Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dubai Sheikh-શાહજાદી શેખા માહરાએ ખાવિંદને છૂટાછેડા આપ્યા

Dubai Sheikh-દુબઈના વડા પ્રધાનની પુત્રી શેખા માહરા બિન્ત મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે જાહેરમાં તેના પતિ શેખા મના બિન મોહમ્મદ બિન રશીદ બિન મના અલ મકતુમથી ઈન્સ્ટાગ્રામ પર છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. છોકરીને જન્મ આપ્યાના બે મહિના બાદ શેખા...
05:40 PM Jul 18, 2024 IST | Kanu Jani

Dubai Sheikh-દુબઈના વડા પ્રધાનની પુત્રી શેખા માહરા બિન્ત મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે જાહેરમાં તેના પતિ શેખા મના બિન મોહમ્મદ બિન રશીદ બિન મના અલ મકતુમથી ઈન્સ્ટાગ્રામ પર છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. છોકરીને જન્મ આપ્યાના બે મહિના બાદ શેખા માહરાએ આ તલાક આપ્યા છે. શેખા માહરા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, ઘણા લોકો રાજકુમારીના વખાણ કરી રહ્યા છે.

શેખા માહરાએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, 'પ્રિય પતિ, તમે અન્ય ભાગીદારો સાથે વ્યસ્ત હોવાથી, હું છૂટાછેડા જાહેર કરું છું, હું તને છૂટાછેડા આપું છું, હું તને છૂટાછેડા આપું છું અને હું તને છૂટાછેડા આપું છું. કાળજી રાખજો. તમારી ભૂતપૂર્વ પત્ની.' આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કેટલાક લોકોને એકાઉન્ટ હેક થવાની અપેક્ષા

ઘણા લોકોના ધ્યાનમાં આવ્યું છે કે કપલે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને તેમની પ્રોફાઈલમાંથી એકબીજાની તમામ તસવીરો હટાવી દીધી છે. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું કે કપલે એકબીજાને બ્લોક કરી દીધા છે. કેટલાક લોકોને લાગ્યું કે કદાચ શેખા માહરાનું એકાઉન્ટ હેક થઈ ગયું છે.

પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'ખરાબ સમાચાર, ભગવાન તમારું ભલું કરે.' આ સિવાય અન્ય યુઝરે લખ્યું, 'મને તમારા નિર્ણય પર ગર્વ છે.' રાજકુમારીની 'હિંમત અને બહાદુરી'ના વખાણ કરતા એક યુઝરે કહ્યું, 'આ જીવનનો તબક્કો છે અને તે ભલાઈ અને કડવાશ સાથે ચાલુ રહેશે અને જીવન કોઈ માટે અટકતું નથી.' કેટલાક લોકોએ સવાલ કર્યો છે કે શું છૂટાછેડા પતિ તરફથી થશે?

માહરાએ માત્ર 2 મહિના પહેલા જ આપ્યો એક બાળકીને જન્મ

કપલે ગયા વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા હતા. 12 મહિના પછી શેખા માહારાએ દીકરીને જન્મ આપ્યો. આ સમય દરમિયાન, શેખા માહારાએ બાળકને જન્મ આપવાના તેમના 'સૌથી યાદગાર અનુભવ' વિશે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. શેખા માહરાએ તેની કાળજી લેવા માટે તેના ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો. તસવીરોમાં તેમના પતિ શેખા માના તેમની દીકરીને ખોળામાં બેસાડી રહેલા જોવા મળે છે.

થોડા દિવસો પહેલા કરી હતી આ પોસ્ટ

આ ઘટનાઓ વચ્ચે, થોડા અઠવાડિયા પહેલા રાજકુમારીએ ઈન્સ્ટાગ્રામ પર એક આશ્ચર્યજનક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તે પોતાના બાળકને ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. તેણે લખ્યું, 'બસ આપણે બે.' હવે કેટલાક લોકો આ પોસ્ટને લઈને સવાલો પણ ઉઠાવી રહ્યા છે, લોકોનું કહેવું છે કે આ પોસ્ટ દ્વારા પોતે જ સંકેત આપ્યો હતો કે બધું બરાબર નથી.

શેખા માહરા સંયુક્ત આરબ અમીરાતના Dubai Sheikh વડા પ્રધાન અને દુબઈના શાસકની પુત્રી છે. તે યુએઈમાં મહિલા સશક્તિકરણ અને સ્થાનિક ડિઝાઈનર્સના સમર્થક છે. શેખા માહરાએ યુકેની યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડિગ્રી મેળવી છે.

આ પણ વાંચો- 

Next Article