Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ ગામના લોકો માટે દિલ્હી-મુંબઇ નેશનલ હાઇવે કોરિડોર બન્યો માથાના દુખાવા રૂપ, અંડર બ્રિજની માંગ સાથે આવેદન

અહેવાલઃ ઈરફાન મકરાણી, દેવગઢ બારિયા  દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામમાંથી પસાર થતા નેશનલ  કોરિડોર હાઇવેની કામગીરીને લઈ ગ્રામજનોને અવરજવર કરવા માટેનો રસ્તો બંધ થઈ જતા ગ્રામજનોને પડતી હાલાકી અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા આખરે ગ્રામજનો...
આ ગામના લોકો માટે દિલ્હી મુંબઇ નેશનલ હાઇવે કોરિડોર બન્યો માથાના દુખાવા રૂપ  અંડર બ્રિજની માંગ સાથે આવેદન

અહેવાલઃ ઈરફાન મકરાણી, દેવગઢ બારિયા 

Advertisement

દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામમાંથી પસાર થતા નેશનલ  કોરિડોર હાઇવેની કામગીરીને લઈ ગ્રામજનોને અવરજવર કરવા માટેનો રસ્તો બંધ થઈ જતા ગ્રામજનોને પડતી હાલાકી અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા આખરે ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં આવનાર દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધીયા માર્ગે જવાની ગ્રામજનોની ચીમકી

પ્રાપ્ત માહીતી મુજબ દેવગઢબારીયા તાલુકાના તોયણી ગામમાંથી દિલ્લી મુંબઈ નેશનલ કોરીડોર હાઇવે રોડ પસાર થાય છે. અને આ નેશનલ કોરીડોર હાઇવે રોડની કામગીરીમાં તોયણી ગામના અનેક ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. તોયણી ગામના ડામોર ફળીયામાંથી દિલ્હી-મુંબઈ કોરીડોર રોડ પસાર થવાથી ડામોર ફળીયાના બે ભાગલા પડેલ છે. જેમાં રોડની ઉત્તર તરફ ૪૦ મકાનો આવેલ છે અને આ રોડમાં જમીન તેમજ મકાનો સંપાદન થવાથી રોડની સંપાદનની જમીનમાં ૧૫ મકાનો પણ સંપાદન થયેલ છે. જે મકાનો મકાન માલીકોએ તેમની પોતાની જમીનમાં ઉત્તર દિશામાં તેમની જમીનમાં બનાવવાથી હાલ પપ મકાનો ઉતર દિશામાં આવેલ છે.

Advertisement

હાલમાં તેઓ કાયમી વસવાટ કરે છે. જેમાં ૪૫૦ જેટલા નાના—મોટા વ્યકિતની વસ્તી છે. રોડની દક્ષિણ તરફ તેઓની ખેતીની જમીન આવેલ હોય અને રોડની દક્ષિણ તરફ ફળીયાના રહીશોની ઉતર તરફ ખેતીની જમીનો આવેલ હોય નેશનલ કોરીડોર હાઇવે રોડ.ના કર્મીઓ સમક્ષ  આ ગ્રામજનોની અગવડતા ને લઇ અનેકવાર રજૂઆત કરવામાં આવી કે જો આ રસ્તાની નીચે અંડર બ્રિજની એક સુવિધા કરી આપવામાં આવેતો ગ્રામજનોને ખેતીકામ માટે અવર-જવર કરવા તેમજ કેટલાક રહેણાંક વિસ્તારમાંથી ઇમરજન્સી સેવા માટે એક સીધો રસ્તો મળી રહે અને ગ્રામજનોને એક સગવડ ઊભી થઈ શકે તે માટે નાળું જરૂરી હોય તેમ જોવાઈ રહ્યું છે

આ બાબતે ગ્રામજનો દ્વારા નેશનલ કોરિડોર હાઇવે ના કર્મીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ બાબતને ધ્યાને ન લેતા અને કોઈપણ જાતની ગ્રામજનોને અવ૨જવ૨ની સુવીધા આપવામાં ના આવતા આખરે  ગ્રામજનોને પડતી અગવડતા ને  લઈ દેવગઢબારિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામા આવ્યું છે અને જો તેમ છતાં પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચીંધીયા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે આ બાબતે છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરમિયાનગીરી કરી ગ્રામજનોને પડતી અગવડતા ને લઈ તંત્ર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું

Advertisement

Tags :
Advertisement

.