Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jagannath Mandir-નમું તને પથ્થરને? ના,નમું હું શ્રધ્ધા તણા આસનને !

Jagannath Mandir -હિન્દુઓનું શ્રધ્ધાનું,આસ્થાનું કેન્દ્ર જ્યાં કૃષ્ણ,ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાનું મંદિર. ભારત એ શ્રદ્ધા અને મંદિરોનો દેશ છે. અહીં હજારો-લાખો મંદિરો આવેલા છે અને દરેક મંદિર સાથે અલગ અલગ દંતકથાઓ જોડાયેલી હોય છે. હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર. Jagannath Mandir સાથે...
jagannath mandir નમું તને પથ્થરને  ના નમું હું શ્રધ્ધા તણા આસનને

Jagannath Mandir -હિન્દુઓનું શ્રધ્ધાનું,આસ્થાનું કેન્દ્ર જ્યાં કૃષ્ણ,ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાનું મંદિર.

Advertisement

ભારત એ શ્રદ્ધા અને મંદિરોનો દેશ છે. અહીં હજારો-લાખો મંદિરો આવેલા છે અને દરેક મંદિર સાથે અલગ અલગ દંતકથાઓ જોડાયેલી હોય છે.

હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર. Jagannath Mandir સાથે ચમત્કાર કહેવાય એવી હકીકતો જોડાયેલી છે. વૈજ્ઞાનિકો પણ એનો ઉકેલ શોધી શક્યા નથી.

Advertisement

પહેલાં તો એની ધજા પવનની ઊલટી દિશામાં ફરફરે છે. મંદિર પરથી વિમાનો તો શું પણ પક્ષીઓ પણ ઊડીને જતાં નથી.

જગન્નાથજીના મંદિરના ત્રીજા પગથિયા પર પગ મૂકવાની મનાઈ ફરવામાં આવી છે.એવું મનાય છે કે આ મંદિરના ત્રીજા પગથિયા પર મૂકનાર મુશ્કેલીમાં પડી જાય છે.

Advertisement

શ્રધ્ધા હોય ત્યાં તર્ક ન હોય

ભારતના ઓડિસા રાજ્યના કિનારાના શહેર પૂરીમાં આવેલું જગન્નાથ મંદિર છે… આ મંદિર ભગવાન જગન્નાથ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. કૃષ્ણ,બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના વિગ્રહ ગર્ભગૃહમાં સ્થાપિત છે. શ્રીકૃષ્ણ ભગવાનની આ નગરીને જગન્નાથપુરી તરીકે  પણ ઓળખવામાં આવે છે.

આ મંદિર હિંદુઓના ચાર ધામ બદરીનાથ, રામેશ્વરમ, દ્વારકા અને જગન્નાથપુરીમાંથી એક છે. આ મંદિર વિશેની અનેક માન્યતાઓ અને રહસ્યો માટે પ્રખ્યાત છે આજે  પણ આ મંદિરમાં અનેક એવા ચમત્કાર થાય છે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી હોતો…

પુરાણોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જગન્નાથપુરીને ધરતી પરનું સ્વર્ગ અને વૈકુંઠ ધામ માનવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન માત્રથી જ ભક્તોની મનોકામનાઓ પૂરી થઈ જાય છે અને પાપ ધોવાઈ જાય છે. એમ તો દરેક મંદિરના પોતાના રહસ્ય હોય છે અને આપણામાંથી ઘણા લોકો જગન્નાથ મંદિરના ત્રીજી પગથિયાના રહસ્ય વિશે નહીં જ જાણતા હોય.

મંદિરનું ત્રીજું પગથિયું- યમશિલા

એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથના દર્શન બાદ જ લોકોને એમના પાપોમાંથી મુક્તિ મળવા લાગી આ જોઈને યમરાજ ભગવાન જગન્નાથ પાસે ગયા અને તેમણે કહ્યું કે હે ભગવાન તમે તો લોકોને પાપમુક્ત થવાનો ખૂબ જ સરળ ઉપાય જણાવ્યો છે. તમારા દર્શનથી જ લોકોના પાર ધોવાઈ જાય છે અને કોઈ  પણ યમલોક નથી આવતું.

યમરાજની આ ફરિયાદ સાંભળીને જ યમરાજને જણાવ્યું કે તમે મંદિરના મુખ્ય દ્વાર પરના ત્રીજા પગથિયા પર સ્થાન ગ્રહણ કરો અને એ યમશિલા તરીકે ઓળખાશે. જે કોઈ  પણ મારા દર્શન કર્યા બાદ આ પગથિયા પર પગ મૂકશે તેના બધા પુણ્ય જોવાઈ જશે અને તે યમલોક આવશે.

જગન્નાથ મંદિરના મુખ્ય દ્વારથી પ્રવેશ કરતી વખતે નીચેથી ત્રીજા પગથિયા પર યમશિલા આજે પણ છે. દર્શન માટે મંદિરમાં પ્રવેશ કરતી વખતે પગ પગથિયા પર રાખવા પડશે પરંતુ દર્શન કરીને પાછા ફરતી વખતે ત્રીજા પગથિયા પર પગ નહી મૂકવાની માન્યતા છે.

જગન્નાથપુરી મંદિરમાં કુલ 22 પગથિયા

Jagannath Mandir નું આ પગથિયું કઈ રીતે ઓળખશો? એના વિશે વાત કરીએ તો આ પગથિયાનો રંગ કાળો છે અને તે બાકીના પગથિયા કરતાં એકદમ અલગ છે. જગન્નાથપુરી મંદિરમાં કુલ 22 પગથિયા છે અને એમાંથી આ ત્રીજા પગથિયાનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આજે  પણ લોકો આ પગથિયા પર પગ મૂકવાનું ટાળે છે…

આ પણ વાંચો-  Hindu Dharma-બ્રિટીશ અધિકારીઓ પર હિંદુઓની નૈતિકતાનો પ્રભાવ  

Advertisement

.