગીત કોણ સંભાળશે?
પંચમે આશાજીને વાત કરી. આશા ભોંસલે તાત્કાલિક દેવાનંદના ઘેર ગયાં. એમને ઘણા સમજાવ્યા કે આ ગીત માઈલ સ્ટોન બનશે એવી એમને ખાત્રી છે. દેવાનંદ પણ ગીત સારૂં છે એમ માનતા હતા પણ એ પછી તરત પડદા પર આવતું એમનું ગીત કોણ જોશે? આશાજીની હઠ સામે દેવાનંદ માન્યા.
હજી ગીતની પનોતી ઉતરી નહોતી. ગીતની શરૂઆત અને એક જ અંતરો ફિલ્મમાં રાખ્યો. આખું ગીત માત્ર એલપી પર જ સાંભળવા મળે. એ જમાનમાં ગ્રામોફોન તો માત્ર સાધન સંપન્ન લોકો પાસે જ હતાં. પંચમદાને આકાશવાણી પર આધાર હતો... મોટી પનોતી હવે આવી.આકાશવાણીએ આ ગીત Vulgar અને Suggestive છે એ કારણ બતાવી આ ગીત banned કર્યું.
.. પણ મદદે આવ્યું 'રેડીઓ સિલોન'. રેડીઓ સિલોને આ ગીતના બ્રોડકાસ્ટમાં રિપીટેશનનો રેકોર્ડ સર્જયો કારણ આ ગીતની ગજબની લોકપ્રિયતા. રેડીઓ સિલોન પર આ ગીત સતત પહેલી બાદાન પર રહ્યું અને Best song of the year પણ રહ્યું.
અકસ્માતે સર્જાયેલ આ ગીત બૉલીવુડમાં સુવર્ણાક્ષરે લખાઈ ગયું.

આ પણ વાંચો: કાદરખાન-અભિનયનું પહેલું પગથિયું કબ્રસ્તાનમાં મળ્યું 

Tags :
દેવઆનંદ
Next Article