Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે કરો મા ચંદ્રઘંટાની પૂજા, શત્રુઓનો થશે નાશ

Chaitra Navratri:હિંદુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ વધારે ધાર્મિક મહત્વ રહેલું છે. ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રીને ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri) તરીકે ઓળખવામાં આવે છે. આ શુભ દિવસો દરમિયાન ભક્તો દેવીની પૂજા-ઉપવાસ કરે છે. જેમાં નવરાત્રીનો ત્રીજો દિવસ માતા દુર્ગાનું...
chaitra navratri  ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે કરો મા ચંદ્રઘંટાની પૂજા  શત્રુઓનો થશે નાશ

Chaitra Navratri:હિંદુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ વધારે ધાર્મિક મહત્વ રહેલું છે. ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રીને ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri) તરીકે ઓળખવામાં આવે છે. આ શુભ દિવસો દરમિયાન ભક્તો દેવીની પૂજા-ઉપવાસ કરે છે. જેમાં નવરાત્રીનો ત્રીજો દિવસ માતા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ દેવી ચંદ્રઘંટાને(Chandraghanta Maa)સમર્પિત છે. મા ચંદ્રઘંટા સાથે એક પૌરાણિક ઘટના જોડાયેલી છે. જેનાથી ઘણા માઈભક્તો અજાણ હોય છે. જેના વિશે કથાકાર અશ્વિનભાઈ શુક્લએ માહિતી આપી છે

Advertisement

દેવી ચંદ્રઘંટાની પૂજા કેવી રીતે કરવી

ચૈત્ર નવરાત્રીના (Chaitra Navratri) ત્રીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પૂજા સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ માતા ચંદ્રઘંટાની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરી ઘંટડી વગાડી દેવીનું આહ્વાન કરવું જોઈએ. સાથોસાથ ચાંદી, તાંબા કે માટીના ઘડામાં પાણી ભરી તેના પર નારિયેળ મૂકીને કળશ બાંધવો જોઈએ. ત્યારબાદ દેવી ચંદ્રઘંટાનું ધ્યાન ધરીનેને ઘી નો દીવો પ્રગટાવી માતાને ફૂલ, માળા, સિંદૂર, કુમકુમ, અક્ષત, સોપારીના પાન, ફૂલ, મધ મિક્સ કરેલા ફળો શૃંગારની વસ્તુઓ, ઘરે બનાવેલી મીઠાઇઓ સાથે ગાયના દૂધની ખીર પણ અર્પણ કરવી જોઈએ.

Advertisement

માતા પાર્વતીનું વિવાહિત સ્વરૂપ છે દેવી ચંદ્રઘંટા

નવરાત્રીના નવ દિવસ દેવી દુર્ગાના જુદા જુદા નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જેમાં ચૈત્રી નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. દેવી ચંદ્રઘંટાને ન્યાય અને શિસ્તની દેવી માનવામાં આવે છે. તેઓને માતા પાર્વતીનું વિવાહિત સ્વરૂપ પણ માનવામાં આવે છે. મા ભગવતીએ જ્યારે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા પછી તેમણે પણ તેમના કપાળ પર અર્ધચંદ્ર ધારણ કર્યો હતો. તેથી દેવી પાર્વતીના આ સ્વરૂપને માતા ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે

Advertisement

મા ચંદ્રઘંટાનો મંત્ર

  • "या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता।
    नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै, नमो नमः।"
  • पिंडजप्रवरारूढा, चंडकोपास्त्रकैर्युता।
    प्रसादं तनुते मह्यं, चंद्रघंटेति विश्रुता।।

પૌરાણિક કથા

પૌરાણિક કથા અનુસાર જ્યારે રાક્ષસોનો ત્રાસ વધી ગયો ત્યારે મા દુર્ગાએ દેવતાઓના રક્ષા માટે દેવી ચંદ્રઘંટાનું રૂપ ધારણ કરી તેમના ઘંટના અવાજથી અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો. એવું પણ કહેવાય છે કે દેવી ચંદ્રઘંટા સૂર્ય ગ્રહની સ્વામિની છે. તેઓ સૂર્યના અધિપતિ ગણાય છે. તેથી આ દેવીની ઉપાસના કરવાથી વ્યક્તિની સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

માતા ભક્તોને નિડર અને નિર્ભય બનાવે છે

માતાનો રંગ સોનેરી છે. તે તેજથી ભરપૂર છે. તેમના શરીરમાંથી નીકળતા ઘંટડીના અવાજને કારણે તમામ ભૂત, શત્રુઓ વગેરે દૂર ભાગી જાય છે. તે પોતાના ભક્તોને નિડર અને નિર્ભય બનાવે છે. શત્રુઓને હંમેશ પરાજિત કરનાર માતાનું સ્વરૂપ સૌમ્ય અને શાંતિપૂર્ણ હોય છે. શરણાગત ઘંટનો અવાજ સાંભળે છે કે તરત જ તેને ખાતરી થઈ જાય છે કે માતા ચોક્કસપણે તેના પર તેમના આશીર્વાદ વરસાવશે. તેમની નમ્રતા અને શાંત ચિત્ત ભક્તો પર પ્રભાવ પાડે છે. તેમનું શરીર પણ પ્રકાશમય બની જાય છે.ખૂબ જ શુદ્ધ અને પવિત્ર હૃદયથી માતાની પૂજા કરવી જોઈએ. સાંસારિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ દેવી માતાનો આશ્રય લેવો છે. આ આપણા ફાયદા માટે છે. દેવી પુરાણ અનુસાર આજે 3 કુંવારી કન્યાઓને ભોજન અર્પણ કરવામાં આવે છે અને મહિલાઓ આ દિવસે વાદળી રંગના વસ્ત્રો પહેરે છે.

આ  પણ  વાંચો - The Baps Hindu Mandir-Abu Dhabi : મુલાકાતીઓની સંખ્યા વધતાં ઓનલાઇન બુકિંગ શરૂ

આ  પણ  વાંચો - Mahesana : શક્તિપીઠ બહુચરાજીમાં ચૌત્રી નવરાત્રિનું વિષેશ મહત્વ

આ  પણ  વાંચો - Shani ની આજે બદલાયેલી ચાલ આ 3 રાશિના જાતકોને કરાવશે લાભ

Tags :
Advertisement

.