Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dipika Chikhlia Interview : 'રામાયણ એ મનોરંજનનો વિષય નથી'

Dipika Chikhlia Interview : નિર્માતા-નિર્દેશક સ્વર્ગસ્થ રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ'માં માતા સીતા ( Dipika Chikhlia Interview ) ની ભૂમિકા ભજવીને દુનિયાભરના લોકોના દિલો પર અમીટ છાપ છોડનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા ( Dipika Chikhlia Interview ) આ દિવસોમાં ખૂબ જ ખુશ...
dipika chikhlia interview      રામાયણ એ મનોરંજનનો વિષય નથી

Dipika Chikhlia Interview : નિર્માતા-નિર્દેશક સ્વર્ગસ્થ રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ'માં માતા સીતા ( Dipika Chikhlia Interview ) ની ભૂમિકા ભજવીને દુનિયાભરના લોકોના દિલો પર અમીટ છાપ છોડનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા ( Dipika Chikhlia Interview ) આ દિવસોમાં ખૂબ જ ખુશ છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેક સમારોહ માટે તેમને આમંત્રણ મળ્યું ત્યારથી તે 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. દીપિકા ( Dipika Chikhlia Interview ) આ ​​દિવસોમાં નિર્માતા તરીકે પણ સક્રિય છે અને તેમની કંપની 'ધરતીપુત્ર નંદિની' દ્વારા નિર્મિત પ્રથમ સિરિયલે 100 એપિસોડ પૂરા કર્યા છે.

Advertisement

ઈતિહાસમાં લખાશે 22 જાન્યુઆરી

એક લોકલ પેપરમાં આપેલા ઈન્ટરવ્યુમાં તેમને કહ્યું કે હું 21 જાન્યુઆરીએ અયોધ્યા જઈ રહી છું. 500 વર્ષ પછી રામજી પોતાના ઘરે પૂર્ણ સન્માન સાથે બિરાજમાન થવાના છે. ઈતિહાસનું આ પાનું હંમેશા યાદ રહેશે અને તે હું પણ જોઈ શકીશ. હું આ અંગે ખૂબ જ ખુશ છું.

Advertisement

રામાયણના પાત્રો ભજવવા સહેલા નથી

રામાયણના પાત્રો ભજવવા પર તેમને કહ્યું કે... આપણા પહેલા પણ ઘણા લોકોએ રામજી અને સીતાજીની ભૂમિકા ભજવી છે અને કરતા રહેશે. પરંતુ, અમારી સિરિયલમાં જે પણ પાત્રો હતા, પછી તે હનુમાનજી હોય, રામજી હોય, સીતાજી હોય કે મંથરા હોય, તમે તેમની સાથે ક્મ્પેરીઝન ના કરી શકો. એક સમય હતો જ્યારે મને લાગતું હતું કે નવા લોકો કંઈક કરી શકશે, પરંતુ હવે મને લાગે છે કે તેઓ કરી શકશે નહીં.

Advertisement

ભગવાનના આદેશ વિના ‘રામાયણ’ ના બની શકે

મને રામાનંદ સાગરની 'રામાયણ' જે પ્રેમ અને હૃદયથી બનાવવામાં આવી હતી તે જ રીતે તેને ફરીથી બનાવવી મુશ્કેલ લાગી રહી છે. એ સિરિયલ ભગવાનના આદેશથી બની હતી. ભગવાન શ્રી રામના આશીર્વાદ વિના ‘રામાયણ’ બની શકતી નથી.

રામાયણ એ મનોરંજનનો વિષય નથી

હું માનું છું કે ભારતમાં આપણે વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસને જ જાણીએ છીએ અને મહત્વ આપીએ છીએ. જો કે ઘણી બધી રામાયણો છે, પરંતુ લોકો આ બે રામાયણોને જ સૌથી વધુ જાણે છે. તમે લેખક પણ બની શકો છો અને તમારી પોતાની રામાયણ પણ લખી શકો છો, પરંતુ તે સ્વીકાર્ય નથી. હું ઘણા સમયથી કહેતી આવી છું કે રામાયણને મનોરંજન માટે ન બનાવો. રામાયણ એ મનોરંજનનો વિષય નથી.

આ પણ વાંચો—-RELIGIOUS TOURISM : રામનગરી પણ બનશે અર્થતંત્રનું મુખ્ય કેન્દ્ર, એક વર્ષમાં પ્રવાસીઓમાં 85 ગણો વધારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.