Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કુંભારીયા ગામ નજીક રામેશ્વર મહાદેવ ખાતે શિવ-પૂજન અને પાર્થિવ પૂજનમાં ભક્તો થાય છે લીન

અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી  આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે.અંબાજી નજીક આવેલા કુંભારીયા ગામે આવેલા રામેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસમાં ભક્તો શિવ પૂજન અને પાર્થિવ પૂજન કરી શિવ ભક્તિ કરે છે.અંબાજી મા અંબાનું પ્રસિદ્ધ શક્તિપીઠ છે અહીં શિવ મંદિરો પણ...
કુંભારીયા ગામ નજીક રામેશ્વર મહાદેવ ખાતે શિવ પૂજન અને પાર્થિવ પૂજનમાં ભક્તો થાય છે લીન

અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી 

Advertisement

આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે.અંબાજી નજીક આવેલા કુંભારીયા ગામે આવેલા રામેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસમાં ભક્તો શિવ પૂજન અને પાર્થિવ પૂજન કરી શિવ ભક્તિ કરે છે.અંબાજી મા અંબાનું પ્રસિદ્ધ શક્તિપીઠ છે અહીં શિવ મંદિરો પણ મોટી સંખ્યામાં આવેલા છે ત્યારે અંબાજીના ભક્તો રોજ સવારે માટીના નાના નાના શિવલિંગ બનાવીને શિવ ભક્તિ કરે છે અને સાંજે ફરીથી તેનું પૂજન કરી સરસ્વતી નદીના જળમાં વિસર્જન કરાય છે.

Advertisement

પાર્થિવ પૂજનનું મહત્વ પાર્થિવ એટલે પૃથ્વી તત્વની પૂજા.પૃથ્વીની શુદ્ધતાનું પ્રમાણ બતાવે છે. પ્રથમ ભગવાન વિષ્ણુએ માટીના શિવલિંગની પૂજા કરી હતી.વિષ્ણુજીએ સહસ્ત્ર કમળના પુષ્પો ચડાવીને પૂજન કર્યું હતું, અને પરમેશ્વર સનાતન અનંત કલ્યાણમાં પુરુષ પ્રકૃતિના સર્જનહારને પ્રસન્ન કરીને સુદર્શનચક્ર પ્રાપ્ત કર્યું હતું. પાર્થેશ્વરને બાણ લિંગ તરીકે પણ ઓળખાય છે. તેની પાછળ એક ઐતિહાસિક કથા પણ જોડાયેલી છે.

Advertisement

શ્રાવણ માસમાં શિવપૂજનની સાથે પાર્થિવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે.આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે,ત્યારે આજે અંબાજીમાં  શિવ ઉપાસક ભક્તો અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાનાં-નાનાં શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી સાંજે સરસ્વતી નદીના જળમાં  વિસર્જન કરે છે.આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને તેમને મનોવાંછિત ફળ પણ મળતુ હોય છે. જેમા નદીના કિનારેથી શુદ્ધ માટી લાવી શ્રાવણ મહિના દરમિયાન  નાના નાના માટીના સવાલાખ શિવલિંગ બનાવે છે.અંબાજી નજીક કુંભારીયા ખાતે આવેલા રામેશ્વર મહાદેવ ખાતે શિવ ભક્તો દરરોજ જુદાજુદા આકારના યંત્રો બનાવે છે અને સવારથી સાંજ સુધી નાના શિવલીંગોને વાર પ્રમાણે જુદા જુદા યંત્રોના આકારમાં ગોઠવે છે.દરરોજ સાંજે ષોડશોપચાર પૂજા વિધિ કરી ચોખા ચોંટાડી પ્રતિષ્ઠા કરી અભિષેક કરી વિધિવત પૂજા કરે છે.રવિવારે સૂર્ય યંત્ર,સોમવારે નાગપાસ યંત્ર,મંગળવારે ત્રિકોણ યંત્ર,બુધવારે કશ્યપ યંત્ર,ગુરુવારે પદ્મ યંત્ર,શુક્રવારે તારા યંત્ર,શનિવારે ધનુષબાણ યંત્ર બનાવાય છે.સાંજે વિધિવત પૂજા આરતી કરી સરસ્વતી નદીના જળમાં વિસર્જન કરાય છે.અંબાજીના ભાગ્યેશભાઈ શાસ્ત્રીએ આ પૂજાનું મહત્વ જણાવ્યું હતુ.

આ પાર્થિવ પૂજાથી અકાળ મૃત્યુનું જોખમ દુર થાય છે.શિવજીની આરાધના માટે પાર્થિવ પૂજા બધા લોકો કરી શકે છે, પછી તે પુરુષ હોય કે પછી સ્ત્રી.એ બધા જાણે છે કે શિવ કલ્યાણકારી છે. જે પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિસર પૂજા અર્ચના કરે છે, તે દસ હજાર કલ્પ સુધી સ્વર્ગમાં વસવાટ કરે છે. શિવપુરાણમાં લખવામાં આવ્યું છે કે પાર્થિવ પૂજા તમામ દુઃખોને દુર કરીને તમામ મનોકામનાઓ પૂરી કરે છે. જો દરરોજ પાર્થિવ પૂજા કરવામાં આવે તો આ લોક તથા પરલોકમાં પણ અખંડ શિવ ભક્તિ મળે છે.આમ ભક્તો શ્રાવણ માસમાં આ પૂજા અચુક કરે છે

:- આ રીતે થાય છે  પાર્થિવ પૂજા :-

નદીની માટી લઈને પૂજા કરતા પહેલા પાર્થિવ લિંગ બનાવાય છે . તેના માટે માટી, ગાયનું છાણ, પંચામૃત ભેળવીને શિવલિંગ પણ બનાવાય છે . શિવલિંગ બનાવવામાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ12 આંગળીથી ઉંચો ન હોય. તેનાથી વધુ ઊંચા હોવાથી પૂજાનું પુણ્ય મળતું નથી. મનોકામના પૂર્તિ માટે શિવલિંગને પ્રસાદ ધરાવવો જોઈએ. પાર્થિવ શિવલિંગ નો પ્રસાદ ગ્રહણ પણ કરી શકાય છે.અને સાંજે પૂજન વિધિ કરી નદીના જળમાં વિશર્જન કરાય છે

Tags :
Advertisement

.