કોરોનાથી ડરો નહીં પણ રાખો સાવધાની, આજે દેશમાં નોંધાયા આટલા કેસ
દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જે ચિંતાજનક છે. ગઈકાલની સરખામણીમાં આજે 354 કેસ ઓછા નોંધાયા છે. પડોશી દેશ ચીનની પરિસ્થિતિ આજે સૌથી ખરાબ છે. જેને ધ્યાને રાખતા ચિંતા કરવી પણ વ્યાજબી છે. વૈશ્વિક મહામારી કોરોનાના મોર્ચે ફરી એકવાર દેશ માટે ચિંતાના સમાચાર છે. જોકે, ગઈકાલની સરખામણીમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ 19ના 3,4
04:40 AM May 08, 2022 IST
|
Vipul Pandya
દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જે ચિંતાજનક છે. ગઈકાલની સરખામણીમાં આજે 354 કેસ ઓછા નોંધાયા છે. પડોશી દેશ ચીનની પરિસ્થિતિ આજે સૌથી ખરાબ છે. જેને ધ્યાને રાખતા ચિંતા કરવી પણ વ્યાજબી છે.
વૈશ્વિક મહામારી કોરોનાના મોર્ચે ફરી એકવાર દેશ માટે ચિંતાના સમાચાર છે. જોકે, ગઈકાલની સરખામણીમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ 19ના 3,451 નવા કેસ નોંધાયા છે જ્યારે 40 લોકોના મોત થયા છે. જ્યારે 3,148 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. આ પહેલા શનિવારે દેશમાં કોરોનાના 3,805 કેસ નોંધાયા હતા, જ્યારે 22 લોકોના મોત થયા હતા. આજે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ હાલમાં, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 20,635 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,25,54,416 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.78 ટકા છે જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.79 ટકા છે. હાલમાં દેશમાં કોરોનાવાયરસનો રિકવરી રેટ 98.74 ટકા છે. કેરળમાં સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો છે. ડેટા અનુસાર, શનિવારે દેશમાં કોરોના વાયરસના કારણે કુલ 40 મૃત્યુ થયા છે, જેમાંથી 35 થી વધુ લોકોના મોત એકલા કેરળમાં થયા છે. વળી, દેશમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 5,24,064 પર પહોંચી ગયો છે.
Next Article